જાણો તમારા આઈડી પર કેટલાં સિમ એક્ટિવ છે ? | How Many SIM Active On Your ID ? : Check Now

How Many SIM Active On Your ID ? | તમારા ID પર કેટલાં સિમ એક્ટિવ છે ? : ટેલિકોમ વિભાગે સિમ કાર્ડ યુઝર્સ માટે નવું નોટિફિકેશન જાહેર કર્યું છે. તમે ભલે એક કે બે સિમ કાર્ડનો ઉપયોગ કરતા હો, પરંતુ શું તમને ખબર છે કે તમારા IDથી કેટલા સિમ રજિસ્ટર્ડ છે? આ સવાલનો જવાબ તમને નથી ખબર તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. હવે તમે ઓનલાઇન જાણી શકો છો કે તમારા ID પર કેટલાં સિમ એક્ટિવ છે ? તમારા નામે બીજા કોણ સિમ વાપરે છે ?

તમે ભલે એક કે બે સિમ કાર્ડનો ઉપયોગ કરતા હો, પરંતુ શું તમને ખબર છે કે તમારા IDથી કેટલા સિમ રજિસ્ટર્ડ છે? આ સવાલનો જવાબ તમને નથી ખબર તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ટેલિકોમ વિભાગના નવા નિયમ પ્રમાણે એક ID પર 9 જ સિમ એક્ટિવેટ કરી શકાશે. જમ્મુ-કાશ્મીર, આસામ સહિત ઉત્તર-પૂર્વનાં રાજ્યો માટે આ લિમિટ 6 સિમની છે. 9થી વધારે સિમ તમારા નામે રજિસ્ટર્ડ હોય તો તમારે KYC કરવું જરૂરી છે. સિમ વેરિફાય થયેલું નહિ હોય તો એ ડિએક્ટિવ થઈ જશે.

વધુ વાંચો : GAIL Recruitment

જાણો તમારા આઈડી પર કેટલાં સિમ એક્ટિવ છે ? | How Many SIM Active On Your ID ?
જાણો તમારા આઈડી પર કેટલાં સિમ એક્ટિવ છે ? | How Many SIM Active On Your ID ?

ટેલિકોમ વિભાગે 7 ડિસેમ્બરે નોટિફિકેશન જાહેર કર્યું છે. એ મુજબ ગ્રાહકોને સિમ વેરિફાય કરવા માટે 60 દિવસનો સમય મળશે. ઈન્ટરનેશનલ રોમિંગ યુઝર્સ, બીમાર અને વિકલાંગ ગ્રાહકોને વધારે 30 દિવસનો સમય મળશે. નવું નોટિફિકેશન જાહેર થયા બાદ જો તમે એ જાણવા માગતા હો કે તમારા IDથી કેટલાં સિમ રજિસ્ટર્ડ છે તો અમે તમને એની પ્રોસેસ જણાવીશું

How Many SIM Active On Your ID ?

તમારા નામે રજિસ્ટર્ડ એવું સિમ એક્ટિવ છે, જેનો ઉપયોગ તમે ન કરી રહ્યા તો તમારે નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. આ સિમ કાર્ડનો ઉપયોગ ગેરકાયદે એક્ટિવિટી માટે કરવામાં આવે તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

તમારા ID પર કેટલાં સિમ એક્ટિવ છે ? તમારા નામે બીજા કોણ સિમ વાપરે છે ? કેવી રીતે ચેક કરવું ?

  • સૌપ્રથમ tafcop.dgtelecom.gov.in પોર્ટલ ઓપન કરો.
  • અહીં બોક્સમાં મોબાઈલ નંબર અને OTPથી લોગ-ઈન કરો.
  • તમારા IDથી એક્ટિવ સિમ કાર્ડના તમામ મોબાઈલ નંબરનું તમને લિસ્ટ જોવા મળશે.
  • આ લિસ્ટમાં કોઈ એવો નંબર છે, જે તમારી જાણ બહારનો છે તો એને તમે રિપોર્ટ કરી શકો છો.
  • એના માટે નંબર સિલેક્ટ કરી ‘This is not my number’ સિલેક્ટ કરો.
  • ઉપરના બોક્સમાં આપેલા IDમાં લખેલું નામ સબમિટ કરો.
  • હવે નીચે આપેલા Report બોક્સ પર ક્લિક કરો.
  • ફરિયાદ કર્યા બાદ એક ટિકિટ ID રેફરન્સ નંબર પણ મળશે.
  • આ રીતે તમે જાણી શકો છો.

વધુ વાંચો : Teaching Recruitment in Ashramshala

આ રીતે રજિસ્ટર્ડ સિમની સંખ્યા જાણો

ટેલિકોમ વિભાગે TAFCOP (ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન)એ પોર્ટલ તૈયાર કર્યું છે. tafcop.dgtelecom.gov.in પોર્ટલ પર દેશમાં એક્ટિવ મોબાઈલ નંબરનો ડેટાબેઝ અપલોડ થયેલો છે. પોર્ટલના માધ્યમથી સ્પૅમ અને ફ્રોડ કોલ્સ કન્ટ્રોલ કરી શકાય છે. તમારા નામે કેટલાં સિમ કાર્ડ એક્ટિવ છે એ માત્ર 30 સેકન્ડમાં જાણી શકો છો…

વધુ વાંચો : SMC Recruitment

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

Leave a Comment