યુ વીન કાર્ડ યોજના 2022 | UWIN Card Yojana 2022 : Read Now

UWIN Card Yojana 2022 | યુ વીન કાર્ડ યોજના 2022 : ભારત સરકાર દ્વારા સરકારી ઘણી બધી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. જેનાથી ભારત દેશના નાગરિકો ને ઘણા બધા પ્રકારની સુખાકારી માં વધારો થાય છે અને વ્યક્તિ સારી રીતે જીવી શકે છે. એમાય આપડા ગુજરાત રાજ્ય માં પણ સરકાર દ્વારા સરકારી ઘણી બધી યોજનાઓ અમલમાં મુકેલ છે.જેમાંથી શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા ચાલતી યોજનાઓ વિશે માહિતી આપીએ છીએ.

શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા જે કોઈ પણ મજૂર હોઈ,ખેત શ્રમિક હોઈ, ફેરિયા હોઈ, પાથરણા વાળા હોઈ એટલેકે જે અસંગઠિત ક્ષેત્રમાં હોઈ એવા બધા લોકો માટે આ યોજના અમલ માં મુકવામાં આવેલ છે.આ કાર્ડ વિવિધ કલ્યાણ કારી યોજનાઓ ની લાભ લેવા માટે ખૂબજ સહાયતા કરશે. તથા આ કાર્ડ UWIN CSC દ્વારા એ બધા કામદારો ને ઓળખ ના પુરાવા રૂપે એક યુનિક નંબર પણ આપવામાં આવશે.

વધુ વાંચો : Mukhyamantri Amrutum Yojana

યુ વીન કાર્ડ યોજના 2022 | UWIN Card Yojana 2022
યુ વીન કાર્ડ યોજના 2022 | UWIN Card Yojana 2022

UWIN Card નું પૂરું નામ

Unorganised workers identification number છે

UWIN Card Yojana માટે ની પાત્રતા શું હોઈ છે

 • આ યોજના માટે શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા કે જે અસંગઠિત કામદારોને આ યુનિક કાર્ડ ઓળખ ના પુરાવા રૂપે આપવામાં આવે છે.UWIN કાર્ડ માટે નીચે મુજબ ની પાત્રતા હોવી જરૂરી છે.
 • ભારત દેશ ના નાગરિક હોવા જરૂરી છે.
 • આ યોજના નો લાભ લેવા માટે લાભાર્થીની ઉંમર 18 થી 59 વરસ હોવી જરૂરી છે.
 • એવા કામદારો કે શ્રમિકો કે જેમનો પ્રોવિડન્ટ ફંડ કપાતો ના હોઈ.
 • આ યોજનાનો લાભ લેવા માટે અસંગઠિત કામદારો હોવા જરૂરી છે.
 • BPL કાર્ડ ધરાવતા હોઈ કે ના હોઈ તેવા કામદારો પણ લાભ મેળવી શકે છે.
 • લાભાર્થી નું આધાકાર્ડ હોવી જરૂરી છે.
 • લાભાર્થી ની વાર્ષિક આવક 1,20,000/- કરતા ઓછી હોવી જરૂરી છે.
 • બેંક માં જનધન ખાતું અથવા બચત ખાતું હોવી જરૂરી છે.

વધુ વાંચો : તાડપત્રી સહાય યોજના 2022

UWIN Card Yojana ના લાભાર્થીઓને મળતા લાભો

U-WIN CARD માટે શ્રમિકો ને ઘણા બધા પ્રકાર ના લાભો મળે છે જે નીચે મુજબ ના છે.

ગંભીર બીમરીઓમાં સહાય
UWIN CARD ધરાવતા શ્રમીકો ને તથા તેમના પરિવાર ના બધા સભ્યો ને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી માટે ની સારવાર માટે સરકાર તરફ થી 2 લાખ સુધી ને સહાય મળે છે તેમજ ખેત શ્રમિકો ને એવા કોઈ પણ ગંભીર બીમારી ની સારવાર માટે 3 લાખ સુધી ની સહાય મળવા માત્ર છે.

અકસ્માત માટે ની સહાય
આ યોજના માં પાત્ર લાભાર્થી ને જો કોઈપણ પ્રકારે અકસ્માત તથા અવસાન થવાના કિસ્સા માં લાભાર્થીના પરિવાર ને 1 લાખ ની સહાય અને જો અપંગતા આવે તો 50,000 ની સહાય મળે છે.

વધુ વાંચો : Electric Bike Sahay Yojana

શિક્ષણ સહાય
શ્રમયોગી કાર્ડ ધરાવતા લાભાર્થી ના બાળકો ને મફત માં શિક્ષણ, રહેવાની સગવડ, હોસ્ટેલ,જમવાનું તથા પ્રાથમિક શાળામાં થી ઉચ્ચ અભ્યાસ સુધી તમામ સુવિધાઓ તદન મફત માં મળે છે.

બાંધકામ મજૂરો ની સહાય
આ કાર્ડ ધરાવતા લાભાર્થી ને વ્યવસાયિક રોગો માટે રૂપિયા 3 લાખ સુધી ની સારવાર સહાય મળવપાત્ર છે અને સંપૂર્ણ અશક્તતા માટે દર માસે રૂપિયા 3,000 મળશે તથા અર્ધા અશક્ત લાભાર્થી ને 15,00 રૂપિયા દર માસે મળવા પાત્ર છે.

કાનૂની સહાય
UWIN GUJARAT CARD ધરાવતા લાભાર્થીઓ ને અકસ્માત વળતર ના કોર્ટ કેસ લડવા માટે 50,000/- નું અને અન્ય કોર્ટ કેસ લડવા માટે 25,000/- ની સહાય સરકાર તરફથી ચકાવવા માં આવે છે.

તાલીમ
આ કાર્ડ ધરાવતા લાભરથીઓ ને સરકાર તરફ થી પોતાના રોજગાર માં નીપૂર્ણતા મેળવવા માટે ખૂબજ સારી રીતે રોજગાર માટે ને તાલીમ આપવામાં આવે છે.

UWIN કાર્ડ ના લાભ પણ કોણ મેળવી શકે.
યુ વિન કાર્ડ ઓનલાઇન એપ્લિકેશન કોણ કરી શકે અને તેના લાભ કોને મળે છે તે બધા જ શ્રમિકોનું લિસ્ટ અહીં આપવામાં આવ્યું છે.

 • વેલ્ડર
 • પ્લમ્બર
 • ઇલેક્ટ્રિશિયન
 • વાયરમેન
 • હમાલ
 • મોચી
 • કડિયા કામ કરતા મજૂરો અને શ્રમિકો
 • ખેત મજૂરી કરતા શ્રમિકો
 • સુથાર
 • પથ્થરની ખાણમાં કામ કરતા શ્રમિકો
 • દરજી
 • માળી
 • બીડીના વ્યવસાય સાથે સંકળાયેલા મજૂરો
 • ફેરિયાઓ
 • રસોઇયાઓ
 • બ્યુટી પાર્લર
 • કર્મકાંડ કરનારા
 • કુંભાર
 • માછીમારો
 • અગરિયા
 • ડ્રાઈવર ક્લિનર
 • ગૃહ કરનારા
 • વાળંદ
 • મોચી
 • કલર કામ કરનારાઓ
 • કુલી ઓ
 • રિક્ષાચાલકો
 • રત્ન કલાકારો
 • પાથરણાવાળાઓ
 • અને છૂટક મજૂરી કરનારા તમામ શ્રમિકો

વધુ વાંચો : Khedut Mobile Phone Sahay Yojana 2022

UWIN Card Yojana Online ફોર્મ ભરવા માટે ના આધાર પુરાવો

 • આધાર કાર્ડ ની પ્રમાણિત નકલ
 • ચૂંટણી કાર્ડ ની પ્રમાણિત નકલ
 • રેશનીંગ કાર્ડ ની પ્રમાણિત નકલ
 • બેંક પાસબુક
 • પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ

વધુ વાંચો : Laptop Sahay Yojana 2022

UWIN Card Yojana Online Registration કેવી રીતે કરશો

 • ગુજરાત રાજ્યમાં વસતા શ્રમિકો માટે UWIN Card Yojana Online Registration માટે આપના જીલ્લાના નજીકના CSC (કોમન સર્વિસ સેન્ટર) પર આપે પોતે જવાનું રહેશે અને ત્યાં અરજી કરવાની રહેશે.
 • કોમન સર્વિસ સેન્ટર દ્વારા તમામ અસંગઠીત શ્રમયોગીઓ ને જ્યારે ત્યાં નોંધણી કેમ હોય ત્યારે તે નોંધણી કરાવવાની રહેશે અને તમામ લાભાર્થીઓને યુ-વીન કાર્ડ કાઢી આપવામાં આવશે.
 • આપ જ્યારે કોમન સર્વિસ સેન્ટર પર જાવ ત્યારે આપ તમામ લાભાર્થીઓએ પોતાના પુરાવા સાથે લઈ જવાના રહેશે જેવા કે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ તથા બેંક પાસબુક તથા રેશનીંગ કાર્ડ મોબાઇલ નંબર આ તમામ આધાર પુરાવાઓ ની પ્રમાણિત નકલો રજૂ કરવાની રહેશે
 • જે લાભાર્થીઓ બીપીએલમાં ન આવતા હોય તેઓએ આવકનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
 • UWIN Card GUJARAT CSC Login કરીને ત્યારબાદ ઓનલાઇન એપ્લીકેશન કરવાની રહેશે ઓનલાઈન એપ્લિકેશન કરતી વખતે આપના તમામ આધાર પુરાવાઓનું સ્કેનિંગ કરી અને તે આધાર પુરાવાઓ online અપલોડ કરવાનો રહેશે.
 • જે શ્રમયોગીઓ નું UWIN CARD કાર્ડ નીકળી ગયેલ છે તેવા તમામ લોકોએ દર પાંચ વર્ષે UWIN CARD કાર્ડ રીન્યુ કરાવવાનું રહેશે.

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

UWIN Card Yojana માટે સંપર્ક કચેરી

આપના જીલ્લાના કોમન સર્વિસ સેન્ટર CSC ખાતે આપ સંપર્ક કરી શકો છો.

UWIN CARD TOLL FREE HELPLINE NUMBERS
ટોલ ફ્રી નંબર- 18001213468 પર કોલ કરીને માહિતી લઈ શકો છો.

FAQ’s of UWIN Card Yojana

યુ-વીન કાર્ડ શું છે? (What is UWIN)
અસંગઠિત ક્ષેત્રના કામદારોને વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે ગુજરાત સરકાર દ્વાર બહાર પાડવામાં આવેલુ એક કાર્ડ. દેશમાં અસંગઠિત કામદારો 90% થી વધુ વિવિધ કાર્યક્ષેત્રો સાથે જોડાયેલા છે. હાલમાં આવા અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા કામદારોનો રાષ્ટ્રીય કોઈ માહિતી કે ડેટા ઉપલબ્ધ નથી. જેથી આવા કામદારોને સામાજિક સુરક્ષા અધિનિયમ 2008 દ્વારા સામાજિક સુરક્ષા નંબર એટલે અસંગઠિત કામદાર ઓળખ નંબર (UWIN) આપવામાં આવે છે.
યુ-વીન કાર્ડ માટે શું પાત્રતા નક્કી કરેલી છે?
આ કાર્ડ માટે લાભાર્થી અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલ હોવો જોઈએ. તથા લાભાર્થીની ઉંમર 18 થી 59 સુધી હોવી જોઈએ.
UWIN કાર્ડ કોણ ન કઢાવી શકે ?
લાભાર્થીઓ સંગઠિત ક્ષેત્ર જેવા કે 1. Employees’ Provident Fund Organisation(EPFO) 2. National Pension System(NPS) – NSDL અને 3. Employees’ State Insurance Corporation-(ESIC) સાથે જોડાયેલ હોય તેમને આ કાર્ડનો લાભ મળવાપાત્ર નથી.
યુ-વીન કાર્ડ કેવી રીતે કઢાવી શકાય?
આ કાર્ડ કઢાવવા માટે નજીકના CSC સેન્‍ટર ખાતે uwin card online registration કરવાનું રહેશે.

6 thoughts on “યુ વીન કાર્ડ યોજના 2022 | UWIN Card Yojana 2022 : Read Now”

Leave a Comment