બિન અનામત વર્ગ યોજના 2022 | Unreserved Class Scheme 2022 : Read Now

Unreserved Class Scheme 2022 : ગુજરાત રાજ્યમા સરકારના વિભાગોમાં ઘણા પ્રકારની સરકારી યોજનાઓ ચાલે છે. જેનાથી ઘણા લોકો ને ખુબ લાભ મળે છે. આ યોજનાઓ જેવી કે મહિલાઓ માટેની યોજનાઓ, બાળકો માટેની યોજનાઓ, ખેડુત માટેની યોજનાઓ કાર્યરત છે. જેમાં ઘણી યોજનાઓ અનામત વર્ગની છે અને ઘણી યોજનાઓ બિન અનામત વર્ગ માટેની છે.આજે આપણે બિન અનામત વર્ગ યોજના વિષે વિગતવાર માહિતી મેળવીશું.

વધુ વાંચો : Sukanya Samriddhi Yojana 2022

બિન અનામત વર્ગ યોજના 2022 | Unreserved Class Scheme 2022

Unreserved Class Scheme 2022 – Highlights

યોજના નું નામ : બિન અનામત વર્ગ યોજના
સહાય : 20,000/- રૂપિયા
રાજ્ય : ગુજરાત
ઉદ્દેશ : બિન અનામત વર્ગના વિધાર્થીઓ ને કોચિંગ માટે સહાય
લાભાર્થી : બિન અનામત વર્ગના વિધાર્થીઓ
અરજી નો પ્રકાર : ઓનલાઇન

બિન અનામત વર્ગ યોજનાના લાભ

આ યોજના ગુજરાત રાજ્ય ના Bin Anamat વર્ગ માટે ની છે. જેમાં Bin Anamat Aayog દ્વારા આ યોજના નો લાભ આપવામાં આવે છે. આ યોજના માં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માં અભ્યાસ કરતા હોઈ અને આગળ અભ્યાસ માટે JEE,NEET ane GUJCET ની Exam ની તૈયારી માટે કોચિંગ ની જરૂર હોઈ છે જેથી આ યોજના માં તેવા બિન અનામત વર્ગ ના વિધાર્થીઓ ને કોચિંગ માટે સરકાર તરફ થી વિદ્યાર્થી દીઠ 20,000/- રૂપિયા ની સહાય કરવામા આવે છે અને ની વાસ્તવિક જે ફી હોઈ જે પૈકી જે ઓછી હોઈ તે મળવા પાત્ર રહેશે.

બિન અનામત વર્ગ યોજના માટે ની Eligibility

ગુજરાત સરકાર ના બિન અનામત વર્ગ આયોગ દ્વારા આ યોજના અમલ મા મુકેલ છે.જેમાં બિનઅનામત વર્ગ ના વિધાર્થીઓ કે જેઓ ની આર્થિક પરિસ્થિતિ ખૂબજ નબળી છે. અને તેઓ જી, નીટ અને ગુજકેટ માટે કોચિંગ સારું મેળવવા માંગતા હોઈ તેવા વિધાર્થીઓ ને આ સહાય આપવામા આવશે જેમાં નીચે મુજબ નું પાત્રતા નક્કી કરવામાં આવેલ છે.

 • વિદ્યાર્થી ગુજરાત રાજ્ય ના વતની હોવા જોઈએ
 • જેમાં વિદ્યાર્થી બિન અનામત વર્ગ નાં હોવા જોઈએ
 • ધોરણ 10 માં 70% કે તેથી વધુ માર્ક હોવા જરૂરી છે
 • ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ મા અભ્યાસ કરતા હોવા જોઈએ
 • વિદ્યાર્થી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ JEE,NEET અને GUJCET ની તૈયારી કરતો હોવો જોઈએ
 • વિદ્યાર્થી 3 વર્ષ કે એનાથી વધારે સમય થી કોઈ પણ કોચિંગ માં કોચિંગ લેતા હોવા જોઈએ

વધુ વાંચો : Mahila Swavalamban Yojana 2022

બિન અનામત વર્ગ યોજના માટેની પાત્રતા

 • જેતે કોચિંગ સંસ્થા પબ્લિક ટ્રસ્ટ એકટ અને કંપની એકટ 2013 હેઠળ નોંધણી કરાવેલ હોવી જોઇએ
 • કોચિંગ સંસ્થા મા 20 વિદ્યાર્થી દીઠ 1 શિક્ષક અને 21 થી 50 વિદ્યાર્થી દીઠ 3 શિક્ષકો હોવા ફરજીયાત છે
 • કોચિંગ ક્લાસિસ માં 51 થી 70 વિદ્યાર્થી દીઠ 4 શિક્ષકો અને 70 થી 100 વિદ્યાર્થી દીઠ 5 શિક્ષકો હોવા ફરજિયાત છે
 • ક્લાસિસ સરકાર ના અલગ અલગ નિયમો પર અમલ કરતી હોવી જોઈએ જેવા કે GST,Income Tex
 • ક્લાસિસ માં જે શિક્ષકો હોઈ તેઓ Well Qualified હોવા જોઈએ

Unreserved Class Scheme ડોક્યુમેન્ટ

ગુજરાત રાજ્ય ના બિન અનામત આયોગ દ્વારા વિધાર્થીઓ ને નીચે મુજબ ના જરૂરી આધાર પુરાવાઓ અને અભ્યાસ ના સર્ટિફિકેટ રજૂ કરવાના રહેશે

 • આધાકાર્ડ કાર્ડ ની પ્રમાણિત નકલ
 • સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
 • ધોરણ 10 ની માર્કશીટ
 • ધોરણ 12 ની માર્કશીટ
 • જો વિદ્યાર્થી નું અભ્યાસ ચાલુ હોઈ તો સ્કૂલ નું ચાલું અભ્યાસ નું બોનોફાઈટ સર્ટિફિકેટ
 • બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર
 • EBC નું પ્રમાણપત્ર
 • રહેઠાણ નો પુરવો
 • વિદ્યાર્થી ના બેંક પાસ બુક ની નકલ
 • કોચિંગ ક્લાસિસ જે સંસ્થા-ટ્રસ્ટ દ્વારા ચાલું હોઈ તો તેમનું Registration Number
 • સંસ્થા 3 વર્ષ કરતા વધારે સમય થી અમલ મા હોવી જોઈએ જે અંગે નો આધાર પુરાવો

બિન અનામત વર્ગ યોજના માટે ની આવક મર્યાદા

ગુજરાત સરકાર ના બિન અનામત વર્ગ માટે ની આ સહાય છે જેમાં સરકાર શ્રી દ્વારા આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ છે જેમાં લાભ લેવા માટે વિદ્યાર્થી ના કુટુંબ ની વાર્ષિક આવક 4.50 લાખ કરતાં ઓછી હોવી જોઈએ.

Unreserved Class Scheme Online Apply

આ યોજના નો લાભ લેવા માટે વિદ્યાર્થી એ Online અરજી કરવાની રહેશે.જેમાં સરકાર ની અધિકૃત વેબસાઈટ પરથી અરજી કરવાની હોઈ છે.જેમાં વિદ્યાર્થી એ જાતે જ અરજી કરવાની રહેશે.તો અહીંયા વિદ્યાર્થી ને અરજી કરવી સરળ પડે તેના માટે અરજી કરવાની સંપૂર્ણ માહિતી આપેલ છે જેનાથી તમને Online અરજી કરવામાં સરળતા રહેશે.

 • સૌપ્રથમ વિદ્યાર્થી એ Bin Anamat Aayog ની Official Website પર જવાનું રહેશે.જ્યા તેમને હોમ પેજ માં બતાવ્યાં મુજબ Scheme Menu મા જવાનું રહેશે.
 • ત્યાર બાદ Scheme Menu મા બતાવવા માં આવેલ બધી યોજનાઓ માંથી GEE,GUJCET અને NEET પરીક્ષા માટે ની કોચિંગ સહાય યોજના પર જવાનું રહેશે.
 • ત્યાર બાદ GEE,GUJCET અને NEET પરીક્ષા માટે ની કોચિંગ સહાય યોજના માં જઇ ને Apply Now ના બટન પર ક્લિક કરવાનું રહેશે
 • ત્યાર બાદ Apply Now પર ક્લિક કર્યા પછી નવું પેજ ખુલશે જેમાં Login લખેલું હસે અને નીચે ની બાજુ “New User Register” લખેલું હશે ત્યાં ક્લિક કરીને ને આગળ જવાનું રહેશે
 • પછી Regisatration For Online Application નામનું નવું પેજ ખુલશે. જેમાં તમારે પોતાનો મોબાઈલ નંબર,Email ID અને પાસવર્ડ સેટ કરવાનો રહેશે.ત્યાર પછી Sabmit પર ક્લિક કરવાનું રહેશે. જ્યા ત્યાર બાદ તમારી Online Application khuli જશે.નીચે ફોટો માં બતાવ્યાં મુજબ

ત્યાર બાદ Online અરજી Open થઈ ગયા પછી વિદ્યાર્થી એ બિન અનામત વર્ગ નાં સર્ટિફિકેટ ની વિગતો, બેંક ની વિગતો અને કોચિંગ ક્લાસ ની વિગતો ભરવાની રહેશે. ત્યાર બાદ વિદ્યાર્થી એ પોતાના તમામ માહિતી જેવી કે નામ,પિતા નું નામ, અટક, મોબાઇલ નંબર, રહેઠાણ નું સરનામું વગેરે વ્યવસ્થિત ભરવાનુ રેહેશે.અને સંપૂર્ણ માહિતી ફોટો માં બતાવ્યાં મુજબ સમજી વિચારી ને ભરવાની રહેશે.

ત્યાર બાદ બધા અભ્યાસ નાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને પછી વિદ્યાર્થી નો ફોટો અને સહી નો નમૂનો Online અપલોડ કરવાના રહેશે. પછી સંપુને અરજી ભર્યા બાદ અરજી ને Conform કરવાની રહેશે.અને જે અરજી Conform થઈ ગયા બાદ જે અરજી નંબર આવે છે સાચવીને રાખવાનો રહેશે.

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

Leave a Comment