સોઇલ હેલ્થ કાર્ડ યોજના 2022 | Soil Health Card Yojana 2022 : Read Now

Soil Health Card Yojana 2022 : ભારત સરકારે આ યોજના વર્ષ 2015માં રાજ્ય ના ખેડૂતો માટે શરૂ કરી હતી. જેમાં ખેડૂતોની જમીન ની ફળદ્રુપતા વધારવા માટે તેમને જમીન માટી કાર્ડ આપવામાં આવશે જેનાથી તેઓ તેમની જમીન ની ક્ષમતા ફળદ્રુપતા અને પાકની ઉપજમાં વધારો કરી શકશે

સોઈલ હેલ્થ કાર્ડ એ ખેડૂતો ની જમીન નું એક પ્રકારનું માટી કાર્ડ છે. આ કાર્ડ દ્વારા ખેડૂતો વધારે ઉપજ મેળવવા માટે તેમની જમીન નું અલગ અલગ પ્રકારે ખેતીવિષયક પરીક્ષણ કરાવી શકશે. જેનાથી જમીનની ફળદ્રુપતાની સ્થિતિ અને પાકના ઉત્પાદકતાને અસર કરતા અન્ય મહત્વપૂર્ણ જમીન પરિમાણોની વિગતવાર માહિતી મેળવી શકશે.

વધુ વાંચો : Sukanya Samriddhi Yojana 2022

સોઇલ હેલ્થ કાર્ડ યોજના 2022 | Soil Health Card Yojana 2022

આકાર દ્વારા ખેડૂતો તેમની જમીનની ગુણવત્તા સારી કરી શકશે. તેમની જમીનોના વિશ્લેષણ પર માહિતી વિગતવાર મળી શકશે. તેમના જમીનોની માટે ની ગુણવત્તા કેવી છે તેનું પરીક્ષણ કરી શકશે અને વધુ ઉત્પાદન મેળવી શકશે.

ત્યારબાદ ખેડૂતો તેમના રવિ પાક અને ખરીફ પાકોની લણણી થાય ત્યારબાદ તેમની માટીના નમૂનાનું પરીક્ષણ દર વર્ષે થઈ શકશે.

Soil Health Card Yojana 2022 – Highlights

યોજનાનું નામ : સોઇલ હેલ્થ કાર્ડ યોજના
સહાય : આ યોજના માં ખેડૂતો ને તેમની જમીન માટે હેલ્થ કાર્ડ મળે છે
રાજ્ય : ગુજરાત
ઉદ્દેશ : રાજ્ય નાં ખેડૂતો ને તેમની જમીન ની ઉપજ વધે અને જમીન ની ફળદ્રુપતા માં વધારો થાય તે હેતુ થી
લાભાર્થી : રાજ્ય નાં તમામ ખેડૂત મિત્રો
અરજી નો પ્રકાર : ઓનલાઈન અથવા નજીક નાં CSC પર અરજી કરી શકાશે
સંપર્ક : જિલ્લા ખેતીવાડી અધિકારી ની કચેરી

સોઇલ હેલ્થ કાર્ડ યોજના થી શું જાણવા મળશે

જમીનમાં રહેલા પોષક તત્વોના પ્રમાણ પર થી પાક ને જરૂરી પોષક તત્વો પુરા પડવાની ક્ષમતા કેટલી છે તેનું સચોટ ખ્યાલ મળે છે. કેટલા પોષક તત્વો રૂપે આપવામાં આવે છે તેનો ખ્યાલ મળે છે ને કેટલું ખાતર ગયું છે અને ક્યારેય ગુસ્સે તેની સચોટ જાણકારી મળે છે

આગળ દ્વારા જમીનમાં કયો પાક કઈ રીતે વધુ ફાયદાકારક નીવડશે તે પણ નક્કી કરી શકાય છે. ખારાપાટ અને જમીનમાં અક્ષર પ્રતિવરોધક ઘઉં થઈ શકે તેમજ જમીનમાં ડાંગરનો પાક સારો લઇ શકાશે.

ગોરાડું જમીનમાં કેળ, તમાકુ, બાજરી અને ઘઉં ઉગાડી શકાય. કાળી જમીનમાં શેરડી, કપાસ લઈ શકાય. રેતાળ જમીનમાં દિવેલા, રાયડો કરી શકાય. મધ્યમ કાળી જમીનમાં મગફળી, તલ, જીરુનો પાક લઈ શકાય અને પ્રગતિશીલ ખેડૂતો વિસ્તરણ અધિકારી અને વૈજ્ઞાનિક પાસેથી માહિતી મેળવીને પોતાની સચોટ બુદ્ધિથી જૂની પડેલી જમીનમાં ઔષધિય પાક કુંવારપાઠું અથવા સફેદ મૂસળી અથવા બાગાયતી પાકોની ખેતી ખુબજ સારા પ્રમાણ માં કરી શકાય છે.

વધુ વાંચો : Mahila Swavalamban Yojana 2022

સોઇલ હેલ્થ કાર્ડ યોજના 2022 Benefits

આ યોજના થી રાજ્ય નાં અને દેશ બધા જ ખેડૂતો ને ખુબજ લાભ થવાનો છે. કારણ કે ખેડૂત તેમની જમીન નાં કૃષિ બાબતે તમામ પરીક્ષણ કરાવી શકશે.જેમાંથી તેમની જમીન ની ફળદ્રુપતા ખુબજ મોટા પાટે વધી જશે.

 • આ યોજના થી ખેડૂત ને તેમની જમીન ની તંદુરસ્તી અને ઉત્પાદન માં ખબુજ બહોળા પ્રમાણમાં વધારો થશે.
 • ખેડૂતો માત્ર યુરિયા કે યુરિયા અને ડીએપી વાપરે છે જેથી બીજા તત્વોનું પ્રમાણ ઘટે છે
 • આ કાર્ડ દ્વારા ખેડૂતો તેમની જમીન માં કેમિકલ વાળી દવા છંટકાવ નો પ્રમાણ ઓછો કરી દેશે જેનાથી જમીન માં ફળદ્રુપતા વધી જશે.
 • સંકલિત ખાતર વ્યવસ્થા કરવાથી જમીનમાંથી સેન્દ્રિય તત્વોનો થતો ઘટાડો અટકાવી શકાય
 • જમીન ની તમામ પ્રકાર ની માહિતી મળ્યા બાદ પાક મા કેટલા પ્રમાણ માં પાણી ની જરૂરિયાત પડશે તે જાણી શકશે જેનાથી પાણી ની ખપત ઓછી થશે.એટલે કે ઓછા પાણી દ્વારા પણ સારો પાક મેળવી શકાશે.
 • ખેડૂતોને ઇનપુટ અવેજી શોધવામાં પણ મદદ કરી છે.
 • ખેડુતો તેમના ડાંગર અને કપાસ જેવા પાકથી ઓછા સઘન પાક તરફ વૈવિધ્યકરણ કરવામાં મદદ કરી છે.
 • સરકાર દ્વારા આપવામાં આવતી પાક ઉત્પાદન ની દવાઓ ની જરૂર ઓછી પડશે

સોઇલ હેલ્થ કાર્ડ યોજનામાં માટીની જાણકારી

ખરેખર તો આ કાર્ડ દ્વારા જમીન મા શું શું તત્વો છે અને શું શું તત્વો ની ખામી છે અને તે કઈ રીતે જમીન ને આપી શકાય છે તે જાણી શકાશે અને જમીન એટલે શું જેવી બાબતો જાણી શકાશે. જેનાથી ખેડૂતોને ખૂબ જ સારી જાણકારી મળશે.

 • આલ્મલિય જમીનનું PH હંમેશા 5.5 થી નીચે હોઈ છે. જેનાથી છાણીયું ખાતર અને કંપોસ્ટ અને લીલો પડવાશ આપવામાં આવે છે.
 • સામાન્ય જમીનનો PH 6.5 થી 7.5 વચ્ચે હોય છે અને આ જમીન બધા પાક માટે અનુરુપ હોઈ છે.
 • ભામિક જમીન નો PH 8.5 થી વધુ હોય છે અને જીપ્સમની ભલામણ છે.

5 થી નીચે અને 8.5 થી ઉપર PH વાળી જમીનમાં પોષકતત્વોની ઉણપ જોવા મળે છે. ક્ષારિય જમીનો ભેજ સુકાતા જતા ખૂબ જ કઠણ બનતી ખેડ કરી શકાતી નથી તેમજ પોષક તત્વોની લભયતા ખુબજ ઘટી જાય છે. આવી જમીનોને છૂટી અને ભરભરી બનાવવા માટે ચિરોડી (જીપ્સમ )નો ઉપયોગ કરવો જરૂરી છે. આવી જમીનોમાં છાણિયું ખાતર, કમ્પોસ્ટ ખાતર અને લીલા પડવાશ વડે પણ ખૂબ સારી રીતે સુધારી શકાય છે.

 • ગુજરાત રાજ્ય નો જમીનનો PH 7 થી 8.5 ની આસપાસ હોય છે.
 • PH 8.5 ગોરાડુ જમીન સુધારણા માટે 1 ટન જીપ્સમ હેક્ટરે
 • PH 8.7 ગોરાડુ જમીન સુધારણા માટે 2 ટન જીપ્સમ હેક્ટરે
 • PH 9.0 ગોરાડુ જમીન સુધારણા માટે 3 ટન જીપ્સમ હેકટરે

વિવિધ જમીનો માટે PH વેલ્યુ માટે જીપ્સમ નું ટન/હેક્ટર દીઠ નું પ્રમાણ નીચે મુજબ નું હોઈ છે.

 • PH 9.2 રેતાળ જમીન 1.7 મધ્યમ કાળી જમીન 2.4 અને ભારે કાળી જમીન 3.4
 • PH 9.4 રેતાળ જમીન 3.4 મધ્યમ કાળી જમીન 5.0 અને ભારે કાળી જમીન 3.8
 • pH 9.6 રેતાળ જમીન 5.0 મધ્યમ કાળી જમીન 7.5 અને ભારે કાળી જમીન 10.0
 • PH 9.8 રેતાળ જમીન 6.8 મધ્યમ કાળી જમીન 10.0 અને ભારે કાળી જમીન 14.6
 • PH 10.0 રેતાળ જમીન 8.5 મધ્યમ કાળી જમીન 12.5 ભારે કાળી જમીન 15.0
 • PH 10.1 રેતાળ જમીન 10 મધ્યમ કાળી જમીન 15.0 અને ભારે કાળી જમીન 15.0

સોઇલ હેલ્થ કાર્ડ યોજનાની પાત્રતા

આ યોજના માટે રાજ્ય નાં તમામ ખેડૂતો લાભ લઈ શકે છે.એટલે કે જે ખેડૂતો પાસે જમીન હોઈ પછી ભલે 5 વીઘા હોઈ કે 500 વીઘા તમામ ખેડૂતો આ કાર્ડ કઢાવી શકે છે અને તેઓ તેમના પાક નું ઉત્પાદન ખુબજ બહોળા પ્રમાણ માં વધારી શકે છે. માટે ટૂંકમાં કહીએ તો સોઇલ હેલ્થ કાર્ડ યોજના રાજ્યના તમામ ખેડૂતોને પાત્ર છે એટલે કે રાજ્યના તમામ ખેડૂતોને લાભ લઇ શકે છે.

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

FAQ’s

Soil Health Card Yojana માં કાર્ડ ક્યાં થી કાઢવવાનું હોઈ છે?

આ યોજના માટે સોઈલ હેલ્થ કાર્ડ આપ નજીક ના CSC ( કોમન સર્વિસ સેન્ટર) પર જઈ ને અથવા તો તાલુકા ખેતીવાડી અધિકારી ની કચેરી ખાતે જઈ ને કાર્ડ કઢાવી શકો છો.

Soil Health Card Yojana કોના માટે છે?

સોઈલ હેલ્થ કાર્ડ યોજના રાજ્ય નાં તમામ ખેડૂતો માટે ની યોજના છે.

Soil Health Card Yojana માં કાર્ડ ક્યાં થી કાઢવવાનું હોઈ છે?

આ યોજના માટે સોઈલ હેલ્થ કાર્ડ આપ નજીક ના CSC ( કોમન સર્વિસ સેન્ટર) પર જઈ ને અથવા તો તાલુકા ખેતીવાડી અધિકારી ની કચેરી ખાતે જઈ ને કાર્ડ કઢાવી શકો છો.

Leave a Comment