યુનિક ડિજિટલ હેલ્થ કાર્ડ| Unique Digital Health Card

Unique Digital Health Card | યુનિક ડિજિટલ હેલ્થ કાર્ડ : ટેકનોલજીના ક્ષેત્ર માં આપડો દેશ બીજા દેશો ની તલના માં ઘણો પાછળ છે.જેમાં હવે આપડા દેશ એ પણ ટેકનોલજી માં હરણફાળ ભરી છે.આજ આપડે Unique Digital Health Card 2022 વિશે વિગતવાર માહિતી મેળવવાના છીએ.જે કાર્ડ થી દેશ નાં તમામ નાગરિકો ને મેડિકલ સુવિધાઓ માં ઘણો ફાયદો મળશે. આ યુનિક કાર્ડ પરથી જાણી શકાશે કે કઈ હોસ્પિટલમાં અને ક્યાં રોગની સારવાર કરવામાં આવી છે. તેમજ આ યુનિક હેલ્થ કાર્ડમાં વ્યક્તિના સ્વાસ્થ્ય સંબંધિત દરેક માહિતી રેકોર્ડ કરવામાં આવશે. જેના કારણે દર્દીએ દરેક જગ્યાએ ફાઇલ પોતાની સાથે લઇ જવાની જરૂર પડશે નહીં. ડૉક્ટર કે હોસ્પિટલ દર્દીનું યુનિક હેલ્થ આઈડી જોઈને તેની સ્થિતિ જાણી શકશે અને ત્યાર બાદ તેના આધારે આગળની સારવાર શરૂ કરી શકશે. આ કાર્ડ દ્વારા વ્યક્તિને સરકારી યોજનાઓ વિશે પણ જાણકારી મળશે. દર્દીને આયુષ્માન ભારત હેઠળ સારવારની સુવિધાઓનો લાભ મળે છે કે નહીં તે આ અનોખા કાર્ડ દ્વારા જાણી શકાશે

વધુ વાંચો : Atmanirbhar Gujarat Sahay Yojana

યુનિક ડિજિટલ હેલ્થ કાર્ડ| Unique Digital Health Card
યુનિક ડિજિટલ હેલ્થ કાર્ડ| Unique Digital Health Card

Unique Digital Health Card એ આપણા સ્વાસ્થ્ય ની જન્મ કુંડળી જ મની લો.કારણે કે આ કાર્ડ મા આપના સ્વાસ્થ બાબત ની તમામ માહિતી હશે.જેમ કે વ્યક્તિ નાં રોગ ની, સારવાર ક્યાં થઈ, દવા શું શું આપેલ હતી, રિપોર્ટ ક્યાં ક્યા કર્યા હશે ક્યાં ડોકટર પાસે દવા ચાલું છે વગેરે જેવી તમામ માહિતી આ કાર્ડ દ્વારા જ ખબર પડી જશે.તો ચાલો જાણીએ હેલ્થ કાર્ડ વિશે

Unique Digital Health Card શું છે ?

ડિજિટલ હેલ્થ મિશન દ્વારા દેશ નાં દરેક નાગરિક ને હેલ્થ આઈડી કાર્ડ બનાવવાનું છે. આમા આધાર કાર્ડ ની જેમ જ આ કાર્ડ હશે. આ કાર્ડ માં આપને એક Unique Digital Number મળશે. આ કાર્ડ માં આપની સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી હશે,જેમ કે વ્યક્તિ ને ક્યો રોગ છે,શું શું સારવાર ચાલે છે,ક્યાં કયાં રિપોર્ટ કરાવેલ છે,ક્યાં ડોક્ટર પાસે સારવાર ચાલે છે જેવી તમામ માહિતી આ કાર્ડ માં હશે.જેથી આપ દેશ ની ગમે તે હોસ્પિટલ મા સારવાર લેવા જાવ તો ડોકટર આપની તમામ માહિતી જોઈ શકશે.એટલે કે ડોકટર આપની મેડિકલ ની તમામ માહિતી આ કાર્ડ દ્વારા જ જાણી શકશે

યોજના નું નામ : Unique Digital Health ID Card
સહાય : સહાય નથી પરંતુ આપને એક હેલ્થ નું ડિજિટલ કાર્ડ મળે છે જે આપની માટે ખૂબજ ઉપયોગી છે.
રાજ્ય : ભારત દેશ ના બધા રાજ્યો
ઉદ્દેશ : દેશ નાં નાગરિકો ને તેમના સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી એકજ કાર્ડ દ્વારા જાણી શકાશે અને નાગરિકો ને પણ સરળતા રહેશે.
લાભાર્થી : દેશ નાં તમામ નાગરિકો
અરજી નો પ્રકાર : કાર્ડ મેળવવા માટે Online Registration કરાવવું પડશે
સંપર્ક : નજીક ના આરોગ્ય કેન્દ્ર પર, ગામ ના આરોગ્ય કાર્યકર પાસે, શહેરી વિસ્તાર માં અર્બન સેંટર

વધુ વાંચો : E Samaj Kalyan Portal Yojana

National Health ID card benefits- લાભો

યુનિક હેલ્થ આઈડી કાર્ડ એ Ayushman Bharat Digital Mission નો એક ભાગ જ છે.જેમાં દેશ નાં દરેક વ્યક્તિ ને આ કાર્ડ કાઢવાનું હવે થી ફરજિયાત છે.આ કાર્ડ માં વ્યક્તિ નાં આરોગ્ય ની સંપૂર્ણ માહિતી માહિતી હશે.જેમાં વ્યક્તિ ને ક્યો રોગ ચાલે છે કઈ દવા ચાલે છે ક્યાંક રિપોર્ટ કરાવેલ છે જેવી તમામ માહિતી આ કાર્ડ માં જ હશે.

જેમ કે કોઈ વ્યક્તિ આ કાર્ડ કઢાવી લીધું હોય તો તે હવે કોઈ પણ રિપોર્ટ કરાવે છે કે કોઈ પણ પ્રકાર ની સારવાર મેળવે છે તો ઓનલાઈન જ તેમની બધી વિગતો આ કાર્ડ માં Add કરી દેવામાં આવશે.જેથી તે વ્યક્તિ બીજી વાર કોઈ પણ હોસ્પિટલ મા જાઈ છે તો ડોકટર આ કાર્ડ જોઈ ને જ તેમનું બધી જ મેડિકલ હિસ્ટ્રી જાણી શકશે

Ayushman Bharat Digital Mission શું છે ?

આ મિશન અંતર્ગત સરકાર દેશ નાં તમામ વ્યક્તિઓ ને સ્વાસ્થ્ય સંબંધિત તમામ રોગો ની માહિતી જેમ કે બીપી, ડાયબીટીસ, કેન્સર વગેરે જેવા તમામ ને થતા રોકવા તેની સારવાર અને સ્વાસ્થ્ય સંબંધિત બીજી અન્ય બિમારીઓ ન થાય તે હેતુ થી આ મિશન ચાલુ કરવામાં આવેલ છે.જેમાં આ વ્યક્તિઓ ની તમામ રોગો ની માહિતી,સારવાર, રીપોર્ટ વગેરે જેવી માહિતી ને ડિજિટલ એકજ કાર્ડ માં સમાવેશ કરવાના આવશે.

વધુ વાંચો : UWIN Card Yojana

હેલ્થ કાર્ડ કાઢવામાં માટે ની પાત્રતા

આ કાર્ડ એ કેન્દ્ર સરકાર દ્વારા ચાલવામાં આવતા આયુષ્માન ભારત પ્રોજેક્ટ અંતર્ગત બહાર પાડવામાં આવેલ છે તેથી આ કાર્ડ માટે દેશ નાં બધા જ નાગરિકો પાત્ર ગણાશે.એટલે કે આપડા દેશ માં રહેતા તમામ નાગરિકો આ કાર્ડ માટે પાત્ર ગણાશે

યુનિક હેલ્થ આઈડી કાર્ડ કેવી રીતે બનાવવું

આ કાર્ડ બનાવવાં માટે આપને આપના ગામ ના આરોગ્ય નાં કાર્યકર પાસે જવાનું રહેશે અને તેની પાસે આ કાર્ડ બનાવવા નું રહેશે. આરોગ્ય કાર્યકર તમારું આધાર કાર્ડ નો નંબર લેશે તેને NCD Portal માં Online નાંખશે પછી તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર 6 આંકડા નો OTP આવશે તે OTP ને તમારે આરોગ્ય કાર્યકર ને આપવાનું રહેશે પછી તે આરોગ્ય કાર્યકર તમને આ હેલ્થ આઈડી કાર્ડ બનાવી આપશે. આ કાર્ડ બનાવવા માટે આપ જાતે પણ Online બનાવી શકો છો જે આપડે સમજીએ

Government health card online apply

જો આપ આપનું હેલ્થ આઈડી કાર્ડ પોતે બનાવવા માંગતા હોવ તો આપ જાતે પણ આ કાર્ડ ને બનાવી શકો છો.જેના માટે આપને સરકાર ની Official Website https://healthid.ndhm.gov.in/ પર જવાનું રહશે. જેમાં કે વ્યક્તિ ને આ કાર્ડ કઢાવવું હોઈ તેમને આ પોર્ટલ પર પોતાને રજિસ્ટર કરવું પડશે. અને પછી ત્યાં Online જે વિગતો માંગે તે ભરવાની રહશે જેમ કે આધારકાર્ડ કે ચૂંટણીકાર્ડ જે માંગે તે વિગત ભરી ને online આ કાર્ડ તમે જાતે બનાવી શકો છો.

વધુ વાંચો : Khedut Mobile Phone Sahay Yojana

Health ID Card Online Registration

  • આ આઈડી કાર્ડ જનરેટ કરવા માટે વ્યક્તિ એ સરકાર ની નેશનલ ડિજીટલ હેલ્થ મિશન NDHM પોર્ટલ પર જવાનું રહેશે.જેના માટે અહીંયા ક્લિક કરો.
  • હવે આપણે પૂછવામાં આવશે કે તમારે Health ID Card કેવી રીતે બનાવવું છે. આધારકાર્ડ થી કે ડ્રાઈવિંગ લાયસન્સ થી આપને જે ઠીક લાગે તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ આધારકાર્ડ અથવા ડ્રાઈવિંગ લાયસન્સ નો નંબર નાખ્યા બાદ આપને નીચે I agree ભરી ને આગળ કેપ્ચા ભરી ને Sabmit બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • જો આપના આધાર કાર્ડ સાથે આપનો મોબાઈલ નંબર લિંક હશે તો આપના મોબાઈલ પર એક OTP જશે જે OTP ને આપને તે પોર્ટલ પર નાખવાનું રહેશે. ત્યાર બાદ આપનુ હેલ્થ આઈડી કાર્ડ બની જશે.અને જો આપના આધારકાર્ડ સાથે આપનો મોબાઈલ નંબર લિંક નહિ હોઈ તો આપ હેલ્થ આઈડી કાર્ડ બનશે નહિ માટે આપનો મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે લીંક હોવો જરૂરી છે

Unique Digital Health ID Card Helpline Number

આ યોજના મૂળ કેન્દ્ર સરકાર ની યોજના છે માટે દેશ નાં દરેક નાગરિકો ને આ કાર્ડ કાઢવું જરૂરી છે.જો આપને કાર્ડ બાબતે કોઈપણ પ્રકાર ની મુશ્કેલી પડતી હોય અથવા તો આપને કઈ નાં સમજતું હોઈ અથવા તો કાર્ડ બાબતે બીજા કોઈપણ પ્રશ્નો હોઈ તો આપ નીચે આપેલ Toll-free Number પર સંપર્ક કરી શકો છો

Toll-free Number-1800-11-4477/14477

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

FAQ’s of Unique Digital Health Card

Unique Digital Health Card કોના માટે છે ?
Unique Digital Health Card એ ભારત દેશ ના તમામ નાગરિકો માટે છે.

Unique Digital Health Card શું છે ?
Unique Digital Health Card એ એક આધારકાર્ડ જેવું જ ડિજિટલ કાર્ડ છે જેના દ્વારા તમે તમારી હેલ્થ સંબંધિત માહિતી તેમાં સાચવી શકશો.

Unique Digital Health Card ક્યાં થી મેળવવાનું હોઈ છે ?
Unique Digital Health Card તમે તમારી જાતે સરકાર નાં NDHM વેબસાઈટ પર જઈ ને બનાવી શકો છો અથવા તો તમે તમારા નજીક નાં કોઈપણ સરકારી દવાખાને જઈ ને બનાવી શકો છો.

Unique Digital Health Card ક્યા કામ લાગે છે ?
Unique Digital Health Card મા તમારી સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી હોઈ છે જેવી છે તમને કોઈ રોગ હોઈ તની,કઈ દવા ચાલુ છે,કયાંથી ચાલુ છે,ભૂતકાળ મા ક્યાં ક્યાં રિપોર્ટ કરાવેલ છે જેવી તમામ માહિતી આ કાર્ડ દ્વારા ખબર પડી જશે.

Leave a Comment