વૃદ્ધ મરણોત્તર સહાય યોજના 2022 | Vrudh Marnotar Sahay Yojana 2022

Vrudh Marnotar Sahay Yojana 2022 | વૃદ્ધ મરણોત્તર સહાય યોજના 2022 : રાજ્ય સરકાર દ્વારા ઘણી યોજનો અમલ મા ચાલી રહી છે.જેમાં ખેડૂત યોજના,મહિલા યોજના,બાળકો ની યોજના અને વૃદ્ધો માટેની યોજનાઓ પણ અમલ મા મુકેલ છે.રાજ્ય નાં ઉંમર લાયક વૃદ્ધો ને સરકાર દ્વારા ઘણી યોજનાઓ થી લાભ પ્રાપ્ત થાય છે.જેમાં વૃદ્ધ પેન્શન યોજના, સિનિયર સીટીઝન યોજના વગેરે કાર્યરત છે. એમા વધુ એક આ “અંત્યેષ્ટિ યોજના ગુજરાત 2022” ને સરકારે અમલ મા મુકેલ છે

આ યોજનાનો અમલ સરકારે હાલમાં જ કર્યો છે. આ યોજનાથી જેટલા સિનિયર સિટીઝનો ગુજરાતમાં વસે છે. તે તમામ વૃદ્ધો કે જેવો રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ મેળવે છે. જો તેઓનું મૃત્યુ થાય તો અંતિમ વિધિ માટે તેમના વારસદારને સરકાર તરફથી આ યોજના અંતર્ગત સહાય મળે છે. તો ચાલો જાણીએ આ યોજના વિશે વધુ માહિતી

આ પણ વાંચો : E Samaj Kalyan Portal Yojana

વૃદ્ધ મરણોત્તર સહાય યોજના 2022 | Vrudh Marnotar Sahay Yojana 2022
વૃદ્ધ મરણોત્તર સહાય યોજના 2022 | Vrudh Marnotar Sahay Yojana 2022

Vrudh Marnotar Sahay Yojana 2022

યોજના નુ નામ : વૃદ્ધ મરણોત્તર સહાય યોજના 2022 (Vrudh Marnotar Sahay Yojana 2022)
સહાય : મરણ થયેલ વૃદ્ધ નાં વારસદાર ને 5,000/- રૂપિયા ની સહાય
ઉદ્દેશ : રાજ્ય મા ગરીબ અને પછાત વર્ગ નાં સીનીયર સીટીઝન નાં મૃત્યુ બાદ અંતિમ વિધિ કરવામાં માટે નો હેતુ છે
લાભાર્થી : નિરાધાર વૃદ્ધ સહાય અને રાષ્ટ્રીય પેન્શન યોજના નો લાભ મેળવતા હોઈ તેવા વૃદ્ધો ના મરણ બાદ તેમની અંત્યેષ્ટિ કરવા માટે તેમના વારસદારને આ સહાય આપવામાં આવે છે
અરજી નો પ્રકાર : ઓફલાઈન
સંપર્ક : તમારા જિલ્લા કલેકટર કચેરી તાલુકા મામલતદાર કચેરી

આ પણ વાંચો : Vahali Dikri Yojana

વૃદ્ધ મરણોત્તર સહાય યોજના

હાલ રાજ્ય સરકારે અંત્યેષ્ટિ યોજના હેઠળ નવો પરીપત્ર જાહેર કરેલ છેકે જે સિનિયર સીટીઝન ને નિરાધાર વૃદ્ધ સહાય અને રાષ્ટ્રીય પેન્શન યોજના નો લાભ મેળવતા હોઈ તેવા વૃદ્ધો નું અગર જો અવસાન થઈ જાય તો તેમના પરિવાર માથી વારસદાર ને આ સહાય આપવામા આવે છે.

આ યોજના મા રાજ્ય નાં ઉપર દર્શાવેલ સહાય મેળવતા હોઈ તેવા વૃદ્ધો નું મરણોત્તર પ્રક્રિયા માટે આ સહાય તેમના વારસદારો ને આપવામાં આવે છે.જેથી કરી ને તેઓ તેમના માતા પિતા ની મરણોત્તર ક્રિયા કરી શકે

વૃદ્ધ મરણોત્તર સહાય યોજના – લાભ

ગુજરાત રાજ્ય ના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આ યોજના માં રાજ્ય નાં સિનિયર સીટીઝન કે જેઓ નિરાધાર વૃદ્ધ સહાય અને રાષ્ટ્રીય પેન્શન યોજના નો લાભ મેળવતા હતા તેવા વૃદ્ધો ના મૃત્યુ બાદ તેમના વારસદાર ને તેઓ ની મરણોત્તર ક્રિયા માટે રૂપિયા 5,000/- ની સહાય સરકાર તરફ થી આપવામાં આવે છે

Vrudhdh Marnotar Sahay Yojana – પાત્રતા

રાજ્ય નાં સમાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અંત્યેષ્ટિ યોજના ચલાવવા માં આવે છે. આ યોજના માટેની પાત્રતા નીચે મુજબ ની છે

 • મૃત્યુ થયેલ વૃદ્ધ ગુજરાત રાજ્ય ના વતની હોવા જોઈએ.
 • મૃત્યુ થયેલ વૃદ્ધ નિરાધાર વૃદ્ધ સહાય યોજના નો લાભ મેળવતા હોવા જોઈએ
 • મૃત્યુ થયેલ વૃદ્ધ રાષ્ટ્રીય પેન્શન યોજના નો લાભ મેળવતા હોવા જોઈએ.
 • અરજદાર મરણ પામેલ વૃદ્ધ નાં સીધી લીટી નાં વારસદાર હોવા જોઈએ.
 • અરજદાર પાસે આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ અને બેન્ક એકાઉન્ટ હોવું જોઈએ

આ પણ વાંચો : Satyvadi Raja Harishchandra Marnotar Sahay Yojana

Vrudhdh Marnotar Sahay Yojana નિયમો

આ યોજના નો લાભ લેવા માટે અરજદારે નીચે મુજબ નાં નિયમો નું પાલન કરવાનું રહેશે.

 • સિનિયર સીટીઝન નિરાધાર વૃદ્ધ સહાય અને રાષ્ટ્રીય પેન્શન યોજના નો લાભ મેળવતા હતા તેવા વૃદ્ધો નું અવસાન થાય તો 1 વર્ષ ની અંદર આ સહાય તેઓ નાં સીધી લીટી નાં વારસદાર ને મળવાપાત્ર છે.
 • પતિ પત્ની વૃદ્ધ પેન્શન યોજના મેળવતા હોઈ અને તેમાથી કોઈ એક નું અવસાન થતા આ યોજના ની અરજી કરવાનો અધિકાર પતિ કે પત્ની ને રહેશે.અને જો આ બંને માંથી કોઈ હયાત નાં હોઈ તો તેઓના વારસદાર અરજી કરી શકે છે.
 • જો એક થી વધુ વારસદાર હોઈ તો તેવા કિસ્સા મા અરજદારના પક્ષ માં સંમતી પત્રક અરજી સાથે જોડવાનું રહેશે.
 • વૃદ્ધ ને પેન્શન મળતું હતું તેનું પ્રમાણપત્ર અરજદારે રજૂ કરવાનું રહેશે.(જેમ કે પેન્શન નો હુકમ, જો હુકમ નાં હોઈ તો વૃદ્ધ ની જે બેંક નાં ખાતા મા પેન્શન જમાં થતી હોઈ તે બેંક ખાતા નું સ્ટેટમેન્ટ અને આધારકાર્ડ નંબર)
 • અરજી કરનાર અરજદારે પોતાનું અને મરણ પામેલ વૃદ્ધ નું બંને નો સબંધ સ્પષ્ટ દર્શાવવો.
 • આ સહાય ફક્ત અને ફક્ત DBT મારફતે જ આપવામાં આવે છે તો અરજી કરનાર અરજદારે પોતાનું બેન્ક એકાઉન્ટ પાસબુક ની નકલ આપવી.
 • અરજી કરનાર અરજદારે નિયત નમુના માં તમામ ડોક્યુમેન્ટ જોડી ને તાલુકા મામલતદાર શ્રી ની કચેરી ખાતે અરજી કરવાની રહેશે.અને પહોંચ મેળવી લેવાની રહેશે.
 • અરજી કર્યા બાદ જો આપની અરજી ના મંજૂર કરવામાં આવે તો આપ દિન 30 ની અંદર પ્રાંત અધિકારી ને અપીલ કરી શકો છો

વૃદ્ધ મરણોત્તર સહાય યોજના – Documents

સરકાર શ્રી નાં સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સિનિયર સીટીઝન નાં સીધી લીટી ના વારસદાર ને આ યોજના નો લાભ મળવાપાત્ર છે.જેના માટે નીચે મુજબ નાં આધાર પુરાવા રજૂ કરવાના રહેશે

 • મરણ પામનાર વૃદ્ધ સહાય યોજના નો લાભ લેતા હતા તેના આધાર પુરાવા (વૃદ્ધ સહાય યોજના નો હુકમ મામલતદાર/પ્રાંત અધિકારી ની સહી વાળો)
 • મરણ પામનાર વૃદ્ધ સહાય યોજના ની સહાય જે ખાતા મા જમાં થતી હતી તે બેંક નાં ખાતા ની પાસબુક ની નકલ.
 • મરણ પામનાર વૃદ્ધ નું આધારકાર્ડ ની નકલ.
 • મરણ પામનાર વૃદ્ધ નું અવસાન નું પ્રમાણપત્ર.
 • રેશનિંગ કાર્ડ ની નકલ.
 • અરજદાર નાં આધારકાર્ડ ની નકલ
 • અરજદાર નાં બેંક પાસબુક ની નકલ.
 • અરજદાર નો મોબાઈલ નંબર

Vrudhdh Marnotar Sahay Yojana Offline Apply

 • આ યોજના નો લાભ મેળવવા માટે અરજદારે કોઈપણ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની નથી.પરંતુ ઑફલાઈન મામલતદાર કચેરી પર જઈ ને અરજી કરવાની હોઈ છે.
 • આ સહાય મેળવવા માટે જે વૃદ્ધ નું અવસાન થયેલ હોઈ તો તેમના અવસાન બાદ 1 વર્ષ મા સહાય માટે અરજી કરવાની રહેશે.
 • અહિયાં આપેલ નિયત નમુના નું અરજી પત્રક ને ડાઉનલોડ કરી ને તે અરજી ફોર્મ ની સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
 • અરજી ફોર્મ ની માહિતી ભર્યા બાદ ઉપર આપેલ તમામ ડોક્યુમન્ટ્સ જોડવાના રહેશે.
 • હવે તે સંપૂર્ણ ભરાયેલ અરજી ને તમારા તાલુકા ના મામલતદાર શ્રી ની કચેરી પર રૂબરૂ જઈ ને અરજી ત્યાં આપવાની હોઈ છે
 • જ્યાં અરજી કર્યા બાદ અરજદારે અરજી આપ્યા ની પહોંચ મેળવી લેવાની રહેશે.
 • અરજી કર્યા બાદ અરજદાર નાં બેંક ના ખાતા મા 60 દિવસ સુધી મા DBT દ્વારા સહાય નાં પૈસા જમાં કરી દેવામાં આવશે

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

FAQ’s Of Vrudhdh Marnotar Sahay Yojana

વૃદ્ધ મરણોત્તર સહાય યોજના કોના માટે ની યોજના છે
નિરાધાર વૃદ્ધ સહાય અને રાષ્ટ્રીય પેન્શન યોજના નો લાભ મેળવતા હોઈ તેવા વૃદ્ધો નું અગર જો અવસાન થઈ જાય તો તેમના પરિવાર માથી વારસદાર ને આ સહાય આપવામા આવે છે.

વૃદ્ધ મરણોત્તર સહાય યોજનામા કેટલી સહાય મળે છે ?
આ યોજના માં મરણ પામેલ વૃદ્ધ નાં વારસદાર ને 5,000/- રૂપિયા ની સહાય આપવામાં આવે છે.

વૃદ્ધ મરણોત્તર સહાય યોજનાશેના માટે ની સહાય યોજના છે ?
આ યોજના ગુજરાત રાજ્ય નાં સિનિયર સીટીઝન નું મૃત્યું થઈ જાય પછી તેની અંતિમ વિધિ કરવામાં માટે આ સહાય આપવામા આવે છે.

વૃદ્ધ મરણોત્તર સહાય યોજના માટે સંપર્ક ક્યાં કરવાનો હોઈ છે ?
તાલુકા કક્ષા એ તાલુકા મામલતદાર શ્રી ની કચેરી ખાતે સંપર્ક કરી શકો છો.

Leave a Comment