માનવ કલ્યાણ યોજના 2022 | Manav Kalyan Yojana 2022 : Read Now

Manav Kalyan Yojana 2022 | માનવ કલ્યાણ યોજના : આજે હરેક માણસ ધંધા માટે વલખાં મારે છે.કારણ કે ધંધા રોજગાર થકી જ એનું ઘર ચાલે છે.અને તેઓ તેમના બાળકો નું અને પરિવાર નું ભરણ પોષણ કરી શકે છે.અને પોતે રોજગારી મેળવી શકે તે હેતુ થી આજે આપડે આવી જ એક Manav Kalyan Yojana 2022 વિશે વિગતવાર વાત કરવાના છીએ અને આપને માહિતગાર કરવાના છીએ.

ગુજરાત સરકાર દ્વારા ઘણી અલગ અલગ યોજનાઓ અમલમાં મુકેલ છે.જેમાં કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ દ્વારા ગુજરાત રાજ્યના ખૂબ જ ગરીબ પરિવારો, છેવાડાના ગામોના પરિવાર, પછાત વર્ગના લોકો પોતે હાથશાળ,હસ્તકલા, કુટિર અને ગ્રામોદ્યોગ દ્વારા પોતે રોજગારી મેળવી શકે તે હેતુ થી ઘણી યોજનાઓ ચાલી રહી છે.જેમાં આ માનવ કલ્યાણ યોજના 2022 દ્વારા આવા લોકો ને રોજગારી મળી રહે તે હેતુ તેઓ ને સાધન સામગ્રી આપવાનું આ યોજના દ્વારા નક્કી કરવામાં આવેલ છે.

Also Read : Namo Tablet Yojana 2022

માનવ કલ્યાણ યોજના 2022 | Manav Kalyan Yojana 2022

Manav kalyan yojana | Manav Kalyan Yojana 2022 | Manav kalyan yojana online application | Manav garib yojana | Manav kalyan yojana online form 2021 | Manav kalyan yojana form | Gujarat Manav Kalyan Yojana 2022-23

Manav Kalyan Yojana

Commissioner Of Cottage And Rural Industry આ યોજના ને હાથ ધરવામાં આવેલ છે.જેમાં રાજ્ય નાં આર્થિક રીતે પછાત,નબળા અને અંતરિયાળ વિસ્તાર નાં લોકો ને રોજગારી કરવા માટે ધંધા નાં સાધનો આપવામાં આવે છે.આ યોજના થી ગરીબ પરિવારો નાં લોકો કે જેમને હસ્તકલા,હાથશાળ જેવા કારીગરી છે તેઓ ને મફત મા સાધનો આપી ને તેઓ તેમનો રોજગાર ચલાવી શકે છે અને પોતે આત્મનિર્ભર બની શકે છે.આ યોજના માં કુલ 27 પ્રકાર ના નાનામોટા ધંધા અને રોજગાર માટે સાધન સહાય આપવામાં આવે છે.જે આપડે આગળ જોઈશું.

આ પણ વાંચો: ઘરઘંટી સહાય યોજના 2022 | Flour Mill Sahay Yojana 2022

યોજના નું નામ : Manav Kalyan Yojana 2022
સહાય : કુલ 27 પ્રકાર ના નાનામોટા ધંધા અને રોજગાર માટે 5,000/- થી 50,000/- રૂપિયા સુધીની સાધન સહાય
રાજ્ય : ગુજરાત
ઉદ્દેશ : રાજ્ય નાં ગરીબ,પછાત અને BPL માં આવતા લોકો ને ધંધો વ્યવસાય મળી રહે અને તેઓ ખૂબ જ સારી રીતે જીવન જીવી શકે
લાભાર્થી : ગુજરાત રાજ્ય ના પછાત,ગરીબ,BPL અને છેવાડા નાં ગ્રામ્ય વિસ્તાર નાં તમામ લોકો
અરજી નો પ્રકાર : ઓનલાઈન
Official Website-1 : http://www.cottage.gujarat.gov.in/
Official Website-2 : https://e-kutir.gujarat.gov.in/

Manav Kalyan Yojana 2022- લાભ

આ યોજના અંતર્ગત રાજ્ય નાં અતિ ગરીબ અને BPL મા આવતા લોકો ને તેઓ નાં ધંધા અનુસાર અલગ અલગ પ્રકાર ની સાધન સામગ્રી જિલ્લા ગ્રામોદ્યોગ દ્વારા આપવામાં આવે છે.જેના માટે તેઓ ને આ યોજના માં અરજી કરવાની હોય છે.

Also Read : Tabela Loan Yojana 2022

ધંધા રોજગાર ની 27 પ્રકાર ના સાધનો નું લિસ્ટ

આ યોજના થી નબળા વર્ગ નાં લોકો આ ટૂલ કીટ મેળવી ને પોતે પોતાનો ધંધો આગળ લાવી શકે છે અને રોજગાર મેળવી શકે છે.તેથી અહીંયા Manav kalyan Yojana list આપેલ છે.


1 કડીયાકામ : રૂ.14500
2 સેન્ટીંગ કામ : રૂ.7000
3 વાહન સર્વિસીંગ અને રીપેરીંગ : રૂ.16000
4 મોચી કામ : રૂ.5450
5 ભરત કામ : રૂ.20500
6 દરજી કામ : રૂ.21500
7 કુંભારી કામ : રૂ.25000
8 વિવિધ પ્રકારની ફેરી : રૂ.13800
9 પ્લમ્બર : રૂ.12300
10 બ્યુટી પાર્લર : રૂ.11800
11 ઇલેક્ટ્રીક એપ્લાયંસીસ : રૂ.14000
12 ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ : રૂ.15000
13 સુથારી કામ : રૂ.9300
14 ધોબી કામ : રૂ.12500
15 સાવરણી સુપડા બનાવનાર : રૂ.11000
16 દુધ-દહીં વેચનાર : રૂ.10700
17 માછલી વેચનાર : રૂ.10600
18 પાપડ બનાવટ : રૂ.13000
19 અથાણાં બનાવટ : રૂ.12000
20 ગરમ, ઠંડાપીણાં, અલ્પાહાર વેચાણ : રૂ.15000
21 પંચર કીટ : રૂ.15000
22 ફલોરમીલ : રૂ.15000
23 મસાલા મીલ : રૂ.15000
24 રૂ ની દીવેટ બનાવવી (સખી મંડળની બહેનો) : રૂ.20000
25 મોબાઇલ રીપેરીંગ : રૂ.8600
26 પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ) : રૂ.48000
27 હેર કટીંગ (વાળંદ કામ) : રૂ.14000

Also Read : પશુ ખાણદાણ સહાય યોજના 2022

ટુલકીટ્સ બાબતે અગત્ય ની નોંધ

 • ટ્રેડ નંબર-24 માં રૂ ની દીવેટ બનાવવા માટે ટુલકીટ્સ ફક્ત સખી મંડળ ની બહેનો ને j આપવામાં આવશે. જે માટે નિયામકશ્રી,જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીએ લાભાર્થીઓ પસંદ કરવાના રહેશે. અને તે યાદી જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્રને પૂરી પાડવાની રહેશે.
 • ટ્રેડ નંબર-26 માં પેપર કપ અને ડીશ બનાવટ માટે ટુલકીટ્સ ફક્ત સખી મંડળ ની બહેનો ને આપવામાં આવશે.

Manav Kalyan Yojana – આવક મર્યાદા

અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.1,20,000/- અને શહેરી વિસ્‍તાર માટે રૂ.1,50,000/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.

Manav Kalyan Yojana માટેની પાત્રતા

કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ અને જિલ્લા ઉદ્યોગ દ્વારા આ તમામ યોજનાઓ ચલાવવામા આવે છે.જેમાં લાભાર્થી એ અરજી કરવા માટે અમુક પાત્રતા નક્કી કરેલ છે જે નીચે મુજબ ની છે.

 • માનવ કલ્યાણ યોજના નો લાભ મેળવવા માટે લાભાર્થી ની ઉંમર 16 થી 60 વર્ષ ની વચ્ચે હોવી જરૂરી છે.એટલે કે આ ઉંમર નાં લાભાર્થી ને આ યોજના નો લાભ મળવાપાત્ર રહેશે.
 • ગ્રામીણ વિસ્તારના લાભાર્થીઓ કે જેઓ ગરીબી રેખા (BPL) નીચે આવે છે.તેઓ નો જિલ્લા ગ્રામ વિકાસ દ્વારા પ્રકાશિત ગરીબી રેખા ની યાદી મા સમાવેશ થયેલ હોવો જોઈએ. 0 થી 16 નો સ્કોર ધરાવતાં લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી.
 • આ યોજના રાજ્ય નાં ગરીબ,પછાત અને છેવાડા નાં તમામ લોકો ને મળવાપાત્ર રહેશે.

Also Read : Kisan Parivahan Yojana 2022

Manav Kalyan Yojana – આધાર પુરાવા

આ યોજના નો લાભ લેવા માટે લાભાર્થી એ નિયત નમૂના માં અરજી કરવાની હોય છે.અને Online અરજી પણ કરી શકો છો.આ અરજી સાથે નીચે મુજબ ના આધાર પુરાવા રજૂ કરવાના હોઈ છે.

 • લાભાર્થી નું આધારકાર્ડ ની નકલ.
 • લાભાર્થી ની ચૂંટણીકાર્ડ ની નકલ.
 • લાભાર્થી નાં રેશનિંગ કાર્ડ નાં પ્રથમ અને બીજા પાના ની નકલ.
 • લાભાર્થી નો ઉંમર અંગે નાં આધાર પુરાવા.
 • લાભાર્થી નું જાતિ નું પ્રમાણપત્ર.
 • લાભાર્થી ગ્રામ્ય વિસ્તાર નાં હોઈ તો BPL નો દાખલો અને શહેરી વિસ્તાર નાં હોઈ તો સુવર્ણ કાર્ડ ની નકલ.
 • લાભાર્થી ની વાર્ષિક આવક નો દાખલો.
 • લાભાર્થી એ કોઈપણ ધંધા નો અનુભવ હોઈ તો તેનું પ્રમાણપત્ર.
 • લાભાર્થી નાં 2 પાસપોર્ટ સાઇઝ ના ફોટો.

મહત્વપૂર્ણ લિંક

Official Website : 1Click Here
Official Website : 2Click Here
HomePageClick Here

FAQ’s Of Manav Kalyan Yojana 2022

Manav Kalyan Yojana 2022 ક્યાં વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે ?
આ યોજના મુખત્વે કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ થકી ચલાવવામા આવે છે.

Manav Kalyan Yojana 2022 માં કોણે લાભ મળે છે ?
આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્ય ના પછાત,ગરીબ, ધંધાર્થી,ગ્રામ્ય વર્ગ,BPL મા આવતા તમામ લોકો ને આ યોજના માં લાભ મળે છે.

Manav Kalyan Yojana 2022 મા ક્યાં ધંધા માટે સહાય મળે છે ?
આ યોજના અંતર્ગત ટોટલ 27 પ્રકાર ના અલગ અલગ વ્યવસાય માટે સાધન સહાય આપવામાં આવે છે.

Manav Kalyan Yojana 2022 માં સાધન સહાય કેટલા રૂપિયા સુધી ની આપવામાં આવે છે ?
આ યોજના માં સાધન સહાય 5,000 રૂપિયા થી લઈ ને 50,000 રૂપિયા સુધી આપવામાં આવે છે.