કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2022 | Kisan Credit Card Yojana 2022 : Read Now

Kisan Credit Card Yojana 2022 | કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2022 : આપણા દેશમાં ખેડૂતોને તેઓ કૃષિક્ષેત્રે આગળ આવી શકે તે હેતુથી સરકાર હંમેશા તત્પર રહે છે. જેના માટે સરકારશ્રી ખેડૂતલક્ષી યોજનાઓ સમય સમય પણ અમલમાં મૂકે છે. આજે આપણે આવી જ એક યોજના Kisan Credit Card Yojana 2022 વિશે વિગતવાર માહિતી મેળવવાના છીએ.

મિત્રો ગુજરાત સરકાર તો ખેડૂતો માટે ઘણા પ્રકારની યોજનાઓ શરૂ કરી છે. જેમાં કિસાન માનધન યોજના, પીએમ કિસાન સન્માન નિધિ યોજના, કિસાન વિકાસ પત્ર યોજના અને અન્ય ઘણી યોજનાઓ દ્વારા ખેડૂત ને લાભ આપવામા આવે છે.ગુજરાત સરકાર તો ખેડૂત લક્ષી યોજનાઓ માટે ikhedut Portal પણ બનાવેલ છે જેમાં કિસાનો તેમને લાગુ પડતી તમામ યોજનાઓ નાં ઓનલાઈન ફોર્મ ભરી શકે છે અને લાભ મેળવી શકે છે. આજના આ લેખમાં આપણે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વિશે માહિતી મેળવવાના છીએ કે જેમાં કિસાનોને 1.6 લાખ રૂપિયા ની લોન આપવામાં આવે છે. તો પ્રિય વાચકમિત્રો ચાલો આપણે આ યોજનાની વિગતવાર માહિતી મેળવીએ.

વધુ વાંચો : Vanbandhu Kalyan Yojana 2022

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2022 | Kisan Credit Card Yojana 2022
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2022 | Kisan Credit Card Yojana 2022

Kisan Credit Card Yojana 2022

આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત યોજના છે જેમાં દેશ નાં ખેડૂતો ને ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે.KCC યોજના માં કિસાનો ને 1,60,000/- રૂપિયા ની લોન આપવામાં આવે છે.આ યોજના માં ખેડૂતો ને ક્રેડિટ કાર્ડ દ્વારા તેઓ તેમના પાક નો વીમો પણ લઈ શકે છે.અને જો ખેડૂતો નો પાક નિષ્ફળ જાય તો તે આ કાર્ડ દ્વારા વળતર પણ મેળવી શેક છે.

હાલ પૂરા વિશ્વ માં કોરોના મહામારી નાં પગલે બધા દેશો ની સ્થિતિ ખોરવાઈ ગયેલ છે.જેનાથી આપડા દેશ માં કિસાનો ને આ કાર્ડ દ્વારા સહાય આપવામાં આવશે.જેનાથી સમગ્ર ભારતની અર્થવ્યવસ્થાને ભારે અસર થઈ છે. તેથી, લોકોને રાહત આપતા, RBI એ વ્યાજ લોન પર ત્રણ મહિના માટેના સમયની જાહેરાત કરી છે.અને જે ખેડૂતોએ કિસાન ક્રેડિટ કાર્ડ માટે લોન લીધી હતી તેમને પણ કોવિડ-19 હેઠળ રાહત આપવામાં આવશે. આ યોજના હેઠળ દૂધ ઉત્પાદક કંપનીઓના 1.5 કરોડ ખેડૂતોને ક્રેડિટ કાર્ડ મળશે.

યોજના નું નામ : કિસાન ક્રેડિટ કાર્ડ યોજના
સહાય : ખેડૂતો ને 3 લાખ રૂપિયા ની ક્રેડિટ લોન આપવામાં આવે છે
રાજ્ય : ભારત દેશ નાં તમામ રાજ્યો
ઉદ્દેશ : ખેડૂતોને નાણાકીય સુવિધાઓ પૂરી પાડવાનો
લાભાર્થી : દેશ નાં તમામ ખેડૂતો
અરજી નો પ્રકાર : ઓનલાઈન અને ઓફલાઈન
સંપર્ક : 1800 121 3468
Official Website : https://eseva.csccloud.in/KCC/

Also Read : સોલાર રૂફટોપ યોજના 2022 | Solar Rooftop Yojana 2022

Kisan Credit Card Yojana 2022 – લાભ

આ યોજના અંતર્ગત કિસાનો ને સરકાર તરફ થી 3 લાખ રૂપિયા ની લોન આપવામાં આવે છે. જેમાં કિસાનો ને આ લોન જો 1 લાખ કરતાં વધારે લેવી હોઈ તો તેમને પોતાની જમીન ને ગીરવે મૂકવી પડે છે.એટલે કે કિસાનો ને ટોટલ 3 લાખ રૂપિયા ની લોન મળે છે પણ જો તેઓ 1 લાખ કરતાં વધુ લોન લે છે તો તેઓ ને જમીન ગીરવે મૂકવી ફરજિયાત છે.

 • KCC યોજના માં કિસાનો ને 1,60,000/- ની લોન મળે છે.
 • આ લોન મળવા થી ખેડૂતો તેમની ખેતી ને વધુ ને વધુ સુધારી શકે છે.
 • આ યોજના અંતર્ગત કિસાનો ને 3 વર્ષ સુધી લોન લઈ શકે છે.

વધુ વાંચો : Namo Tablet Yojana 2022

Kisan Credit Card interest rate

આ લોન માં કિસાનો ને 3 લાખ રૂપિયા લોન પેટે આપવામાં આવે છે. જેનું વ્યાજ 7% નાં વાર્ષિક દરે હોઈ છે પરંતુ જો લાભાર્થી બેંક નાં નિયત સમય મર્યાદામાં માં વ્યાજ ચૂકવે છે તો તેઓ ને ફક્ત 4% જ વ્યાજ ચૂકવવું પડે છે.અને 3% વ્યાજ ની છૂટ મળે છે.

Kisan Credit Card Yojana – પાત્રતા

આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત યોજના છે.જેમાં દેશ નાં કિસાનો ને લોન ની ક્રેડિટ આપવામાં આવે છે. જેમાં નીચે મુજબ ની પાત્રતા ધરાવતા કિસાનો ને આ યોજના ની લાભ મેળવી શકે છે.

 • કિસાન લાભાર્થી ભારત દેશ નાં વતની હોવા જોઈએ.
 • કિસાન લાભાર્થી ની ઉંમર 18 થી 75 વર્ષ ની વચ્ચે હોવી જોઈએ.
 • આ યોજના માં જે લાભાર્થી ની ઉંમર 60 વર્ષ કરતા વધુ હોઈ તો તેઓ નું સહ અરજદાર હોવું જરૂરી છે.
 • કિસાન લાભાર્થી કે જેઓ ની પાસે જમીન છે તેઓ પાત્ર ગણાશે.
 • પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા તમામ કિસાનો.
 • જેઓ માછીમારી કરે છે તેઓ પણ આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
 • આ યોજના માટે જે ખેડૂતો બીજા ની જમીન વાવે છે એટલે કે ભાડા થી જમીન રાખે છે તેઓ પણ આ યોજના માટે પાત્ર ગણાશે.

વધુ વાંચો : ગાય સહાય યોજના 2022

Documents For Applying For The Kisan Credit Card Scheme

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છતા કિસાનો ને જો આ યોજના ની ઓનલાઈન અરજી કરવાની હોઈ તો નીચે મુજબના નાં ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના રહેશે.

 1. કિસાન લાભાર્થી પાસે આધારકાર્ડ હોવું જરૂરી છે.
 2. કિસાન લાભાર્થી પાસે ઓળખકાર્ડ તરીકે વીજબિલ કે ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જરૂરી છે.
 3. કિસાન લાભાર્થી પાસે પાનકાર્ડ હોવું જરૂરી છે.
 4. કિસાન લાભાર્થી પાસે જમીન હોવી જરૂરી છે.
 5. કિસાન લાભાર્થી પાસે જમીન નું 7/12 અને 8/અ હોવું જરૂરી છે.
 6. કિસાન લાભાર્થી પાસે મોબાઈલ નંબર હોવું જરૂરી છે.
 7. કિસાન લાભાર્થી પાસે બેંક પાસબુક ની નકલ હોવી જરૂરી છે.
 8. કિસાન લાભાર્થી પાસે 2 પાસપોર્ટ સાઇઝ ના ફોટો હોવા જરૂરી છે.

Also Read : Manav Kalyan Yojana 2022

Kisan Credit Card Yojana Online Apply

આ યોજના અંતર્ગત લાભાર્થી ખેડૂતો મુખ્યત્વે 2 પ્રકારે અરજી કરી શકે છે.જેમાં અહીંયા PM Kisan ની Official Website પર જઈ ને આપ અરજી કઈ રીતે કરશો તેની માહિતી અહીંયા આપવામાં આવેલ છે.જેમાં આપ PM Kisan ની વેબસાઇટ માં જઈ ને આ યોજના નું અરજી ફોર્મ ડાઉનલોડ કરી ને લાભાર્થી નું જે બેંક શાખા મા ખાતું હોઈ તે બેંક મા જઈ ને અરજી ફોર્મ પૂરેપૂરું ભરી ને જરૂરી આધાર પુરાવા જોડી ને બેંક મા જમાં કરાવવાનું હોઈ છે. વધું વિગતો નીચે આપેલ છે.

 • આ યોજના માં આપ PM Kisan ની Official Website પર જઈ ને અરજી કરી શકો છો.જેમાં આપે સૌપ્રથમ PM Kisan ની વેબસાઇટ પર જવાનું રહેશે.
 • જ્યાં હોમ પેજ પર જ “Download KCC Form” નો વિકલ્પ દેખાશે જ્યા તમારે ક્લિક કરવાનું રહેશે.
 • ત્યાં ક્લિક કર્યા બાદ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના નું અરજી પત્રક ખુલી જશે.જ્યા અરજી ફોર્મ ને Download કરવાનું રહેશે.
 • હવે અરજી પત્રક ની પ્રિન્ટ કાઢી ને અરજી પત્રક સંપૂર્ણ ભરી ને તેની સાથે માંગ્યા મુજબ ના તમામ ડોક્યુમન્ટ જોડી ને લાભાર્થી નું જે બેંક શાખા માં ખાતું હોઈ તે બેંક મા જઈ ને ત્યાં આ અરજી ફોર્મ આપવાનું રહેશે.

Kisan Credit Card Apply Online In SBI

આ યોજના અંતર્ગત આપ Direct SBI Bank ની Official Website પર જઈ ને પણ ઓનલાઈન અરજી કરી શકો છો.જેના માટે લાભાર્થી ખેડૂતોને ને પોતે પોતાના મોબાઈલ ફોન દ્વારા અથવા તો કમ્પ્યૂટર દ્વારા જ ઘરે બેઠા બેઠા જ ઓનલાઇન અરજી કરી શકે છે.જેમાં અરજી કરવાની સંપૂર્ણ માહિતી વિગતો અહીંયા આપવામાં આવેલ છે.SBI Kisan Credit Card મેળવવાં માટે નીચે વાંચો.

 • સૌપ્રથમ લાભાર્થી એ SBI Bank ની Official Website પર જવાનું રહેશે.
 • જ્યા વેબસાઈટ પર જ “Home” પેજ પર જ “ Agriculture And Rural” મેનુ મા જવાનું રહેશે.
 • જ્યા આપની સામે બીજા ઘણા બધા વિકલ્પો બતાવવા આવશે.જેમાં આપે “Kisan Credit Card Yojana” પર જવાનું રહેશે.
 • જ્યા પછી તમને અરજી ફોર્મની લિંક દેખાશે, તેના પર ક્લિક કરવાનું રહેશે. અરજી કરતા પહેલા તમારે તમામ માર્ગદર્શિકા વાંચવી આવશ્યક છે.
 • જ્યા હવે “Apply Online” પર જઈ ને અરજી કરવાની રહેશે, જ્યા અરજી ફોર્મ મા માંગવામાં આવેલ તમામ માહિતી ભરવાની રહેશે અને જરૂરી આધર પુરાવા ની પણ માહિતી ભરવાની રહેશે.માહિતી ભરતા પહેલા સંપૂર્ણ માહિતી ધ્યાન પૂર્વક ભરવાની રહેશે.નહિ તો આપનું અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ.
 • હવે છેલ્લે આપે “Sabmit” બટન પર ક્લિક કરવાનું રહેશે,જ્યા ક્લિક કર્યા બાદ આપને એક “ Application Reference Number” Generate થશે. જે નંબર ને લાભાર્થી એ સાચવી ને રાખવાનો રહેશે.જે ભવિષ્ય મા ઉપયોગ મા લેવાનો હોઈ છે.

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

Kisan Credit Card Bank List

અમે તમને નીચેની સૂચિમાં બેંકોના નામ જ્યાં તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે ઑનલાઇન લોન માટે અરજી કરી શકો છો.

 1. State Bank of India
 2. State Bank of Baroda
 3. ICICI Bank
 4. Punjab National Bank
 5. Axis Bank
 6. Allahabad Bank
 7. HDFC Bank
 8. Canara Bank
 9. Bank Of Maharashtra
 10. Andhra Bank

FAQ’S Of Kisan Credit Card Yojana 2022

Kisan Credit Card Yojana 2022 માં ખેડુતો ને કેટલી લોન આપવામાં આવે છે ?
KCC યોજના માં ખેડૂતો ને 3 લાખ રૂપિયા સુધી ની લોન આપવામાં આવે છે.

Kisan Credit Card Yojana 2022 મા લોન નું વ્યાજ કેટલુ હોઈ છે ?
આ યોજના માટે 3 લાખ રૂપિયા ની લોન નું વાર્ષિક વ્યાજ 4 % જ હોઈ છે.

Kisan Credit Card Yojana 2022 માટે ની સરકારી વેબસાઇટ કઈ છે ?
KCC યોજના માટે ની સરકારી વેબસાઇટ Pmkisan.gov.in છે.

Kisan Credit Card Yojana મા કોને લાભ આપવામાં આવે છે ?
આ યોજના માં દેશ નાં જે ખેડૂતો પાસે જમીન હોઈ છે તેવા તમામ ખેડૂતો ને લાભ આપવામા આવે છે.

Kisan Credit Card Yojana માં ઓનલાઈન અરજી કરવાની હોઈ છે કે ઓફલાઈન અરજી કરવાની હોઈ છે ?
આ યોજના નો લાભ લેવા માટે આપ આપને લાગુ પડતી બેંક ની Official Website પર જઈ ને ઓનલાઈન અરજી કરી શકો છો અને આપ તે બેંક મા રૂબરૂ જઈ ને તમારી અરજી ત્યાં બેંક નાં મેનેજર ઑફલાઈન પર આપી શકો છો

KCC યોજના મા ક્યાં પ્રકાર નો લાભ મળે છે ?
ખેડૂતો અને નાગરિકો KCC હેઠળ ધિરાણ સુવિધાઓ અને કૃષિ સંબંધિત તમામ પ્રકારની સુવિધાઓનો લાભ મેળવી શકે છે.

Kisan Credit Card Yojana માટે ની ઉંમર મર્યાદા શું હોઈ છે ?
આ યોજના નો લાભ લેવા માટે લાભાર્થી ખેડૂતોની ઉંમર 18 વર્ષ થી 75 વર્ષ ની વચ્ચે હોવી જોઈએ.

કઈ બેંક કિસાન ક્રેડિટ કાર્ડ આપે છે ?
દેશ ની લગભગ તમામ બેન્કો કિસાન ક્રેડિટ કાર્ડ આપે છે એટલે કે ખેડૂતો નું જે બેંક મા ખાતું હોઈ ત્યાંથી આ કાર્ડ મેળવી શકી છે.

1 thought on “કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2022 | Kisan Credit Card Yojana 2022 : Read Now”

Leave a Comment