શ્રવણ તીર્થ દર્શન યોજના 2022 | Shravan Tirth Darshan Yojana 2022 : Read Now

Shravan Tirth Darshan Yojana 2022 | Shravan Tirth Darshan Yojana 2022 | ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના | શ્રવણ તીર્થ દર્શન યોજના 2022

ગુજરાત સરકાર દ્વારા શ્રવણ તીર્થ દર્શન યોજના (Shravan Tirth Darshan Yojana 2022) શરૂ કરવામાં આવેલી છે. શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ ગુજરાત સરકારે સિનિયર સિટીઝન લોકોને જાત્રા કરાવવામાં આવે છે. આ યોજના હેઠળ ગુજરાત સરકારે ૫૦ ટકા જાત્રા ના ટ્રાવેલ કરવાના ખર્ચો ઉપર સહાય આપે છે.

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી શ્રવણ તીર્થ દર્શન યોજના 2022 માં ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા તેમજ ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ, પાત્રતા અને ઓનલાઈન અરજી કેમ કરી શકાય તે વિશે ની માહિતી જાણીશું.

વધુ વાંચો: Pandit Dindayal Upadhyay Awas Yojana 2022

શ્રવણ તીર્થ દર્શન યોજના 2022 | Shravan Tirth Darshan Yojana 2022

શ્રવણ તીર્થ દર્શન યોજના 2022 | Shravan Tirth Darshan Yojana 2022

શ્રવણે જેમ તેમના વૃદ્ધ માતાપિતાને કાવડમાં બેસાડીને તેમને યાત્રા કરાવી હતી તે એ ભારત દેશના બધા જ દેશવાસીઓને હૃદયમાં એક અનોખુ સ્થાન ધરાવે છે તો આજે આપણે આ આધુનિક યુગમાં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી શ્રવણ તીર્થ દર્શન યોજનાની સિનિયર સિટીઝન લોકો આ યોજનાનો લાભ લઈને ગુજરાત રાજ્ય ના યાત્રાધામો પર દર્શન કરવા માટે સરળતાથી જઈ શકે છે, એટલા માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના સિનિયર સિટીઝન લોકો માટે શ્રવણ તીર્થ દર્શન યોજના શરૂ કરવામાં આવેલી છે.

યોજનાનું નામ : ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના 2022
Scheme Name : Gujarat Shravan Tirth Darshan Yojana 2022
મળવાપાત્ર સહાય : યાત્રાના ટ્રાવેલ્સ પર 50% સહાય મળવા પાત્ર થસે
અધિકૃત વેબસાઇટ : https://yatradham.gujarat.gov.in/

ગુજરાત રાજ્યમાં વસતા લોકો કે જેમની ઉંમર ૬૦ વર્ષ કે તેનાથી વધુ હોય અને તેઓ ધાર્મિક સ્થળોનો પ્રવાસ કરવા ઈચ્છતા હોય તેવો લોકો બનાવીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે એસટી બસ ખાતે ખાનગી અથવા લશ્કરી બસ નો પ્રવાસ ભાડાના 50% રકમ ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવશે આમ ખાનગી બસ ભાડે કરવામાં આવે તો તે કિસ્સામાં ખરેખર પાડું અથવા એસટી બસ નું ભાડું બેમાંથી જે ઓછુ હશે તે આ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના હેઠળ ૫૦ ટકા ચૂકવવામાં આવશે. આ યોજનાનો લાભ એક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન એક જ વાર લઈ શકે છે આ યોજના હેઠળ કુલ બે રાત્રિ અને ત્રણ દિવસના પ્રવાસની મર્યાદા નક્કી કરવામાં આવેલી છે.

જો કોઈ વ્યક્તિ વ્યક્તિગત રીતે આ યોજનાનો લાભ લેવા માંગે તો તે આ યોજનાનો લાભ લઇ શકશે નહીં પરંતુ તેમને 30 લોકોનું ગ્રૂપ બનાવીને બસ ભાડે કરેલ હોય તો જ તે લોકો આ યોજનાનો લાભ મળવાપાત્ર છે અને આ યોજનાનું અમલીકરણ ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવાનું રહેશે.

વધુ વાંચો: તબેલા લોન યોજના 2022

શ્રવણ તીર્થ દર્શન યોજનાની મહત્વની વિશેષતાઓ

 • આ યોજના માત્ર વરિષ્ઠ નાગરિકો માટે છે.
 • નોન-એસી સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ દ્વારા તીર્થયાત્રાના ખર્ચના 50% રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે.
 • આ સબસિડી માત્ર ગુજરાતની અંદર જ તીર્થયાત્રા માટે આપવામાં આવશે.
 • કોઈપણ સમુદાયના વરિષ્ઠ નાગરિકો યોજનાનો લાભ લઈ શકે છે.

Required Documents for Shravan Tirth Darshan Yojana | શ્રવણ તીર્થ દર્શન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

શ્રવણ તીર્થ દર્શન યોજના ઓનલાઈન અરજી કરતાં નીચે આપેલા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે.

 • અરજી કરનાર વ્યક્તિઓમાં ની મતદાર આઈડી કાર્ડ
 • આધારકાર્ડ
 • રેશનકાર્ડ
 • ગાડી ચલાવવા માટેની પરવાનગી
 • પાસપોર્ટ સાઇઝના ફોટા
 • રહેઠાણ નું પ્રમાણપત્ર ગેસ બિલ લાઈટ બિલ વગેરે

આ પણ વાંચો: Pashu Khandan Sahay Yojana 2022

શ્રવણ તીર્થ દર્શન યોજના નોંધણી/અરજી ફોર્મ

ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના ઓનલાઈન રજીસ્ટ્રેશન/અરજી ફોર્મ ભરવા માટેની સંપૂર્ણ પ્રક્રિયા અહીં આપેલ છે.

 • સૌપ્રથમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની સત્તાવાર વેબસાઇટ https://yatradham.gujarat.gov.in/ ની મુલાકાત લો .
 • હોમપેજ પર, “ શ્રવણ તીર્થ માટે બુકિંગ ” લિંક પર નીચે સ્ક્રોલ કરો અને પછી “ રજીસ્ટ્રેશન ” લિંક પર ક્લિક કરો
 • પછી ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ દેખાશે
 • ગુજરાત શ્રવણ તીર્થદર્શન યોજના રજીસ્ટ્રેશન ફોર્મમાં તમામ વિગતો ભરો અને પછી લોગીન પેજ ખોલવા માટે લોગીન કરો
 • વપરાશકર્તા નામ, પાસવર્ડ દાખલ કરો અને “ લોગિન ” બટન પર ક્લિક કરો. પછી ગુજરાત શ્રવણ તીર્થદર્શન યોજના ઓનલાઈન અરજી ફોર્મ ખોલવા માટે “ નવી એપ્લિકેશન ” લિંક પર ક્લિક કરો
 • વિગતો યોગ્ય રીતે દાખલ કરો અને પછી નવા પેજમાં, શ્રવણ તીર્થ દર્શન યોજના એડ પિલગ્રીમ ફોર્મ ખોલવા માટે “Add Pilgrim” લિંક પર ક્લિક કરો.
 • તમારી વિગતો દાખલ કરીને યાત્રાળુઓને ઉમેરો અને “સેવ” બટન પર ક્લિક કરો. પછી શ્રવણ તીર્થ દર્શન યોજના માટેની અરજીની માહિતી તપાસવા માટે “જુઓ/સબમિટ કરો” લિંક પર ક્લિક કરો
 • ત્યારબાદ તમામ અરજદારો ઓનલાઈન અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સંપૂર્ણ શ્રવણ તીર્થ દર્શન યોજના અરજી ફોર્મ જોઈ/સબમિટ કરી શકે છે.
 • રસ ધરાવતા અરજદારો નિયત અરજીપત્રક ભરીને સંબંધિત રાજ્ય પરિવહન ડેપોમાં સબમિટ કરીને યોજના માટે અરજી કરી શકે છે. યોજના માટે અરજી કરતા પહેલા, વરિષ્ઠ નાગરિકોના જૂથે 2 રાત અને 3 દિવસ માટે પ્રવાસનું આયોજન કરવું પડશે.

વધુ વાંચો: ગુજરાત વહાલી દિકરી યોજના 2022

ગુજરાત શ્રવણ તીર્થદર્શન યોજના ઓફલાઈન અરજી ફોર્મ

ઓનલાઈન નોંધણી કરો

 • ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મનો ઉપયોગ કરીને યુઝર આઈડી મેળવો
 • યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરો
 • ઓનલાઈન એપ્લિકેશન બનાવો અને તેને મંજૂરી માટે સબમિટ કરો

ઑફલાઇન બુકિંગ

 • એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો
 • ફોર્મ ભરો અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની ઓફિસમાં સબમિટ કરો
 • જરૂરી દસ્તાવેજો સાથે યોગ્ય રીતે ભરેલું અરજીપત્ર આના પર મોકલો: ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, બ્લોક 2 અને 3, પહેલો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર – 382016
 • શ્રવણ તીર્થ દર્શન યોજના ઓફલાઈન અરજી ફોર્મ અને નિયમો માટેની લિંક ઓનલાઈન અરજી માર્ગદર્શિકા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

FAQs of Gujarat Shravan Tirth Darshan Yojana 2022

Q: શ્રવણ તીર્થ દર્શન યોજના ની ઓનલાઈન અરજી કરવા માટેની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?
Ans: https://yatradham.gujarat.gov.in/

Q: શ્રવણ તીર્થ દર્શન યોજના મળવાપાત્ર સહાય કેટલી છે?
Ans: યાત્રા દરમિયાન થતા ટ્રાવેલ્સ ના ૫૦ ટકા સહાય મળવાપાત્ર થશે.

Q: શ્રવણ તીર્થ દર્શન યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવેલી છે?
Ans: શ્રવણ તીર્થ દર્શન યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે.

1 thought on “શ્રવણ તીર્થ દર્શન યોજના 2022 | Shravan Tirth Darshan Yojana 2022 : Read Now”

Leave a Comment