પોસ્ટ ઓફિસ યોજના ૨૦૨૨ | Post Office Yojana 2022: Read Now

Post Office Yojana 2022 | પોસ્ટ ઓફિસ યોજના 2022 : પોસ્ટ વિભાગમાં બચત કરીને સામાન્ય રીતે મોટાભાગના લોકો પોતાની યુવાનીમાં વધુમાં વધુ કમાણી કરીને ઘડપણ માટે બચત કરવા માગે છે. અહી આપણે વાત કરીશું કે ઘડપણમાં કેવી રીતે મળશે 2 લાખ નો લાભ.

વધુ વાંચો : BAOU B.Ed. Admission 2022

પોસ્ટ ઓફિસ યોજના ૨૦૨૨ | Post Office Yojana 2022
પોસ્ટ ઓફિસ યોજના ૨૦૨૨ | Post Office Yojana 2022

Post Office Yojana 2022

પોસ્ટ ઓફિસ યોજનામાં 7.4 ટકાનો વ્યાજ દર મળે છે, જે ચોક્કસ રીતે દેશના મોંઘવારી દર 7 ટકા કરતાં વધારે કહેવાય છે. એટલું જ નહીં દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ દ્વારા ઓફર કરવામાં આવતા ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દર કરતાં વધારે છે. આમ આ યોજના ફક્ત સીનિયર સિટિઝન માટેની બેસ્ટ રોકાણ યોજનાઓ પૈકી એક સાબિત થઈ રહી છે.તેવામાં હવે પ્રશ્ન એ છે કે કઈ રીતે વ્યક્તિ ઘડપણમાં વ્યક્તિ આ યોજના મારફત વાર્ષિક ધોરણે 2 લાખ રુપિયા જેવી કમાણી કરી શકે છે.

પોસ્ટ ઓફિસ યોજનામાં ખાતું ખોલાવવા માટે યોગ્યતા

કેન્દ્રીય નાંણા મંત્રાલયના 30 જૂન 2022ના એક સર્ક્યુલર મુજબ સરકારે સ્મોલ સેવિંગ સ્કીમ્સના વ્યાજ દર જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટર માટે સમાન જ રાખ્યા છે.ત્યારે SCSS યોજનામાં 60 વર્ષથી ઉપરના કોઈપણ વ્યક્તિ એકાઉન્ટ ખોલાવી શકે છે અને સિંગલ ડિપોઝિટ તરીકે એકાઉન્ટમાં રુ. 1000ના ગુણાંકમાં રુ. 15 લાખ સુધીની કોઈપણ રકમ જમા કરાવી શકે છે.

પોસ્ટ ઓફિસ યોજનામાં રોકાણ કેવી રીતે કરવું ?

SCSS યોજનામાં 60 વર્ષથી ઉપરના કોઈપણ વ્યક્તિ એકાઉન્ટ ખોલાવી શકે છે અને સિંગલ ડિપોઝિટ તરીકે એકાઉન્ટમાં રુ. 1000ના ગુણાંકમાં રુ. 15 લાખ સુધીની કોઈપણ રકમ જમા કરાવી શકે છે.

બેંકના ટેક્સ સેવિંગ ફિક્સ ડિપોઝિટની જેમ SCSS પાંચ વર્ષના લોક ઈન પીરિયડ સાથે આવે છે.તેવામાં જો તમારે વાર્ષિક રુ. 2 લાખની આવક જોઈતી હોય તો હાલના વ્યાજદરને આગામી પાંચ વર્ષ માટે લોક ઈન માનીને કોઈ સીનિયર સિટિઝન રુ. 15 લાખ આ યોજનામાં પાંચ વર્ષ માટે રોકે છે.તેવામાં રુ. 15 લાખની આ ડિપોઝિટ ત્રિમાસિક વ્યાજ તરીકે રુ. 27,750 કમાણી કરાવે છે અને વાર્ષિક વ્યાજ રુ.1,11,000 મળે છે.

ત્યારે પાંચ વર્ષ પછી મેચ્યોરિટી સમયે રોકાણકારને રુ. 5,55,00 વ્યાજ સાથે ટોટલ મેચ્યોરિટી રકમ રુ. 20,55,000 મલે છે. આ યોજના હેઠળ વ્યાજ ત્રિમાસિક ધોરણે ચૂકવવામાં આવે છે.તેની ગણતરી ડિપોઝિટ કર્યાની તારાખથી આગામી 31 માર્ચ, 30 જૂન, 30 સપ્ટેમ્બર અને 31 ડિસેમ્બર એ રીતે ગણવામાં આવે છે.તેમજ જે દિવસે તમે ડિપોઝિટ કરી હોય ત્યારે રહેલો વ્યાજ દર આગામી 5 વર્ષ માટે લોક રહે છે એટલે કે આ સમય દરમિયાન સરકાર વ્યાજ દર ઘટાડે કે વધારે તો તમને તેનો લાભ કે નુકસાન કંઈ જ થતું નથી.

વધુ વાંચો : Coal India Recruitment 2022

કેવી રીતે મળશે 2 લાખ ?

જ્યારે SCSS જોઈન્ટ રોકાણને પણ પરવાનગી આપે છે, આમ એક વરિષ્ઠ નાગરિક અને તેના જીવનસાથી સંયુક્ત ખાતું પણ ખોલાવી શકે છે. જો કે, સંયુક્ત ખાતામાં જમા રકમ માટે માત્ર પ્રથમ ખાતાધારક જ જવાબદાર છે.સંયુક્ત ખાતા માટે મહત્તમ રુ. 15 લાખની રોકાણ મર્યાદા બમણી કરીને રુ. 30 લાખ કરવામાં આવે છે. તેવામાં જો કોઈ વૃદ્ધ કપલ સંયુક્ત SCSS ખાતું ખોલાવે છે અને રુ. 30 લાખ જમા કરે છે, તો તેમાંથી એકંદરે વાર્ષિક વ્યાજ (રુ. 1,11,000×2 = રુ. 2,22,000) મેળવે છે. એટલે કે પાકતી મુદતે ઉપાડી શકાય તેવી કુલ રકમ મુદ્દલ અને વ્યાજ સાથે રુ. 41,10,000 હશે. આમ સંયુક્ત ખાતામાં વ્યક્તિ SCSSમાં રોકાણ કરીને વાર્ષિક રુ. 2.22 લાખની રિસ્ક ફ્રી આવક મેળવી શકે છે.

રોકાણથી ફાયદો

આ યોજના હેઠળ કરવામાં આવેલું રોકાણ 1961ના ઇન્કમ ટેક્સ કાયદા હેઠળની કલમ 80સી અંતર્ગત ટેક્સ રાહત માટે પાત્ર બને છે. તેમજ જો SCSS કાયદા હેઠળની યોજનામાં અંતર્ગત થતી આવકમાં વાર્ષિક વ્યાજ રુ. 50 હજાર કરતા વધારે હોય તો મર્યાદાથી ઉપરની રકમ કરપાત્ર ઠરે છે અને વ્યાજની ટોટલ કમાણી પર નિયમ મુજબનો ટીડીએસ કપાય છે. તેમજ જો ફોર્મ 15જી અથવા 15એચ સબમિટ કરવામાં આવે છે અને વ્યાજની કુલ આવક રાહતની મર્યાદામાં હોય છે તો એકાઉન્ટ હોલ્ડરને ટીડીએસ નથી ચૂકવવો પડતો

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

Leave a Comment