ડેરી ફાર્મ સહાય યોજના ૨૦૨૨

૫૦ પશુઓના ડેરી ફાર્મ માટે મળશે ૬.૫૦ લાખ રૂપિયાની સહાય

પશુઓની ખરીદી માટે બેંક દ્વારા કરેલ ધિરાણ અથવા નાબાર્ડ દ્વારા નિયત થયેલ યુનિટ કોસ્ટ બંન્નેમાંથી જે ઓછી રકમ હોય તેના ૭.૫ % વ્યાજ સહાય પાંચ વર્ષ સુધી મળવાપાત્ર થશે

નિયત માપદંડ મુજબ થયેલ ડેરી ફાર્મના બાંધકામના ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ. ૫,૦૦,૦૦૦ (પાંચ લાખ) બંન્નેમાંથી જે ઓછી હોય તે રકમ સહાય રૂપે મળવાપાત્ર થશે

પશુપાલકે પશુઓનો ત્રણ વર્ષનો વિમો એક સાથે લેવાનો રહેશે, જે માટે પશુ વિમાની રકમના યુનીટ કોસ્ટ (રૂ. ૨,૪૦,૦૦૦)ના ૭૫% લેખે મહત્તમ રૂ. ૧૮૦,૦૦૦/- મુજબ સહાય મળવાપાત્ર રહેશે

આ યોજનાનો લાભ મેળવવા પશુપાલકે/સ્વસહાય જૂથે રિઝર્વ બેન્ક માન્ય નાણાંકિય સંસ્થા/બેન્ક માંથી ધિરાણ અંગેની મંજુરી મેળવ્યા બાદજ i-khedut (આઇ ખેડૂત) પોર્ટલ પર અરજી કરવાની રહેશે

વધુ માહિતી માટે નીચે ક્લિક કરો...