કાચા મંડપ સહાય યોજના 2022 | Kacha Mandap Sahay Yojana 2022

Kacha Mandap Sahay Yojana 2022 | કાચા મંડપ સહાય યોજના 2022 : સરકાર દ્વારા ખેડૂતો માટે આવ્યા છે નવા સમાચાર હવે ખેડૂતોને સરકાર આપશે કાચા મંડપ જેથી ખેડૂતોને ટામેટા કાકડી, ઘીલોડા જેવા પાકો માટે મંડપ બાંધવા માં સહાય મળી રહે. ખેડૂતોને સરકાર તરફ થી ઘણી બધી યોજનાઓનો લાભ લેવા માટે અમારી વેબ સાઈટ પરથી તમે એ યોજનાઓ વિશે જાણી શકો છોઆપણા ગુજરાત રાજ્યમાં અન્ય પાકોની સાથે સાથે ખેડૂતો શાકભાજીના પાકોનું પણ વાવેતર ખુબ જ મોટા પ્રમાણમાં કરતા હોઈ છે. આ પાકોમાં ખાસ કરીને ટામેટા, મચા અને અન્ય વેલાવાળા શાકભાજીનું વાવેતર કરતા હોય છે.આવા વેલાવાળા શાકભાજીને સ્થિર ટકાવી રાખવા માટે મંડપ જેવી રચના કરવામાં આવતી હોય છે. આ મંડપની રચના કરવા માટે વાંસનો અથવા અને વૃક્ષની ડાળીઓ નો ઉપયોગ કરવામાં આવતો હોય છે.

આ પણ વાંચો : Divyang Sadhan Sahay Yojana

કાચા મંડપ સહાય યોજના 2022 | Kacha Mandap Sahay Yojana 2022

કાચા મંડપ સહાય યોજનાનો હેતુ

Krushi Sahay Yojana Gujarat દ્વારા બાગાયતી પાકોના વાવેતર વધારવા માટે સહાય આપવામાં આવે છે. જેમાં કાચા મંડપની જરૂરિયાત હોય તેવા શાકભાજીનું ઉત્પાદન ખેડૂતો કરી શકે તે હેતુથી આ યોજના ચલાવવામાં આવે છે

Kacha Mandap Sahay Yojana 2022 – Highlights

યોજનાનું નામ : કાચા મંડપ ટામેટા, મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ માટે સહાય યોજના
યોજનાનો ઉદ્દેશ : ટામેટા,મરચાં કે અન્ય શાકભાજીના વાવેતર માટે કાચા મંડપની સહાય યોજના
લાભાર્થી : ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂતો
મળવાપાત્ર સહાય : આ યોજનામાં સહાય જ્ઞાતિવાર અલગ-અલગ મળશે. જેમાં SC/ST જ્ઞાતિઓને ખર્ચના 75 ટકા મુજબ મહત્તમ રૂ. 39000/હેકટરની મર્યાદામાં સહાય મળશે. સામાન્ય ખેડૂતોને 50 ટકા મુજબ મહત્તમ રૂ. 26,000/હેકટરની મર્યાદામાં સહાય મળશે અને દેવીપૂજક જાતિના લોકોને ખર્ચના 90 ટકા મુજબ મહત્તમ રૂ. 46,800/હેકટરની મર્યાદામાં સહાયમાં સહાય મળશે.
અધિકૃત વેબસાઈટ : https://ikhedut.gujarat.gov.in/

આ પણ વાંચો : Divyang Bus Pass Yojana

કાચા મંડપ સહાય યોજનાનો લાભ

આ યોજના હેઠળ અનુ સૂચિત જાતી/જન-જાતીના ખેડૂતોને ૭૫% મુજબ મહતમ ૩૯,૦૦૦/હેક્ટર, સામાન્ય જનરલ વર્ગમાં આવતા ખેડૂતોને ૫૦% મુજબ મહતમ રૂ. ૨૬,૦૦૦/હેક્ટર મળશે., દેવીપુજક લાભાર્થીને ખર્ચના ૯૦% મુજબ મહતમ રૂ. ૪૬,૮૦૦/હેક્ટર ની મર્યાદામાં સહાય મળશે

કાચા મંડપ ટામેટા/મરચા અને સામાન્ય શાકભાજીના ટ્રેલીઝ ની પાત્રતા

ગુજરાત સરકારના બાગાયતી વિભાગ દ્વારા કાચા મંડપ ટામેટા,મરચા અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ માટે કેટલીક પાત્રતા નક્કી કરેલ છે. જે નીચે મુજબની છે.

 • કાચા મંડપ માટે લાકડા/વાંસના ટેકા (૧૬૦૦ નંગ/હેક્ટર) GI વાયર (12-૧૮) ગેજ, ૪૦૦ કી.ગ્રા/હેક્ટર નો ઉપયોગ કરવાનો રહેશે. અંતર ૨.૫૦ * ૨.૫૦ મી પ્રમાણે ખાતા દીઠ વધુમાં વધુ ૨ હેક્ટર ની મર્યાદામાં મળવાપાત્ર રહેશે.
 • આ યોજનાનો લાભ તમામ જ્ઞાતિના ખેડૂતોને મળશે જે શાકભાજીનું વાવેતર કરતા હોય
 • યોજનાનો લાભ મેળવનાર ખેડૂત ગુજરાત રાજ્યનો વાતની હોવો જોઈએ.
 • લાભાર્થી ખેડૂત પોતાની માલિકીની જમીન ધરાવતો હોવો જોઈએ.

કાચા મંડપ સહાય યોજના ૨૦૨૨ ઓનલાઇન રેજિસ્ટ્રેશન પ્રોસેસ

કાચા મંડપ ટામેટા,મરચા અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ સબસીડી યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો એ નજીક ની તાલુકા કચેરીએ થી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહશે અથવા ઘરે બેઠા પણ ઓનલાઈન અરજી કરી શકશે.

 • ઓનલાઈન અરજી કરવા માટે google પર I Khedut Portal લખીને સર્ચ કરો.
 • ત્યાર બાદ સ્ક્રિન પર તમને I Khedut Portal Official વેબસાઈટ જોવા મળશે તેના પર ક્લિક કરો.
 • હવે I Khedut portal official પર “યોજનાઓ” લખેલ હશે તેના પર ક્લિક કરો.
 • અહી ક્લિક કર્યા બાદ તમને સ્ક્રિન પર “બાગાયતી યોજનઓ” લખેલ હશે તેના પર ક્લિક કરો.
 • “બાગાયતી યોજનાઓ” પર ક્લિક કાર્ય બાદ તેમાં “કાચા મંડપ ટામેટા/મરચા અને અન્ય શાકભાજી ટ્રેલીઝ” માં “અરજી કરો” પર ક્લિક કરો.
 • ક્લિક કર્યા બાદ તમારી સમ્ક્ષ એક અરજી ફોર્મ આવશે તેમાં માગ્યા મુજબની માહિતી ભરી ને તે ફોર્મ સબમિટ કરી દો.
 • આ અરજી ફોર્મ ની પ્રિન્ટ કાઢી ને તે અરજી ફોર્મ પર આપેલ અડ્રેસ્સ પર જરૂરી ડોક્યુમેન્ટની સાથે જમા કરવાના રહશે

કાચા મંડપ સહાય યોજનાનો લાભ લેવા માટેના આધાર પુરાવા

Kacha Mandap Sahay Yojana ના ઓનલાઈન ફોર્મ I khedut portal પરથી ભરવાના રહેશે જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જરૂર પડશે.

 • ખેડૂતની 7/12 ની જમીનની નકલ (Anyror Gujarat પરથી ડાઉનલોડ કરો)
 • આધારકાર્ડની નકલ (Download Aadhar Card)
 • જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
 • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
 • રેશનકાર્ડની નકલ (Ration Card)
 • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
 • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
 • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
 • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
 • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
 • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
 • મોબાઈલ નંબર

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

FAQ’s Kacha Mandap Sahay Yojana

કાચા મંડપ ટામેટા, મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ માટે સહાય યોજના ક્યા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?
ગુજરાતના કૃષિ અને સહકાર વિભાગ હેઠળ કાર્યરત બાગાયતિ વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે.

Kacha Mandap Sahay Yojana 2022 માં કેટલો લાભ મળે?
આ યોજનામાં સહાય જ્ઞાતિવાર અલગ-અલગ મળશે. સામાન્ય ખેડૂતોને 50 ટકા મુજબ મહત્તમ રૂ. 26,000/હેકટરની મર્યાદામાં સહાય મળશે. જ્યારે SC/ST જ્ઞાતિઓને ખર્ચના 75 ટકા મુજબ મહત્તમ રૂ. 39000/હેકટરની મર્યાદામાં સહાય મળશે. અને દેવીપૂજક જાતિના લોકોને ખર્ચના 90 ટકા મુજબ મહત્તમ રૂ. 46,800/હેકટરની મર્યાદામાં સહાયમાં સહાય મળશે.

આ યોજનાનો ઉદ્દેશ શું છે?
કાચા મંડપની જરૂરિયાત હોય તેવા શાકભાજીનું ઉત્પાદન ખેડૂતો કરી શકે તે હેતુથી આ યોજના ચલાવવામાં આવે છે.

Kacha Mandap Sahay Yojana 2022 નો લાભ લેવા માટે કેવી રીતે અરજી કરવાની રહેશે?
ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે Ikhedut Portal પરથી Online Application કરવાની રહેશે.

1 thought on “કાચા મંડપ સહાય યોજના 2022 | Kacha Mandap Sahay Yojana 2022”

Leave a Comment