મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2022 | Mukhyamantri Matrushakti Yojana 2022 : Read Now

Mukhyamantri Matrushakti Yojana 2022 | મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2022 : માતાનું નબળું પોષણ સ્તર ગર્ભમા રહલે બાળકના વિકાસને અવરોધે છે,જે આગળ જતા બાળકના નબળા આરોગ્યમા પરરણામે છે. સગર્ભ માતાઓમા કુપોષણ અને પાંડુ રોગ, એ બાળકના વૃદ્ધિ અને વિકાસ પર ગંભીર અસર કરે છે. માતા અને બાળકના પોષણ સ્તરમા સુધાર લાવવા માટે મહિલા ગર્ભ ધારણ કરે તે ૨૭૦ દિવસ અને બાળકના જન્મથી ૨ વર્ષ સુધીના ૭૩૦ દિવસના સમયગાળાને ૧૦૦૦ દિવસ “First Window of Opportunity” તરીકે ઓળખાય છે.આ બાબતની અગત્યતાને ધ્યાને લઇ ગુજરાત સરકાર દ્વારા ૧૦૦૦ દિવસ માટે “મુખ્યમાત માતૃશક્તિ યોજના” ને મજુંરી આપેલ છે.

ગુજરાત મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2022

યોજનાનું નામ : મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2022 (Mukhyamantri Matrushakti Yojana 2022)

યોજના શરુ કરનાર વિભાગ: મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર

આ MMY યોજનાના લાભો : આંગણવાડી કેન્દ્રોમાંથી દરેક લાભાર્થીને દર મહિને બે કિલો ચણા, એક કિલો તુવેર દાળ અને એક લિટર સીંગદાણાનું તેલ આપવામાં આવશે.

યોજના અમલીકરણ તારીખ: 01/06/2022

Also Read: લેપટોપ સહાય યોજના 2022 | Laptop Sahay Yojana 2022

Mukhyamantri Matrushakti Yojana 2022

શું છે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ? યોજનાની જાણો ટૂંકમાં માહિતી

માતાનું નબળું પોષણ સ્તર ગર્ભમાં રહેલા બાળકના વિકાસને અવરોધે છે, જે આગળ જતા બાળકના નબળા આરોગ્યમાં પરિણમે છે. સગર્ભા માતાઓમાં કુપોષણ અને પાંડુરોગ બાળકના વૃદ્ધિ અને વિકાસ પર ગંભીર અસર કરે છે. મહિલા ગર્ભ ધારણ કરે તે 270 દિવસ અને બાળકના જન્મથી 2 વર્ષ સુધીના 730 દિવસ, એટલે કે કુલ 1000 દિવસના સમયગાળાને ‘ફર્સ્ટ વિન્ડો ઓફ ઓપોર્ચ્યુનિટી’ કહેવામાં આવે છે, જે સમય દરમિયાન માતા અને બાળકનું પોષણ સ્તર સુદૃઢ બનાવવું જરૂરી છે.

આ બાબતના મહત્વને સમજીને ભારત સરકારના ‘પોષણ અભિયાન’ અંતર્ગત માતા અને બાળકના આ 1000 દિવસ ઉપર ફોકસ કરવાનું જણાવવામાં આવ્યું છે. આ તબક્કા દરમિયાન માતાના આહારમાં અન્ન અને પ્રોટીન, ફેટ તેમજ અન્ય સૂક્ષ્મ પોષકતત્વો ઉપલબ્ધ થાય તે ખૂબ અગત્યનું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આ 1000 દિવસ દરમિયાન સગર્ભા અને પ્રસૂતા માતાઓને પોષણયુક્ત આહાર પૂરો પાડવાના ઉદ્દેશથી ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ મંજૂર કરવામાં આવી.

વર્ષ 2022-23માં તમામ પ્રથમ સગર્ભા અને પ્રથમ પ્રસૂતા માતા તથા આરોગ્ય વિભાગના સોફ્ટવેરમાં સગર્ભા તરીકે અથવા જન્મથી બે વર્ષના બાળકની માતા તરીકે નોંધાયેલ લાભાર્થીઓ આ યોજનાનો લાભ લઇ શકે છે. આ યોજના અંતર્ગત દરેક લાભાર્થીને દર મહિને આંગણવાડી કેન્દ્ર પરથી રાશન તરીકે 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લિટર સીંગતેલ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ યોજના માટે રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષના બજેટમાં 811 કરોડ રૂપિયાની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે અને આગામી પાંચ વર્ષ માટે 4000 કરોડ રૂપિયાથી વધુ રકમની જોગવાઈ કરવામાં આવશે.

આ યોજનાથી માતા અને બાળકના પોષણની સ્થિતિમાં સુધારો થશે. અપૂરતા મહિને જન્મ અથવા ઓછા વજનવાળા બાળકોના જન્મની સંખ્યામાં ઘટાડો થશે અને સંપૂર્ણ સ્વસ્થ બાળકોનો જન્મ થશે. આ સાથે જ માતા મૃત્યુદર અને બાળમૃત્યુદરમાં પણ ઘટાડો થશે.

Also Read: સુકન્યા સમૃદ્ધિ યોજના 2022 | Sukanya Samriddhi Yojana 2022

રાજ્યના આદિજાતિ તાલુકાઓમાં પોષણ સુધા યોજનાનું લોન્ચિંગ

સ્ત્રીના જીવનમાં સગર્ભા અને ધાત્રી અવસ્થા ખુબ જ મહત્વપૂર્ણ છે. માતાના ગર્ભમાં રહેલ શિશુ માટે તેમજ જન્મ બાદ તેને સ્તનપાન કરાવવા માટે માતાને વધુ પ્રમાણમાં પોષણની જરૂરિયાત રહે છે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે પ્રાયોગિક ધોરણે ‘પોષણ સુધા યોજના’ ગુજરાતના આદિજાતિ વિસ્તારના પાંચ જિલ્લા (દાહોદ, વલસાડ, મહીસાગર, છોટાઉદેપુર અને નર્મદા) ના 10 તાલુકાઓમાં અમલી બનાવી હતી. હવે તેનું વિસ્તરણ કરીને રાજ્યના તમામ 14 આદિજાતિ જિલ્લાઓના કુલ 106 તાલુકાઓમાં આ યોજના અમલી બનાવવામાં આવશે.

આ યોજના અંતર્ગત આંગણવાડી ઉપર નોંધાયેલ સગર્ભા અને ધાત્રી માતાઓને એક વખતનું સંપૂર્ણ પોષણક્ષમ ભોજન આપવામાં આવે છે. આ સાથે આયર્ન અને કેલ્શિયમની ગોળીઓ તેમજ આરોગ્ય અને પોષણ અંગે શિક્ષણ આપવામાં આવે છે. યોજનાના મોનીટરિંગ અને રિવ્યુ માટે વિશેષ મોબાઇલ એપ્લિકેશન પણ બનાવવામાં આવી છે.

વધુ વાંચો: પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022 | Pandit Dindayal Upadhyay Awas Yojana 2022

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2022 (MMY) 2022 ના લાભો

મળવાપાત્ર લાભ : દરેક લાભાર્થીને દર માસે આંગણવાડી કેન્દ્ર ઉપરથી આંગણવાડીની વિવિધ

  • સેવાઓની સાથે-સાથે રો-સશનમાં ૨ કિલો ચણા, ૧ કિલો તુવેર દાળ અને ૧ લીટર સીંગતેલ આપવાનું નક્કી કરેલ છે.
  • લાભાર્થીઓને આ કીટનું વિતરણ આંગણવાડી કાર્યકર/તેડાગર બહેનો દ્વારા આંગણવાડી કેન્દ્રમાંથી લાભાર્થીને OTP અથવા અન્ય સમાન માધ્યમથી કરવાનું રહેશે.
  • આ યોજના 01/06/2022 થી લાગુ કરવામાં આવશે.
  • નાણાંકીય જોગવાઈ : યોજના અંતર્ગત ચાલુ વર્ષે રૂ. ૮૧૧.૦૦ કરોડની જોગવાઇ કરેલ છે. તેમજ આગામી પાંચ વર્ષ માટે રૂ. ૪૦૦૦ કરોડથી વધુ રકમની જોગવાઇ કરવામાં આવનાર છે.

વધુ વાંચો: મફત ગેસ સિલેન્ડર યોજના 2022| Free gas Cylinder Yojana 2022

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના યોજનાના અપેક્ષિત પરિણામો

  • માતા અને બાળકના પોષણની સ્થિતિમાં સુધારો
  • અપુરતા મહિને જન્મ કે ઓછુ વજનવાળા બાળકોના જન્મનો વ્યાપ ઓછો કરવો.
  • IMR અને MMR માં ઘટાડો

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

5 thoughts on “મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2022 | Mukhyamantri Matrushakti Yojana 2022 : Read Now”

  1. ધાતરી માતા ને આપવામા આવતી વસતુઓનો જથથો કેટલો અપાય છે

    Reply

Leave a Comment