શિક્ષણ ગુણવત્તા સહાય યોજના 2022 | Tuition Fee Sahay Yojana 2022 : Read Now

Tuition Fee Sahay Yojana 2022 | શિક્ષણ ગુણવત્તા સહાય યોજના 2022 : વિદ્યાર્થીઓ આજે શિક્ષણ ફી સહાય યોજના ને વાંચ્યા બાદ આપને આ યોજના વિશે તમામ પ્રકાર ની જાણકરી મળી જશે જેમ કે અરજી ક્યાં કરવી, ડોક્યુમેન્ટ કયા કયા જોડવા, અને લાભ કેટલો મળશે અને કઈ રીતે મળશે. આ આજના યોજના વાંચ્યા બાદ આપને આ યોજના વિશે તમામ માહિતી મળી જશે જે તમને અમે ખાતરી આપીએ છીએ.તો ચાલો આ યોજના વિશે વિગતવાર માહિતી મેળવીએ.

ગુજરાત સરકાર દ્વારા ઘણી યોજનાઓ અમલ મા ચાલી રહી છે અને તેના થી ઘણા લોકો ને લાભ મળે છે.અને લોકો નો તેના દ્વારા ઘણો વિકાસ પણ થયેલ છે.તો આવી જ યોજના વિશે આપને માહિતી આપીએ ચાલો.

વધુ વાંચો : Khedut Mobile Phone Sahay Yojana 2022

શિક્ષણ ગુણવત્તા સહાય યોજના 2022 | Tuition Fee Sahay Yojana 2022

Tuition Fee Sahay Yojana 2022

Esamaj Kalyan Portal પર રાજ્ય નાં અલગ અલગ વર્ગ નાં સમાજ માટે કેટ કેટલીય યોજનાઓ ચાલી રહી છે. આ યોજના થી રાજ્ય નાં અનુસૂચિત જાતિના નાં વિદ્યાર્થીઓ ને ધોરણ 10-12 પછી આગળ અભ્યાસ માટે ટયૂશન ફી માં સહાય કરવા માટે ની યોજના છે.

રાજ્ય નાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આ યોજના થી ગરીબ અને નબળા વર્ગ નાં વિદ્યાર્થીઓ ને ખુજ આશીર્વાદ સમાન આ યોજના માં એટલે કે તેઓ જ્યા અભ્યાસ માટે જાય છે તે અભ્યાસ ની ફી માથી તેઓ ને મુક્તિ મળે છે.

Tuition Fee Sahay Yojana 2022 – Highlights

યોજના નું નામ : શિક્ષણ ગુણવત્તા સહાય યોજના
સહાય : ધોરણ 10-12 પછી અભ્યાસ માટે નાણાકીય સહાય
રાજ્ય : ગુજરાત
ઉદ્દેશ : અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ કરી શકે અને વિકાસ થઈ શકે
લાભાર્થી : ગુજરાત રાજ્ય નાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ
અરજી નો પ્રકાર : ઓનલાઈન
ઓફિશિયલ વેબસાઈટ : https://esamajkalyan.gujarat.gov.in/

Tuition Fee Yojana 2022 Benefits – લાભ

આ યોજનામાં ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કે જેવો ધોરણ 10 અને ધોરણ 12 પાસ થાય ત્યારબાદ આગળ અભ્યાસ કરવા માટે સરકાર તરફથી આવા વિદ્યાર્થીઓને શિક્ષણ થી સહાય આપવામાં આવે છે એટલે કે જે કોલેજમાં તેઓ અભ્યાસ કરે છે તેની ફી સરકાર તરફથી તેમને આપવામાં આવે છે.

વધુ વાંચો : Mahila Swavalamban Yojana 2022

Eligibility Of Tuition Fee Sahay Yojana

આ યોજના અંતર્ગત નીચે મુજબના તમામ વિદ્યાર્થીઓને આ યોજના માટે પાત્ર ગણવામાં આઆવશે

 • વિદ્યાર્થીએ માર્ચ 2022 ના વર્ષમાં ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ હોય અને તેમાં 75% ગુણ મેળવેલ હોઈ તેવા વિદ્યાથીઓ.
 • વિદ્યાર્થી ધો. 11 સામાન્ય પ્રવાહ (વિજ્ઞાન પ્રવાહ સિવાય) ના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ/વિદ્યાર્થિનીઓ એ અરજી કરવાની રહેશે.
 • જે વિદ્યાર્થીઓ ને ધોરણ 11 માં સહાય મળેલ હોઈ તેઓ ને જ ધોરણ 12 માં સહાય આપવામા આવશે.
 • 75% કરતા ઓછા ગુણ વાળા વિદ્યાર્થીઓ એ અરજી કરવી નહિ.
 • વિદ્યાર્થીએ ખાનગી ટ્યુશન કે અન્ય ક્યાંથી ટ્યુશન લેતા હોય તો તેની પાકી રસીદ જમા કરવાની રહેશે.

Tuition Fee Sahay 2022 Income Limit- આવક મર્યાદા

ગુજરાત રાજ્યના સામાજિક અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે આ યોજના બહાર પાડવામાં આવેલ છે. જો વિદ્યાર્થીઓને આ યોજના નો લાભ મેળવવો હોય તો તેમના વાલીની વાર્ષિક આવક રૂ. 4,50,000/ કરતા ઓછી હોવી જરૂરી છે.

Document Required For Tuition Fee Yojana 2022 Online Form

આ યોજના માટે વિદ્યાર્થીએ નીચે મુજબના તમામ આધાર પુરાવો રજૂ કરવાના રહેશે.

 • વિદ્યાર્થીનુ આધારકાર્ડ.
 • વિદ્યાર્થીનું જાતિ અંગેનું પ્રમાણપત્ર.
 • વિદ્યાર્થીનો લિવિંગ સર્ટિફિકેટ.
 • વિદ્યાર્થીની માર્કશીટ ની ઝેરોક્ષ.
 • વિદ્યાર્થી ના વાલી નો આવક નો દાખલો.
 • ફી ની પહોંચ ની નકલ.
 • વિદ્યાર્થીના બેંક પાસબુક ની નકલ.
 • વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઈઝ નો ફોટો.

Tuition Sahay Yojana Apply Online (Esamaj Kalyan Portal)

શિક્ષણ ગુણવત્તા સહાય યોજના નો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ જાતે ઈ સમાજ કલ્યાણ ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની હોય છે. અહીંયા નીચે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલી છે કે તમે કઈ રીતે ઓનલાઇન એપ્લિકેશન કરી શકો છો તે સમજી લેવા વિનંતી.

 • Google માં જઈને “esamaj kalyan” સર્ચ કરવાનું રહેશે અને esamaj kalyan portal નાં હોમ પેજ પર જવાનું રહેશે.
 • જ્યાં જો તમે પહેલેથી જ પાસવર્ડ અને આઈડી બનાવેલ હશે તો તે એન્ટર કરવાનું રહેશે. નહીં તો “New User? Please Register Here ” પર ક્લિક કરી જે નવુ પાસવર્ડ અને આઈડી બનાવવું.
 • હવે તમારે “User Registration” માં તમામ માહિતી ભર્યા બાદ આપને “રજિસ્ટર” કરવાનું હોઈ છે.
 • હવે ન્યુ પાસવર્ડ અને આઇડી બનાવ્યા બાદ તેને લોગીન કરીને તમારું પોતાનું પર્સનલ પેજ ખોલવાનું રહેશે.
 • હવે જ્યાં દરેક યોજનાઓ બતાવવામાં આવશે. જા તમારી જ્ઞાતિ મુજબ ની યોજનાઓ સિલેક્ટ કરવાની રહેશે. જ્યા શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના પસંદ કરવાની રહેશે.
 • હવે શિક્ષણ ગુણવત્તા સહાય યોજના મા માંગ્યા મુજબ ની તમામ વ્યક્તિગત માહિતી ભરી ને સેવ કરી ને આગળ ની પ્રક્રિયા કરવાની રહેશે.
 • હવે ઓનલાઈન અરજી માં આપના તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે.
 • હવે આપની ઓનલાઈન અરજી નાં તમામ સ્ટેપ્સ ની માહિતી ભર્યા બાદ “Conform Application” પર ક્લિક કરવાનું રહેશે.
 • છેલ્લે, અરજી કન્ફર્મ થયા બાદ Tuition fee Yojana 2022 Online Form Print કાઢવાની રહેશે.

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

FAQ’s of Tuition Fee Sahay Yojana 2022

શિક્ષણ ગુણવત્તા સહાય યોજના ક્યાં વિભાગે બહાર પાડેલ છે ?

આ યોજના ગુજરાત રાજ્ય ના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ છે.

શિક્ષણ ગુણવત્તા સહાય યોજના કોના માટે ની યોજના છે ?

આ યોજના હાલ ધોરણ 10-12 માં અભ્યાસ કરતા અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ની યોજના છે.

શિક્ષણ ગુણવત્તા સહાય યોજના ની અરજી ક્યાં અને કેવી રીતે કરવાની હોઈ છે ?

આ યોજના માટે ની અરજી esamaj kalyan portal પર જઈ ને ઓનલાઈન અરજી કરવાની હોઈ છે.

શિક્ષણ ગુણવત્તા સહાય યોજના મા કેટલી સહાય આપવામાં આવે છે?

આ યોજના માં ધોરણ 10 પછી 11 મા ધોરણ માં આવેલ વિદ્યાર્થીઓ ને રૂપિયા 8,000/- ની સહાય મળે છે ને ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને રૂપિયા 4,000/- ની સહાય આપવામાં આવે છે.

શિક્ષણ ગુણવત્તા સહાય યોજના માં આવક મર્યાદા કેટલી હોઈ ?

આ યોજના માં વિદ્યાર્થી નાં વાલી ની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 4,50,000/- કરતા ઓછી હોવી જોઈએ.

Leave a Comment