ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા બનાવવાની યોજના 2022 | Construction of Water Tanks for Drip Irrigation Scheme 2022 : Read Now

Construction of Water Tanks for Drip Irrigation Scheme 2022 | ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા બનાવવાની યોજના 2022 : ખેડૂતો નવી પદ્ધતિઓ,રીતો અપનાવી પાક ઉત્પાદન વધારે તે ખૂબ જ અગત્યનું છે. Government of Gujarat પણ ખેડૂત વિકાસ માટે નીતિઓ અને યોજનાઓ અમલમાં બનાવેલ છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે Vividh Yojana અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓનો એક જ જગ્યાએથી ઓનલાઈન ભરી શકે તે માટે ikhedut Portal બનાવામાં આવેલ છે. જેના દ્વારા ખેડૂતોની યોજનાઓના અરજી ફોર્મ ઘરે બેઠા ભરી શકે છે. વિશેષમાં ખેત ઉત્પાદન વધારવા માટે ઉત્તમ બિયારણ,ટપક સિંચાઈ પદ્ધતિ, Tractor Sahay Yojana Gujarat, ઝીરો ટકાના દરે પાક ધિરાણ વગેરે આપવામાં આવે છે.

વધુ વાંચો : PM Yasasvi Scholarship Scheme

ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા બનાવવાની યોજના 2022 | Construction of Water Tanks for Drip Irrigation Scheme 2022
ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા બનાવવાની યોજના 2022 | Construction of Water Tanks for Drip Irrigation Scheme 2022

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક ડબલ કરવા માટે નવી-નવી ખેડૂતલક્ષી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. ખેડૂત માટેની વિવિધ યોજનાઓ ikhedut પોર્ટલ પર ઓનલાઈન બહાર પાડવામાં આવે છે. ખેડૂતો ખેતીમાં આધુનિક ટપક સિંચાઈ અપનાવી ઉત્પાદન વધારી શકે છે. અને પાણી બચાવી શકે છે. ખેડૂતો પણ આ સિંચાઈ પદ્ધિતીઓ અપનાવી તે માટે સરકારે યોજનાઓ બનાવી છે. Krushi Ane Sahkar Vibhag Gujarat દ્વારા ખેડૂતોને ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા બનાવવાની યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજનાના Online Arji આઈ ખેડૂત પોર્ટલ પરથી ભરી શકાશે.

Construction of Water Tanks for Drip Irrigation Scheme – Highlights

યોજનાનું નામ : ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા બનાવવાની યોજના 2021
ઉદ્દેશ : ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે તથા પાણી બચાવવા માટે ડ્રીપ ઈરીગેશન અપનાવે તે હેતુ
લાભાર્થી : ગુજરાતના ખેડૂતોને
સહાયની રકમ-1 : એસ.સી અને એસ.ટી ખેડૂતોને યુનિટ કોસ્ટ 1.00 લાખ ખર્ચના 75 ટકા મુજબ મહત્તમ રૂ. 75000/- ની મર્યાદામાં સહાય
સહાયની રકમ-2 : સામાન્ય ખેડૂતોને યુનિટ કોસ્ટ 1.00 લાખ ખર્ચના 50 ટકા મુજબ મહત્તમ રૂ. 50000/- ની મર્યાદામાં સહાય
માન્ય વેબસાઈટ : https://ikhedut.gujarat.gov.in/

ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા બનાવવાની યોજનાનો હેતુ

Irrigation Yojana In Gujarat બાગાયતી વિભાગની યોજના છે. આ યોજના દ્વારા ખેડૂતો ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી ઉત્પાદન ખર્ચ ઘટાડે તે અગત્યનું છે. કૃષિ વિભાગ દ્વારા પણ ડ્રીપ ઈરીગેશન અપનાવવા પાણીના ટાંકા બનાવવા માટે સહાય કરે છે. જેથી ખેડૂતો પાણીનો સંગ્રહ કરી શકે અને સરળતાથી ટપક સિંચાઈ કરી શકે છે.

વધુ વાંચો : PM Poshan Shakti Nirman Yojana

ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા બનાવવાની યોજનાની પાત્રતા

કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ikhedut પર વિવિધ યોજનાઓના ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ખેડૂતોને લગતી વિવિધ યોજનાઓ માટે અલગ અલગ પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

 • લાભાર્થી ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
 • ગુજરાત રાજ્યના એસ.સી,એસ.ટી,જનરલ અને અન્ય ખેડૂતોને આ યોજનાઓને લાભ મળશે.
 • લાભાર્થી ખેડૂત જમીન રેકોર્ડરેકોર્ડ (ikhedut portal 7/12) અથવા વન અધિકાર રેકોર્ડ ધરાવતા હોય તો તેમને લાભ મળે.
 • ખેડૂતોને Tapak Sinchai Paddhati માટે આ યોજનાનો ફક્ત એક જ વાર મળશે.

ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા બનાવવાની શરતો

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ikhedut portal irrigation yojana માટે શરતો નક્કી કરેલ છે. આ યોજનાની સહાય મેળવવા માટે નીચેની શરતોનું પાલન કરવાનું રહેશે.

 • ખેડૂતે સિમેન્‍ટના પાકા પાણીના ટાંકા તથા ડ્રીપ સેટ કરવાના રહેશે. આ સેટ કરવું ફરજિયાત છે.
 • લાભાર્થી ખેડૂતે ટાંકાના ખર્ચના વ્યાજબીપણા માટે ખર્ચ અંગેનું સર્ટીફિકેટ આપવાનું રહેશે.
 • કૃષિ વિભાગ દ્વારા ગવર્નમેન્‍ટ વેલ્યુઅર / તાલુકા સર્વેયર અથવા નરેગા યોજનાના સર્વેયર પાસે કરાવેલ ખર્ચનું પ્રમાણપત્ર માન્ય ગણાશે.
 • પાણીના ટાંકા વધુમાં વધુ 25.50 ઘનમીટર સુધીની ક્ષમતા અને ઓછામાં ઓછા 10 ઘન મીટરની ક્ષમતાવાળા ટાંકા બનાવવાના રહેશે.
 • આ યોજના ખાતાદીઠ ફક્ત એક જ વખત મળવાપાત્ર થશે.

વધુ વાંચો : Jyoti Gramodyog Vikas Yojana

Drip Irrigation Schemeનું સહાય ધોરણ

બાગાયતી વિભાગ દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. જેમાં ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા બનાવવામાં સહાય કરવામાં આવશે. આ સહાય ખેડૂતોની જાતિ અને દરજ્જાના આધારે Subsidy આપવામાં આવશે. જે નીચે મુજબ છે.

અનુસૂચિત જાતિ અને
અનુસૂચિત જન જાતિના ખેડૂતોને
• ખેડૂતોને યુનિટ કોસ્ટ 1.00 લાખ ખર્ચના 75 ટકા મુજબ
મહત્તમ રૂ. 75000/- ની મર્યાદામાં સહાય
સામાન્ય અને અન્ય ખેડૂતોને સામાન્ય ખેડૂતોને યુનિટ કોસ્ટ 1.00 લાખ ખર્ચના 50 ટકા મુજબ
મહત્તમ રૂ. 50000/- ની મર્યાદામાં સહાય

ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા બનાવવાની યોજનાના ડોક્યુમેન્‍ટ

ikhedut portal પર ચાલતી પાણીના ટાંકા માટે સહાય મેળવવા ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. જેના માટે નીચે આપેલા ડોક્યુમેન્‍ટ જરૂર રહેશે.

 • ખેડૂતનો ikhedut portal 7-12
 • આધારકાર્ડની નકલ
 • જો ખેડૂત SC અને ST હોય તો જ્ઞાતિનું સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
 • રેશનકાર્ડની નકલ
 • દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
 • વન અધિકાર પ્રમાણપત્રની નકલ (હોય તો)
 • સંયુક્ત ખાતેદારના કિસ્સામાં 7-12 અને 8-અ જમીનમાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
 • આત્માનું રજીસ્ટ્રેશન કરેલું હોય તો
 • બેંક ખાતાની નકલ
 • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
 • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)

ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા બનાવવાનો લક્ષ્યાંક

Ikhedut Portal પર પાણીના ટાંકા બનાવવાની યોજના યોજના હેઠળ કેટલા ખેડૂતોને સહાય આપવામાં છે, તે લક્ષ્યાંક નક્કી છે. નાણાંકીય વર્ષ- 2021-22 યોજના અને જ્ઞાતિવાર જે લક્ષ્યાંક નક્કી થયેલ છે, તે નીચે મુજબ છે.

સ્કીમનું નામવર્ષ 2021-22 નો
સંભવિત લક્ષ્યાંક
HRT-3
(અનુસુચિત જનજાતિ માટે)
64
HRT-4
(અનુસુચિત જાતિ માટે)
98
HRT-2
(સામાન્ય ખેડૂતને)
1120

Drip Irrigation Scheme Apply Online

ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા બનાવવાની યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી Online Arji કરવાની રહેશે. ખેડૂતોએ પોતાના ગ્રામ પંચાયત ખાતેથી પણ ઓનલાઈન અરજી કરી શકે છે. ઘરે બેઠા જાતે પણ ઓનલાઈન અરજી કરી શકે છે.

 • પ્રથમ Google ખોલીને ikhedut Portal ટાઈપ કરવાનું રહેશે.
 • જ્યાં ખેડૂતની યોજના માટે બનાવેલ ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
 • આઈ Khedut Yojana Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
 • યોજના પર ખોલ્યા બાદ “બાગાયતીની યોજનાઓ” ખોલવું.
 • “Bagayati ni yojana” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-23 “ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા બનાવવાની યોજના” ઉપર ક્લિક કરવું.
 • જેમાં “ડ્રીપ ઈરીગેશન માટે પાણીના ટાંકા બનાવવાની” યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાની રહેશે.
 • હવે જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
 • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
 • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
 • ખેડૂતે ઓનલાઈન અરજીમાં સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
 • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. ઓનલાઈન અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
 • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

FAQ’s Drip Irrigation Scheme

ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા બનાવવાની યોજનામાં કેટલી સબસીડી મળશે?
ગુજરાતના ખેડૂતોને આ યોજના હેઠળ 75,000 સુધી સબસીડી મળશે.

કયા વિભાગ દ્વારા ટપક સિંચાઈ માટે પાણીના ટાંકા બનાવવાની યોજના ચલાવવામાં આવે છે?
ગુજરાતના બાગાયતી વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે.

ખેડૂતોને Drip Irrigation Scheme નો લાભ લેવા માટે કેવી રીતે અરજી કરવાની રહેશે?
આ યોજનાનો લાભ લેવા માટે ઈ-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની હોય છે.

3 thoughts on “ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા બનાવવાની યોજના 2022 | Construction of Water Tanks for Drip Irrigation Scheme 2022 : Read Now”

Leave a Comment