પોટેટો ડીગર યોજના 2022 | Potato Digger Machine Scheme 2022

Potato Digger Machine Scheme 2022 | પોટેટો ડીગર મશીન સહાય યોજના 2022 : શાકભાજીઓમાં બટાકાને રાજા કહેવામાં આવે છે. બટાકાની ખેતી દેશના મોટાભાગના રાજ્યમાં થાય છે. બટાકા રવિ સિઝનના પાક તરીકે ઓળખવામાં આવે છે. બટાકામાં કાર્બોહાઈડ્રેડ, મેગ્નીશિયમ, વિટામીન C, વિટામીન B-6 કેલ્શિયમ, પોટેશિયમ સહિત ઘણા બધા મિનરલ્સ જોવા મળે છે. જેથી બટાકાની ખેતી કરવી તે ઘણી લાભદાયક છે. ગુજરાતમાં બટાકાની ખેતી કરવા ખેડૂતો વધુમાં વધુ પ્રોત્સાહિત થાય તે જરૂરી છે. જેને ધ્યાનમાં રાખીને સાધન સહાય આપવામાં આવે છે. જેમકે રોટાવેટર સહાય યોજના, કલ્ટીવેટર સહાય યોજના, દવા છાંટવાનો પંપ વગેરે. બટાકાનું ઉત્પાદન વધે તે ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને ખેતીવાડી વિભાગ દ્વારા પોટેટો ડીગર મશીન યોજના બહાર પાડવામાં આવેલ છે. તો ચાલો Patato Digging Machine Scheme વિશે વિસ્તૃત માહિતી મેળવીશું

વધુ વાંચો : Low Cost Onion Storage Structure Yojana

પોટેટો ડીગર યોજના 2022 | Potato Digger Machine Scheme 2022

પોટેટો ડીગર યોજનાનો હેતુ

Kheti Vadi Vibhag દ્વારા ખેડૂતો માટે આ યોજના અમલી બનાવવામાં આવેલ છે. ગુજરાતમાં ખેડૂતો બટાકાના પાકનું વધુ વાવેતર કરે તે ખૂબ જરૂરી છે. બટાકાની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. બટાકાની ખેતીમાં ખર્ચ ઘટાડવા માટે પોટેટો ડીગર મશીન સબસીડી પર આપવામાં આવે છે.

Potato Digger Machine Scheme 2022 – Highlights

યોજનાનું નામ : પોટેટો ડીગર યોજના ૨૦૨૨ (Potato Digger Machine Subsidy Scheme)
યોજનાનો મુખ્ય ઉદ્દેશ : ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે તથા ખર્ચ ઘટાડવા માટે આધુનિક ઓજાર પર સબસીડી પૂરી પાડવી
લાભાર્થી : ગુજરાતના જમીન ધારક ખેડૂતોને
સહાયની રકમ : આ યોજના હેઠળ અલગ-અલગ સ્કીમમાં જ્ઞાતિવાર લાભ આપવામાં આવે છે. દા.ત- ટ્રેકટર (35 BHP થી વધ થી ચાલતા પોટેટો ડીગર માટે કુલ ખર્ચના 50 % અથવા રૂપિયા 40,000/- હજાર એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળવાપાત્ર થશે.
અધિકૃત વેબસાઈટ : https://ikhedut.gujarat.gov.in/

વધુ વાંચો : Water Soluble Khatar Sahay Yojana

પોટેટો ડીગર યોજનાની પાત્રતા

iKhedut Portal 2022 પર ખેડૂતો માટે ઘણી યોજના ઓનલાઈન અરજીઓ સ્વીકારવાનું ચાલુ થયેલ છે. જેમાં Potato Digging Machine Scheme માં ખેડૂતોને આધુનિક ખેત ઓજારની ખરીદી પર સહાય આપવામાં આવે છે. ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

 • ગુજરાત રાજયનો વતની હોય અને ખેડૂત હોય તેમને લાભ મળશે.
 • Potato Digging Yojana નો લાભ મેળવવા માટે લાભાર્થી ખેડૂતે પોટેટો ડીગર યોજના ઘટકના એમ્પેનલમેન્ટમાં સમાવિષ્ટ ઉત્પાદક અથવા ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે.
 • ખેડૂત પોતાની જમીન ધરાવતો હોવો જોઈએ.
 • ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.
 • ખેડૂતોઓએ khedut Portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
 • ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ અથવા જમીનના 7/12 ની નકલ ધરાવતો હોવો જોઈએ.
 • પર્વતીય અને જંગલીય વિસ્તારના ખેડૂતો પાસે ટ્રાઈબલ લેન્‍ડ વન અધિકાર પ્રમાણપત્ર હોવું જોઈએ

વધુ વાંચો : Kacha Mandap Sahay Yojana

Potato Digger Machine Yojana માં મળવાપાત્ર લાભ

Government of Gujarat ની આ સબસિડી યોજના છે. ખેડૂતો માટેની આ યોજના હેઠળ આધુનિક ખેત ઓજારની ખરીદી પર subsidy આપવામાં આવે છે. આ યોજનામાં જ્ઞાતિ અને ટ્રેક્ટરમાં પોટેટો ડીગર મશીનની ક્ષમતા મુજબ લાભ મળવાપાત્ર થાય છે. જે નીચે મુજબ છે.

આ સ્કીમમાં અલગ-અલગ ટ્રેક્ટર અને પોટેટો ડીગર મશીન માટે જુદી-જુદી સહાય આપવામાં આવે છે.

Potato Digger Machine Scheme AGR 3 (FM) & AGR 4 (FM)

 • આ સ્કીમમાં અનુસુચિત જનજાતિનાં ખેડૂતો માટેની છે. આ સ્કીમમાં ટ્રેકટર/પાવર ટીલર 20 BHP સુધીથી ચાલતા હોય એમના માટે છે. આ સ્કીમમાં કુલ ખર્ચના 50 % અથવા રૂ. 30,000/- આ બંનેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે.
 • આ ટ્રેકટર 20 થી વધુ અને 35 BHP સુધીથી ચાલતા કુલ ખર્ચના 50 % અથવા રૂપિય 40,000/- હજાર બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.
 • આ ટ્રેકટર 35 BHP થી વધુથી ચાલતા પોટેટો ડીગર મશીનમાં કુલ ખર્ચના કુલ ખર્ચના 50 % અથવા રૂપિયા 40,000 એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે.

વધુ વાંચો : Bagayat Sahay Yojana

Potato Digging Machine Scheme AGR 2 (FM) & SMAM

 • સામાન્ય ખેડૂતો માટેની આ સ્કીમ છે. આ સ્કીમમાં ટ્રેકટર/પાવર ટીલર 20 B.H.P સુધીથી ચાલતા હોય એમને કુલ ખર્ચના 40 % અથવા રૂ.24,000 એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે.
 • આ સ્કીમમાં ટ્રેકટર 20 થી વધુ અને 35 BHP સુધીથી ચાલતા હોય તેમને કુલ ખર્ચના 40% અથવા રૂપિયા 32,000/- એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે.
 • આ સ્કીમમાં ટ્રેકટર 35 BHP થી વધુથી ચાલતા હોય તેમને કુલ ખર્ચના 40 % અથવા રૂપિયા 35,000 હજાર એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળવાપાત્ર થશે.
 • અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ સિવાયના સામાન્ય વર્ગના નાના,સિમાંત અને મહિલા ખેડૂતો માટે આ સ્કીમમાં લાભ મળશે. જેમાં ટ્રેકટર/પાવર ટીલર 20 BHP સુધી થી ચાલતા હોય એમને કુલ ખર્ચના 50 % અથવા રૂપિયા 30,000/- એ બે માંથી જે ઓછુ હોય તેનો લાભ મળશે.
 • ખેડૂતનું ટ્રેકટર 20 થી વધુ અને 35 BHP સુધીથી ચાલતા હોય એમને કુલ ખર્ચના 50 % અથવા રૂપિય 40,000 હજાર એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે અને 35 BHP થી વધુ ચાલતા ટ્રેકટર માટે કુલ ખર્ચના 50 % અથવા રૂપિયા 40,000 આ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે

Required Document Of Potato Digger Machine Scheme 2022

ગુજરાતના ખેડૂતો માટે ખેડૂત યોજનાનો લાભ આપવા માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે. જેમાં વિવિધ ખેડૂત યોજનાઓના Online Form ભરાય છે. પોટેટો ડીગર યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.

 • ખેડૂતની જમીનની નકલ 7-12
 • એસ.સી. જ્ઞાતિનો હોય તો તેનું સર્ટિફિકેટ
 • એસ.ટી. જ્ઞાતિનો હોય તો તેનું પ્રમાણપત્ર
 • રેશનકાર્ડની નકલ (Ration Card)
 • ખેડૂત લાભાર્થીના આધારકાર્ડની નકલ
 • વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
 • જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
 • ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
 • જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
 • મોબાઈલ નંબર
 • બેંક ખાતાની પાસબુક
 • ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક

Online Apply Potato Digger Machine Scheme 2022

ખેડૂતોને ટ્રેક્ટર આધારિત ચાલતા પોટેટો ડીગર મશીન સહાય મળશે. આ સબસીડી યોજનાનો લાભ લેવા માટે I kedut પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતમાંથી કોમ્પ્યુટર સાહસિક પાસેથી Online Arji કરી શકે છે. ખેડૂતો જાતે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે. તો ચાલો તેની વિગતવાર માહિતી મેળવીશું.

 • ખેડૂત ભાઈઓ સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut’ ટાઈપ કરવાનું રહેશે.
 • ગુગલ સર્ચ પરિણામમાંથી અધિકૃત https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
 • ખેડૂત યોજના વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
 • જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી “Kheti Vadi Ni Yojana” ખોલવીની રહેશે.
 • જેમાં “ખેતીવાડીની યોજના” ખોલ્યા બાદ વર્ષ-2022-23 ની કુલ 49 યોજનાઓ બતાવશે.
 • જેમાં ક્રમ નંબર-22 પર “પોટેટો ડીગ” માં પર ક્લિક કરવાની રહેશે.
 • જેમાં પોટેટો ડીગર સહાય યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
 • હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
 • અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
 • જો લાભાર્થીએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.
 • ખેડૂત Online Application Form માં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
 • લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
 • ઓનલાઈન એપ્લિકેશન એક વાર કન્‍ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
 • ખેડૂત અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

FAQ’s of Potato Digger Machine Yojana

પોટેટો ડીગર શું છે?
બટાકાના વાવેતર પછી જમીનની અંદર રહેલા બટાકાને કાઢવા માટેનું મશીન છે.

પોટેટો ડીગર સહાય યોજનાનો લાભ કોણે-કોણે આપવામાં આવે છે?
ગુજરાત રાજ્યના નાના, સીમાંત, મહિલા, અનામત જ્ઞાતિના, સામાન્ય ખેડૂતો અને મોટા ખેડૂતોને પોટેટો ડીગર મશીન સહાયનો લાભ આપવામાં આવે છે.

Potato Digging Machine scheme માં કેટલો લાભ મળે છે?
35 BHP થી વધુ ચાલતા ટ્રેકટર માટે કુલ ખર્ચના 50 % અથવા રૂપિયા 40,000 આ બે માંથી જે ઓછુ હોય તે Potato Digging Machine Scheme માટે લાભ મળે છે.

પોટેટો ડીગર સહાય યોજનાનો લાભ લેવા માટે કેવી રીતે એપ્લિકેશન કરવાની હોય છે?
ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે I-khedut Portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

8 thoughts on “પોટેટો ડીગર યોજના 2022 | Potato Digger Machine Scheme 2022”

Leave a Comment