કુંવરબાઈનું મામેરું યોજના 2022 | Kuvarbai Nu Mameru Yojana 2022 : Read Now

કુંવરબાઈનું મામેરું યોજના 2022 | Kuvarbai Nu Mameru Yojana 2022 : ગુજરાતમાં ગુજરાત સરકાર દ્વારા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. આજે આપણે કુંવરબાઈનું મામેરું યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, આમ તો ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ (Social Justice & Empowerment Department –SJED) દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમકે વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ લોન સહાય યોજના, ડોક્ટર આંબેડકર આવાસ યોજના, માનવ ગરીમા યોજના જેવી ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે.

ગુજરાત સરકાર દ્વારા દીકરી હોવાને ધ્યાનમાં લઈને કુંવરબાઈનું મામેરું યોજના શરૂ કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ ગુજરાત સરકારનો મુખ્ય હેતુ એવું છે કે ગુજરાતમાં રહેલી દીકરીઓને સામાજિક તેમજ આર્થિક વિકાસ થાય તે માટે ગુજરાત ની દીકરીઓ માટે ગુજરાત સરકારે ઘણી બધી યોજનાઓ બહાર પાડે છે તેમાંની આજે આપણે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી કુંવરબાઈનું મામેરું યોજના વિશેની વાત કરીશું. આ યોજના હેઠળ ગુજરાત સરકારે દીકરીઓ ને વિકાસ થઈ શકે તેમજ તેમની પ્રગતિ માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે.

આ પણ વાંચો: Silai Machine Yojana 2022

કુંવરબાઈનું મામેરું યોજના 2022 | Kuvarbai Nu Mameru Yojana 2022

Kuvarbai Nu Mameru Yojana 2022

ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દિકરીઓના કલ્યાણ માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચાલે છે. જેમાં કુંવરબાઈનું મામેરું યોજનાનો સમાવેશ થાય છે. આ લગ્ન સહાય યોજના દ્વારા ગરીબ પરિવારોને સિધી આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ રહેલો છે. Kuvarbai Nu Mameru Yojana માં લગ્ન કરેલી દીકરીઓને DBT (Direct Benefit Transfer) દ્વારા સીધી એમના બેંક ખાતામાં સહાય ચૂકવાય છે. કુંવરબાઈનું મામેરું યોજના એસ.સી વર્ગની કન્યાઓને, ઓ.બી.સી વર્ગની દીકરીઓને તથા આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્નકર્યા પછી લાભ આપવામાં આવે છે. આ યોજનામાં લાભાર્થી દીકરી દીઠ રૂપિયા 12000/- રૂપિયા જમા કરવામાં આવે છે.

Hightlights of Kuvarbai Nu Mameru Yojana

યોજનાનું નામ : Kuvarbai nu Mameru Yojana 2022
યોજનાનો હેતુ : રાજ્યમાં જરૂરિયાતમંદ દીકરીઓને લગ્ન બાદ નાણાંકીય આપવામાં આવે છે.
લાભાર્થી : ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવી કન્યાઓ તેવી કન્યાઓને 12,000 રૂપિયા સહાય
Official Website Link : https://esamajkalyan.gujarat.gov.in/

આ પણ વાંચો: ઘરઘંટી સહાય યોજના 2022 | Flour Mill Sahay Yojana 2022

Kuvarbai nu Mameru Yojana નો હેતુ

ગુજરાત સરકારને કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ ગુજરાતની દીકરીઓ અને તેમના લગ્ન દરમ્યાન બાર હજાર રૂપિયા સુધીની આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.
જો ગુજરાતમાં રહેલી દીકરીઓને લગ્નને તારીખ: 01/04/2021 પહેલા થયા હોય તો તે દીકરીઓને 10,000/- રૂપિયા મળવાપાત્ર થશે અને આ તારીખ પછી લગ્ન થયા હોય તે દીકરીઓ અને ગુજરાત સરકાર દ્વારા 12,000/- રૂપિયા આર્થિક રીતે સહાય મળવાપાત્ર થશે.

કુંવરબાઈનું મામેરું યોજના માટેની પાત્રતા

કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ માટે Social Justice & Empowerment Department –SJED દ્વારા પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.

  • લાભાર્થી ગુજરાત રાજ્યનો મૂળ વતની હોવો જોઈએ.
  • અરજદાર આર્થિક રીતે નબળા પરિવાર હોવો જોઈએ.
  • એક પરિવારમાં 2 પુખ્તવયની દિકરીના લગ્ન માટે kuvarbai nu mameru yojana Gujarat નો લાભ મળશે.
  • લાભાર્થીના પુન:લગ્નના કિસ્સામાં આ યોજના મળશે. વિધવા પુન:લગ્નના કિસ્સામાં પણ આ યોજનાનો લાભ મળશે.
  • કન્યાના લગ્ન બાદ 2 વર્ષની સમય મર્યાદામાં Kuvarbai Nu Mameru Form Online Apply કરવાનું રહેશે.
  • સાત ફેરા સમૂહલગ્ન આયોજિત કાર્યક્ર્મમાં ભાગ લેનાર દીકરીઓને કુંવરબાઈનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થાય.
  • સમાજના તથા અન્ય સમૂહલગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યાને સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.

આ પણ વાંચો: Divyang Bus Pass Yojana 2022

કુંવરબાઇ મામેરું યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ | Kuvarbai Nu Mameru Yojana Documents List in Gujarati

  • કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબ આપેલા બધા જ ડોક્યુમેન્ટ ની જરૂર પડશે આ ડોક્યુમેન્ટ તમે જુઓ ઓનલાઈન કે ઓફલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો તમે નીચે આપેલા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે.
  • કન્યાનેઆધાર કાર્ડ
  • કન્યાના પિતા નું આધાર
  • કન્યાનો જાતિનો દાખલો
  • કન્યાનું લિવિંગ સર્ટિફિકેટ અથવા તેમનો જન્મ નું પ્રમાણપત્ર
  • કન્યાના પિતા ના વાર્ષિક આવકનો દાખલો એટલે કે ઇન્કમ સર્ટિફિકેટ (Income Certificate)
  • કન્યા નું રહેઠાણના પુરાવા માટે નીચે આપેલામાંથી ગમે તે એક
  • રેશનકાર્ડ
  • લાઈટ બિલ
  • ચૂંટણી કાર્ડ
  • કન્યાના બેંકની પાસબુક
  • કન્યા નો પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • કન્યાની જાતિનું પ્રમાણપત્ર
  • વરરાજાનું જાતિનો દાખલો જે મામલતદાર પાસેથી મળશે
  • વરરાજા નું જન્મનું પ્રમાણપત્ર અથવા લિવિંગ સર્ટિફિકેટ
  • લગ્નની કંકોત્રી
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • વર અને કન્યા બંનેનો સંયુક્ત ફોટો

આ પણ વાંચો: Vahan Akasmat Sahay Yojana 2022

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

Kuvarbai Nu Mameru Yojana Income Limit

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા કુંવરબાઈ યોજનામાં વાર્ષિક આવકમર્યાદા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

વિસ્તાર આવક મર્યાદા
ગ્રામ્ય વિસ્તાર : 120000/-
શહેરી વિસ્તાર : 150000/-

How To Online Apply Kuvarbai Nu Mameru Yojana 2022

રાજ્યના છેવાડાના ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારના લોકો સરકારી કચેરી વારંવાર ન જવું પડે તેવા હેતુથી ઓનલાઈન પોર્ટલની સુવિધા ઉભી કરેલી છે. કુંવરબાઈનું મામેરૂ યોજનાનો નાગરિકોને લાભ આપવા માટે samaj kalyan portal બનાવેલ છે. આ પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. E Samaj Kalyan Gujarat Registration કેવી રીતે કરવું તેની step-by-step માહિતી મેળવીશું.

  1. સૌપ્રથમ Google Search માં જઈને ‘e samaj kalyan Portal’ ટાઈપ કરવાનું રહેશે.
    Google Search Result માં અધિકૃત વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ પર ક્લિક કરવાની રહેશે.
  2. ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર જો અગાઉ રજીસ્ટ્રેશન ન કરાવેલ હોય તો “New User? Please Register Here” જઈને Register ની પ્રક્રિયા કરવાની રહેશે.
    તમારું સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ ઈ સમાજ કલ્યાણ પોર્ટલમાં “Citizen Login” પર ક્લિક કરીને લાભાર્થીએ પોતાનું Personal Page ખોલવાનું રહેશે.
  3. લાભાર્થી દ્વારા જે જ્ઞાતિપ્રમાણે રજીસ્ટ્રેશન કરેલ હોય, તે મુજબ યોજનાઓ e samaj kalyan.gujarat.gov.in login બતાવતી હશે.
  4. જેમાં Kuvarbai Nu Mameru Yojana 2022 પર ક્લિક કરવાનું રહેશે.
  5. કુંવરબાઈનું મામેરુ યોજના ઓનલાઈન ફોર્મમાં જઈને જે પ્રમાણે માહિતી માંગેલી હોય તે પ્રમાણે ઓનલાઈન ભરવાની રહેશે.
  6. ઓનલાઈન ફોર્મમાં તમામ માહિતી ભર્યા બાદ સબમીટ કરવાની રહેશે.
  7. લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી Submit કર્યા બાદ એક અરજી નંબર આવશે. જે સાચવીને રાખવાનો રહેશે.
    ઓનલાઈન અરજીને આધારે Upload Document માં જઈને અસલ ડોક્યુમેન્‍ટ (Original Document) અપલોડ કરવાના રહેશે.
  8. તમામ માહિતી અને અસલ ડોક્યુમેન્‍ટ અપલોડ કર્યા બાદ Confirm Application કરવાનું રહેશે.
  9. છેલ્લે, અરજી કન્‍ફર્મ થયા બાદ અરજીની પ્રિન્‍ટ કાઢી લેવાની રહેશે

FAQs Of Kuvarbai Nu Mameru Yojana
Q: કુંવરબાઈનું મામેરું યોજનાનો કોણ લાભ લઇ શકે છે?
Ans: આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરનાર ગુજરાત ની દીકરી ના લગ્ન થઈ ગયેલા હોવા જોઈએ.
Q: કુંવરબાઈનું મામેરું યોજના ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?
Ans: https://esamajkalyan.gujarat.gov.in/
Q: કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ મળવાપાત્ર સહાય ટોટલ કેટલી છે?
Ans: 12,000/- અથવા 10,000/-
Q: કુંવરબાઈનું મામેરું યોજના લાભ કોને મળશે?
Ans: ગુજરાત ની દીકરીઓ ના લગ્ન પછી.

14 thoughts on “કુંવરબાઈનું મામેરું યોજના 2022 | Kuvarbai Nu Mameru Yojana 2022 : Read Now”

Leave a Comment