લેપટોપ સહાય યોજના 2022 | Laptop Sahay Yojana 2022 : Read Now

લેપટોપ સહાય યોજના 2022. Gujarat Tribal Development Corporation દ્વારા  શિક્ષણ ક્ષેત્રને આગળ વધારવા માટે લેપટોપ સહાય યોજના ચાલુ કરવામાં આવી છે. હવે Laptop Sahay Yojana 2022| લેપટોપ સહાય યોજના 2022 સંબંધિત વિગતો મેળવીશું, જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકશો. આ માહિતીના માધ્યમથી લેપટોપ સહાય યોજના 2022 વિષે સંપૂર્ણ માહિતી જેવી કે આ યોજનાના શું શું લાભ છે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે?  તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

આ યોજના દ્વારા વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે. જેવા કે BBA, BCA, એન્જિનિરીંગ વગેરે જેવા અભ્યાશ કરતા વિદ્યાર્થીઓએ રાહત ના સમાચાર છે, કેમ કે ઘણા ગરીબનીચે આવતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા લેપટોપ સહાય આપવામાં આવી છે.

લેપટોપ સહાય યોજના 2022 | Laptop Sahay Yojana 2022

યોજનાનું નામ : લેપટોપ / કોમ્પ્યુટર મશીન સહાય યોજના
આર્ટિકલની ભાષા : ગુજરાતી
યોજનાનો ઉદ્દેશ : અનુસુચિત જનજાતિ(ST) ના લોકો કોમ્પ્યુટર કે લેપટોપ
સહાય યોજના દ્વારા આર્થિક મદદરૂપ થવાના હેતુથી લોન સહાય
લાભાર્થી : અનુસુચિત જનજાતિના નાગરિકો
અરજી કરવાનો પ્રકાર : ઓનલાઈન અરજી કરો
લોનની રકમ : કોમ્પ્યુટર/લેપટોપના મશીનની ખરીદી માટે રૂ.1,50,000/-
લોન પર વ્યાજદર : 4% વ્યાજદર
Official વેબસાઈટ : https://adijatinigam.gujarat.gov.in/

Also Read: સુકન્યા સમૃદ્ધિ યોજના 2022 | Sukanya Samriddhi Yojana 2022

લેપટોપ સહાય યોજના 2022 | Laptop Sahay Yojana 2022

લેપટોપ સહાય યોજના 2022 નો હેતુ

  • આ યોજના શરૂ કરવાનો હેતુ એ છે કે ગુજરાત રાજ્ય સરકાર તમને નવા લેપટોપની ખરીદી માટે 1,50,000 રૂપિયાની આર્થિક સહાય આપશે. આ રકમમાં લેપટોપ માટે 80% ના રૂપિયા સરકાર આપશે અને બાકીના 20% રૂપિયા વિધાર્થીને આપવાના રહશે. આ 1,50,000 ની રકમની મદદથી તમે ખૂબ જ સારું લેપટોપ ખરીદી શકો છો. હવે આ લેપટોપ 15000 થી શરૂ કરીને લગભગ 150000 રૂપિયા સુધીના છે.

વધુ વાંચો: Digital Gujarat Scholarship 2022 | ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2022

લેપટોપ સહાય યોજનાની વિશેષતા | Important of Laptop Sahay Yojana 2022

  1. આ યોજનામાં સરકાર દ્વારા 4%ના વ્યાજ સાથે લોન આપવામાં આવશે.
  2. તમારે લોનની રકમ 20 માસિક હપ્તામાં ચૂકવવી પડશે.
  3. જો તમે સમયસર હપ્તો ચૂકવ્યો નથી, તો તમને તમારા વ્યાજ પર 2.5 ટકા વ્યાજ દંડ મળશે.
  4. લેપટોપ સહાય યોજના એ ફક્ત Scheduled Tribe (ST) જ્ઞાતી વાળા લોકો ને જ આપવામાં આવે છે.
  5. લેપટોપ સહાય યોજના લાભાર્થી ને કુલ રકમ ના 80% ની લોન આપવામાં આવે છે.

આ પણ વાંચો:- New updates Ayushman Card Hospital List 2022 and Benefits

લેપટોપ સહાય યોજના પાત્રતા માપદંડ | Eligibility Criteria of Laptop Sahay Yojana

  1. અરજદાર ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
  2. આ યોજના માટે માત્ર ST અરજદાર જ અરજી કરી શકે છે.
  3. અરજદાર આદિજાતિનો છે તે અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
  4. લાભાર્થીની ઉંમર 18 વર્ષથી 55 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  5. અરજદાર કે તેના પરિવારમાંથી કોઈને સરકારી વિભાગમાં નોકરી ન હોવી જોઈએ.
  6. અરજદારની કુટુંબની વાર્ષિક આવક 120000/– તથા શહેરી વિસ્તાર માટે રૂપિયા 150000/– થી વધુ ન હોવી જોઈએ.
  7. લાભાર્થી પાસે કોમ્પ્યુટરની તાલીમ અંગેનું પ્રમાણપત્ર.
  8. કોમ્પ્યુટર વેચાણના સ્ટોરમાં અથવા કંપનીમાં / શોપીંગ મોલ / દુકાનમાં કામ કર્યાનો અનુભવનું પ્રમાણપત્ર.

વધુ વાંચો:- Sukanya Samriddhi Yojana 2022

કોમ્પ્યુટર લોન યોજના હેઠળ મળવાપાત્ર લાભ કેટલો હોય છે?

Adijati Vikas Vibhag દ્વારા એસ.ટી જ્ઞાતિના લોકોને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે. કોમ્પ્યુટર તથા લેપટોપ અને તેના વિવિધ મશીનો ખરીદવા માટે કુલ રૂપિયા 1,50,000/- સુધી લોન આપવામાં આવે છે. જેમાં લાભાર્થીએ કુલ ધિરાણના 10% લેખે લાભાર્થીએ ફાળો આપવાનો હોય છે.

દા.ત જો તમે 40,000 નું લેપટોપ ખરીદો છો તો તમને સરકાર 80% એટલે કે 32,000 રૂપિયા ની લોન આપશે અને અને બાકી 20% એટલે કે 8000 રૂપિયા વિધાર્થીને શુકવાના રહેશે.

વધુ વાંચો:- Seekho Aur Kamao scheme | શીખો અને કમાઓ યોજના 2022

લેપટોપ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ | Documents For Laptop Sahay Yojana 2022

  • આધાર કાર્ડની નકલ
  • અરજદારનો જાતિનો દાખલો (મદદનીશ કમીશ્નરશ્રી / મામલતદાર પ્રમાણીત) *
  • અરજદારે રજૂ કરેલ મિલકતનો પુરાવો (૭/૧૨ તથા ૮-અ અથવા મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ) (તાજેતરનો તથા બોજા વગરનો) *
  • જામીનદાર-૧ નો (૭/૧૨ તથા ૮-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ) *
  • જામીનદાર-૨ નો (૭/૧૨ તથા ૮-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ) *
  • ધંધાનાં સ્થળ તરીકે દુકાન પોતાની/ભાડાની હોય તો તેની વિગતો જો ભાડાની દુકાન હોય તો ભાડા કરાર
  • જામીનદાર-૧ નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
  • જામીનદાર-૨ નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
  • જામીનદારોએ રૂ. ૨૦/- ના સ્ટેમ્પ પેપર પર એફીડેવીટ કરેલ સોંગંદનામુ
  • રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ

Also Read: Pm Kisan Samman Nidhi Yojna 2022-23

લેપટોપ સહાય યોજના કઈ રીતે ચુકવવાની રહેશે?

ગુજરાત આદિજાતિ નિગમ દ્વારા Scheduled Tribe ને લેપટોપ સહાય આપવામાં આવે છે. જેના પર વાર્ષિક 4 % ના વ્યાજદર સાથે લોન મળશે.

  1. અરજદાર દ્વારા મેળવેલ લોનની પરત ચૂકવણી 20 ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સાથે ભરવાના રહેશે.
  2. અરજદાર દ્વારા મેળવેલ લોન પરત કરવામાં વિલંબિત થશે તો વધારાના 2 % દંડનીય વ્યાજ સાથે ચૂકવવાનું રહેશે.

લેપટોપ / કોમ્પ્યુટર સહાય યોજના શરતો અને પાત્રતા ભાગ-૧

  • લાભાર્થી ઇસમ ગુજરાતના અદિજાતિના હોવા જરૂરી છે. (મામલતદારશ્રી/સમાજ કલ્યાણ અધિકારી અથવા સક્ષમ અધિકારીશ્રીનો દાખલો રજુ કરવો.)ગ્રામ્ય વિસ્તાર માટે આવક મર્યાદા રૂ.૧,૨૦,૦૦૦/-તેમજ શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા રૂ.૧,૫૦,૦૦૦/-થી વધુ હોવી ન જોઇએ. અરજદારે રજૂ કરેલ પ્રમાણપત્ર સ્વ-પ્રમાણિત કરી રજૂ કરવાના રહેશે.
  • (લાભાર્થીની ઉંમર ૧૮ વર્ષથી ઓછી તથા ૫૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ.(આધારકાર્ડની નકલ ફરજિયાત રજૂ કરવાની રહેશે.)
  • લાભાર્થીએ જે હેતુ માટે (ધંધો/રોજગાર) ધિરાણની માંગણી કરેલ હોય તેની તાલીમ/અનુભવ અંગેનું આધારભૂત પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
  • લાભાર્થીએ જે હેતુ માટે ધીરાણની માંગણી કરેલ હશે તે હેતુ માટે જ લોનનો ઉપયોગ કરવાની રહેશે. લોન મંજુર થયેથી લોનની રકમના NSTFDC યોજના હેઠળ ૫% / સ્વરોજગારી યોજના હેઠળ ૧૦% લાભાર્થી ફાળો ભરવાનો રહેશે. તેમજ વાહન માટેના અરજદારોને કોર્પોરેશન દ્વારા નિયત કરેલ એજન્સી દ્વારા વાહન પુરા પાડવામાં આવશે, જો અરજદાર પોતાની પંસદગીનું વાહન મેળવવા ઇચ્છુક હોય તો લોન ઉપરાંતની રકમ લાભાર્થીએ ભરવાની રહેશે. અરજદાર જે વાહન મેળવવા માંગતા હોય તે માટે નિયત કરેલ વાહન ચલાવવા અંગેનું પાકું લાયસન્સ રજૂ કરવાનું રહેશે.
  • લાભાર્થીએ જે હેતુ માટે કોર્પોરેશનમાંથી ધીરાણ મેળવેલ હશે તે જ હેતુ માટે બેંક કે અન્ય નાણાંકીય પાસેથી ધીરાણ મેળવી શકશે નહીં. (તમામ યોજનાઓ માટે બેન્કનું છેલ્લા એક વર્ષનું સ્ટેટમેન્ટ રજૂ કરવાનું રહેશે.)
  • લાભાર્થી અગર તેઓના કુટુંબના કોઇ સભ્યોએ આ અથવા કોર્પોરેશનની કોઇ પણ યોજના હેઠ્ળ કોર્પોરેશનમાંથી લોન લીધી હોય અને તે અન્વયે કોઇ પણ રકમ બાકી હોય તેવા ઇસમો લોન લેવાને પાત્ર ગણાશે નહી.
  • અરજદારે લોન માટેનું અરજી ફોર્મ કોર્પોરેશનની વેબસાઇડ પરથી ઓનલાઇન ભરવાનું રહેશે.તથા અરજી મંજુર થયેથી જરૂરી દસ્તાવેજો જે-તે પ્રાયોજના કચેરીએ જમા કરાવવાના રહેશે.
  • ઉપરોક્ત વિગતે આવનાર અરજીની ચકાસણી કરી સંપુર્ણ વિગતો સહ પ્રાયોજના વહીટદારશ્રી/જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફતે મોકલવાની રહેશે.જરૂર જણાયે જે તે હેતુ માટે ધંધાનું સ્થળ,યોજનાની વિગત, મળવાપાત્ર સહાયની વિગત,લાભર્થીનો અનુભવ,વીજળી જોડાણ નો પુરાવો વગેરે પેટા માહિતી પણ અરજી સામે સામેલ કરવાની રહેશે.
  • કોર્પોરેશનની જાહેરાતમાં જણાવેલ રીક્ષા, ટ્રેકટર, ઇકો ગાડી, વાન જેવા વાહનની લોન લેવા માંગતા અરજદારોએ પાકુ લાયસન્સ ફરજિયાત ધરાવતા હોય તેવા અરજદારની લોન મંજૂર કરવામાં આવશે. કોઇપણ સંજોગોમાં કાચુ લાયસન્સ ચલાવી લેવામાં આવશે નહી.
  • વધુમાં અધૂરી વિગતોવાળી દરખાસ્ત કોઇ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહી. તે માટે ફરીથી પુર્તતા કરવામાં આવશે નહી.
  • અરજદારે જે તે એક જ હેતુ માટે લોન અરજી કરવાની રહેશે
  • અરજદારે માંગણી કરેલ લોન ફોર્મ વંચાણે લીધા બાદ જરૂરિયાત મુજબની વિગતો માં દર્શાવેલ ક્રમ-૧ થી ૮ તેમજ ક્રમ નં-૧૦ ની સંપૂર્ણ વિગતો અરજદારે ભરવાની રહેશે.
  • લાભાર્થીએ કોર્પોરેશનને નક્કી કરેલ અને નક્કી કરવામાં આવનાર તમામ શરતોનું પાલન કરવાનું રહેશે.
  • અરજદારે રજૂ કરેલ જામીનની વિગતો એક વાર રજૂ કર્યા પછી જામીન બદલી શકાશે નહી.

આ પણ વાંચો:- તબેલા લોન યોજના 2022 | Tabela Loan Yojana 2022

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

Laptop Sahay Yojana હેઠળ કેટલી લોન આપવામાં આવે છે?
ગુજરાતમાં આવેલા આદિજાતિ નિગમ દ્વારા લેપટોપ સહાય યોજના હેઠળ રૂપિયા 1.50 લાખ લોન આપવામાં આવે છે.

લેપટોપ સહાય યોજનાનો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા નક્કી થયેલી છે?
ગુજરાતના અનુસુચિત જનજાતિના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- તથા શહેરી વિસ્તાર માટે 1,50,000/- ની આવક ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ મળશે.

લેપટોપ સહાય યોજના લાભાર્થી ને શેની સહાયતા કરવા આવે છે?
લેપટોપ સહાય યોજના લાભાર્થી ને કુલ રકમ ના 80% ની લોન આપવામાં આવે છે.

કોમ્પ્યુટર(લેપટોપ) સહાય યોજનાનો લાભ કોણે આપવામાં આવે છે?
આદિજાતિ વિકાસ નિગમ,ગાંધીનગર ગુજરાતના મૂળ નાગરિક હોય અને આદિજાતિ(ST)ના નાગરિકોને આપવામાં આવે છે.

લેપટોપ સહાય યોજના હેલ્પલાઈન નંબર | સંપર્ક નંબર
હેલ્પલાઇન નંબર: (079)23257552

7 thoughts on “લેપટોપ સહાય યોજના 2022 | Laptop Sahay Yojana 2022 : Read Now”

Leave a Comment