ભારતીય આર્મી અગ્નિવીર ભરતી રેલી 2022 | Indian Army Agniveer Recruitment Rally 2022 : Apply Now

Indian Army Agniveer Recruitment Rally 2022 | ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી 2022: ઘણા મિત્રો લાંબા સમયથી આર્મી ભરતીની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આખરે ઇન્ડિયન આર્મી દ્વારા ગુજરાતમાં અગ્નિવીર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 8, ધોરણ 10 અને ધોરણ 12 પાસ ઉમેદવાર આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે.

અગ્નિવીર શું છે? ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતીમાં પણ ફોર્મ ભરી શકે છે? ભરવા માટે શું લાયકાત જોઈએ? કયા જિલ્લા વાળા મિત્રો અગ્નિવીર ભરતીમાં ફોર્મ ભરી શકશે? તથા અગ્નિ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી અહીં આપેલ છે.

વધુ વાંચો : Construction of Water Tanks for Drip Irrigation Scheme

ભારતીય આર્મી અગ્નિવીર ભરતી રેલી 2022 | Indian Army Agniveer Recruitment Rally 2022

અગ્નિવીર શું છે?

ભારત સરકાર દ્વારા 2022 માં અગ્નિવીર યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ઉમેદવાર ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન એરફોર્સમાં સેવા આપી શકે છે. આ ભરતી આર્મી એક્ટ 1950 આધારિત કરવામાં આવશે. ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતીમાં પાસ થયેલ ઉમેદવાર ચાર વર્ષ સુધી સેવા આપી શકે છે. ત્યારબાદ ભરતીના 25% ઉમેદવારોને કાયમી કરી દેવામાં આવશે, જ્યારે બાકીના ઉમેદવારને કોઈ પેન્શન મળવા પાત્ર નથી.

અગ્નિપથ યોજના હેઠળ સેવા દરમિયાન અગ્નીવીરને રૂ. ૪૮ લાખનો વીમો તથા સેવાનીધી પેકેજ રૂ. ૧૧ લાખ પણ મળવાપાત્ર છે. દુર્ભાગ્યે, અગ્નિવીર સેવા દરમિયાન શહીદ થાય છે, તો શહીદના પરિવારને રૂ. 1 કરોડ સુધી મળવાપાત્ર છે.

ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી 2022

ભરતીનું નામ : ઈન્ડીયન આર્મી અગ્નિવીર ભરતી
ભરતી મેળાનું સ્થળ : અમદાવાદ અને જામનગર
ભરતી માટે લાયકાત : ધોરણ 8, ધોરણ 10 અને ધોરણ 12 પાસ
ફોર્મ ભરવાના શરુ : 5 ઓગસ્ટ 2022
ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ : 3 સપ્ટેમ્બર 2022
ફોર્મ ભરવાનો મોડ : ઓનલાઈન

અમદાવાદ આર્મી ભરતી મેળો 2022

ભરતી મેળાનું નામ : અમદાવાદ આર્મી ભરતી મેળો 2022
ફોર્મ ભરવાની તારીખ : 5 ઓગસ્ટ 2022 થી 3 સપ્ટેમ્બર 2022
આર્મી રેલીની તારીખ : 15 ઓક્ટોબર 2022 થી 08 નવેમ્બર 2022
રેલીમાં સમાવિષ્ઠ જિલ્લાનું નામ : અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, મહીસાગર, નર્મદા, નવસારી, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, તાપી, વડોદરા, વલસાડ, દમણ દાદરા & નગરહવેલી

જામનગર આર્મી ભરતી મેળો 2022

ભરતી મેળાનું નામ : જામનગર આર્મી ભરતી મેળો 2022
ફોર્મ ભરવાની તારીખ : 5 ઓગસ્ટ 2022 થી 3 સપ્ટેમ્બર 2022
આર્મી રેલીની તારીખ : 20 ઓક્ટોબર 2022 થી 12 નવેમ્બર 2022
રેલીમાં સમાવિષ્ઠ જિલ્લાનું નામ : રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ, ગીર સોમનાથ, બોટાદ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પાટણ, દીવ

વધુ વાંચો : Indira Gandhi National Old Age Pension Scheme

અગ્નિવીર ભરતી માટે લાયકાત

જો તમે ઇન્ડીયન આર્મી અગ્નિવીર રેલીમાં ફોર્મ ભરવા માંગતા હોયતો નીચેની લાયકાત ધરાવતા હોવા જોઈએ.

અગ્નિવીર માટે શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામલાયકાત
અગ્નિવીર જનરલ ડ્યુટીધોરણ : 10 માં 45 % સાથે પાસ
અગ્નિવીર ટેક્નિશિયનધોરણ : 12 સાયન્સ પાસ ફિઝીક્સ, કેમેસ્ટ્રી,ગણિત અને અગ્રેજી વિષય ફરજિયાત  (40 % બધા વિષયમાં)
અગ્નિવીર ટ્રેડ્સ મેન (10 પાસ)ધો. 10 પાસ (બધા વિષયમાં 33 માર્કસ)
અગ્નિવીર ક્લાર્ક/સ્ટોર કીપર ટેકનિકલ12 પાસ (આર્ટ્સ/કોમર્સ/સાયન્સ) 50 % સાથે અંગ્રેજી/ગણિત/એકાઉન્ટ વિષય ફરજિયાત
અગ્નિવીર ટ્રેડ્સ મેન (8 પાસ)ધો. 8 પાસ (બધા વિષયમાં 33 માર્કસ)

વધુ વાંચો : સરગવાની ખેતીમાં સહાય યોજના

અગ્નિવીર ભરતી માટે ઉંમર અને જન્મતારીખ

 • ઉમરવર્ષ : 17.5 વર્ષ થી 23 વર્ષ
 • જન્મતારીખ : 01 ઓક્ટોબર 1999 થી 01 એપ્રિલ 2005

ઇન્ડિયન આર્મી માટે છાતી, વજન અને ઉંચાઈ

પોસ્ટનું નામવજનઊંચાઈછાતી
અગ્નિવીર જનરલ ડ્યુટી168 સેમીઓછામાં ઓછુ 50 કિલોગ્રામ77 સેમી (+ 5 સેમી ફૂલેલી)
અગ્નિવીર ટેક્નિશિયન167 સેમીઓછામાં ઓછુ 50 કિલોગ્રામ76 સેમી (+ 5 સેમી ફૂલેલી)
અગ્નિવીર ક્લાર્ક/સ્ટોર કીપર ટેકનિકલ162 સેમીઓછામાં ઓછુ 50 કિલોગ્રામ77 સેમી (+ 5 સેમી ફૂલેલી)
અગ્નિવીર ટ્રેડ્સ મેન (10 પાસ)168 સેમીઓછામાં ઓછુ 50 કિલોગ્રામ76 સેમી (+ 5 સેમી ફૂલેલી)
અગ્નિવીર ટ્રેડ્સ મેન (8 પાસ)168 સેમીઓછામાં ઓછુ 50 કિલોગ્રામ76 સેમી (+ 5 સેમી ફૂલેલી)

અગ્નિવીર માટે દોડ અને શારીરિક કસોટી

1600 મીટર દોડબીમ (પુલ અપ્સ)
સમયગુણપુલ અપ્સગુણ
5 મિનિટ 30 સેકન્ડ સુધી601040
5 મિનિટ 31 સેકન્ડથી
5
મિનિટ 45 સેકન્ડ
480933
0827
0721
0616
9 ફીટ ડીચ અને ઝિગઝેગ બેલેન્સ

ચલણ

ફોર્મ ભરવા માટે કોઇપણ ઉમેદવારે કોઈ ફી (ચલણ) ભરવાની જરૂર નથી.

અગ્નિવીર પગાર ધોરણ

અગ્નિવીર ભરતીમાં પાસ થયેલ ઉમેદવારોને નીચે મુજબનો પગાર આપવામાં આવશે:

વર્ષમૂળભૂત પગારકપાતમાસિક પગારકુલ રકમ
પ્રથમ વર્ષ30,000બીજું વર્ષ21,0002,52,000
બીજું વર્ષ33,0009,90023,1002,77,200
ત્રીજું વર્ષ36,50010,95025,5803,06,960
ચોથું વર્ષ40,00012,00028,0003,36,000

અગ્નિવીર તરીકે ચાર વર્ષ પૂર્ણ કર્યા બાદ નીચે મુજબની રકમ મળવાપાત્ર છે:

સમય અવધિકુલ રકમ
ચાર વર્ષ માટે કુલ પગારરૂ. 11,72,160
ચાર વર્ષ માટે કુલ બચતરૂ. 5.02 લાખ
સરકાર દ્વારા ચાર વર્ષમાં કરવામાં આવેલ કુલ યોગદાન વ્યાજ સહિતરૂ. 5.02 લાખ
કુલ રકમરૂ. 23,43,160

ઇન્ડિયન આર્મીમાં ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

 • ધોરણ 8, 10 કે 12ની માર્કસશીટ (પોસ્ટ મુજબ)
 • જાતિનો દાખલો
 • નોન ક્રિમિલેયર (ફક્ત OBC માટે)
 • EWS સર્ટિ (ફક્ત General માટે)
 • આધારકાર્ડ
 • ફોટો અને સહી
 • મોબાઇલ નંબર (સાથે હોય તેવો)
 • ઈ-મેઈલ ID (ફોનમાં લૉગિન હોય તે જ)

ઇન્ડીયન આર્મી અગ્નિવીર ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવું?

 • સૌપ્રથમ, ઇન્ડીયન આર્મીની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ.
 • ત્યારબાદ, નવું રજીસ્ટ્રેશન અથવા લોગીન કરો.
 • તમારા એકાઉન્ટમાં લોગીન થયા બાદ જેતે પોસ્ટ માટેનું ફોર્મ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
 • ફોર્મ ભરી લીધા બાદ ફોર્મની પ્રિન્ટ કાઢી તમારી પાસે સાચવી રાખો.

અગ્નિવીર આર્મીના ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાનમાં લેવાની સૂચનાઓ

 • જો તમે અગાઉ કોઈ પણ આર્મીની ભરતી માં ફોર્મ ભરાવેલ હોય તો તે જ ઇમેઇલ આઇડી ઉપર ફોર્મ ભરી શકાશે.
 • તમારું આધારકાર્ડમાં નામ ધો. 10ની માર્કશીટના નામ પ્રમાણે જ હોવું જોઈએ.( દા. તરીકે જો માર્કશીટમાં અટક આગળ હોય તો આધારકાર્ડ માં પણ ફરજીયાત આગળ હોવી જોઈએ અને કોઈ પણ શબ્દ ની ભૂલ ના હોવી જોઈએ, જો આધારકાર્ડમાં ભૂલ હોય તો આજે જ આધારકાર્ડ અપડેટ કરવી દેવું)
 • જ્યાં સુધી આધારકાર્ડ માં સુધારો ના થઈ જાય ત્યાં સુધી તમારું ફોર્મ ભરાવવું નહિ.
 • પાસપોર્ટ સાઈઝ નો ફોટો નવો કલરીગ વાઇટ બેકગ્રાઉન્ડ અને નીચે તારીખવાળો હોવો જોઈએ. (3 મહિનાથી જુનો ન હોવો જોઈએ)
 • ફોર્મમાં તમારી ઇમેઇલ આઇડી અને મોબાઈલ નંબર ચાલુ હોય તેજ આપવો.

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

FAQ’s of Indian Army Agniveer Recruitment Rally 2022

અગ્નિવીર બનવા માટે શૈક્ષણિક લાયકાત શું છે?
અગ્નિવીર બનવા માટે ઓછામાં ઓછું ધોરણ 8 પાસ હોવું જોઈએ.

અગ્નિવીર આર્મી ભરતી રેલીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
3 સપ્ટેમ્બર 2022

અમદાવાદ આર્મી ભરતી મેળો ક્યારે યોજાશે?
15 ઓક્ટોબર 2022 થી 08 નવેમ્બર 2022

જામનગર આર્મી રેલી ક્યારે યોજાશે?
20 ઓક્ટોબર 2022 થી 12 નવેમ્બર 2022

આર્મી રેલીમાં પાસ થવા માટે કેટલું વજન હોવું જોઈએ?
ઓછામાં ઓછું 50 Kg

Leave a Comment