21 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 | 21 July Gujarat Gyan Guru Quiz Competition Questions 2022

21 July Gujarat Gyan Guru Quiz Competition Questions 2022 | 21 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો : ગુજરાત સરકાર દ્વારા ભારતની 75મી આઝાદી વર્ષ નિમિત્તે ગુજરાત સરકારે દેશમાં સૌથી મોટી ક્વિઝ શરૂ કરવામાં આવેલી છે તે ક્વિઝ નું નામ છે, જ્ઞાન ગુરુ ક્વિઝ અથવા તે G3Q ના નામે પણ ઓળખવામાં આવે છે. આ ક્વિઝમાં દર શનિવારે પૂરા અઠવાડિયામાં રમાતી રમતનું પરિણામ જાહેર કરવામાં આવે છે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ અથવા G3Q એ દર અઠવાડિયે રવિવાર થી શરૂ થઈને શુક્રવાર સુધી રમવામાં આવે છે અને ત્યારબાદ દર શનિવારે ગુજરાત સરકાર દ્વારા જ્ઞાનગુરુ ક્વિઝ નું પરિણામ જાહેર કરવામાં આવે છે.

Also Read : Gujarat Stem Quiz 2022

21 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 | 21 July Gujarat Gyan Guru Quiz Competition Questions 2022
21 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 | 21 July Gujarat Gyan Guru Quiz Competition Questions 2022

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે

Gyan Guru Quiz Competition | Gujarat Gyan Guru Quiz Competition Questions 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો | જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો | Quiz Competition Questions | Quiz Competition | Gyan Guru Quiz Competition |21 July Gujarat Gyan Guru Quiz Competition Questions 2022 | 21 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 |21 July Gujarat Gyan Guru Quiz | Quiz Bank | 21 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો

Gujarat Gyan Guru Quiz Competition Questions 2022 – Highlights

આર્ટિકલનું નામ : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 21/07/2022 ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્ર જીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગ : શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? : રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? : રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
રજીસ્ટ્રેશન : ઓનલાઇન
સત્તાવાર વેબસાઈટ : https://g3q.co.in/

Also Read : Gujarat Gyanguru Quiz Competition

21 July Gujarat Gyan Guru Quiz Competition Questions

ગુજરાત સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિત્તે એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ક્વિઝ સ્પર્ધામાં 25 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો ભાગ લઈ, 25 કરોડ રૂપિયા સુધીના ઈનામો જીતી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા ઓનલાઈન રહેશે. આ આર્ટિકલમાં ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ અંગેની સંપૂર્ણ માહિતી આપેલ છે. જેવી કે, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?, આ સ્પર્ધામાં કઈ રીતે ભાગ લેવો?, આ ક્વિઝ માટે કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું?, આ સ્પર્ધામાં ભાગ લેનાર કઈ રીતે ઈનામ જીતી શકે છે? વગેરે.

Also Read : Education Loan Yojana

Gujarat Gyan Guru Quiz Competition 21/07/2022 Quiz Bank Questions No. 1 To 125

 1. કયા કાર્ડથી ખેડૂતો પોતાની જમીન માટે શ્રેષ્ઠ પાક વિષે જાણતા થયા ?
 2. સરદાર સરોવર પ્રોજેક્ટ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ક્યારે સમર્પિત થયો?
 3. કઈ એજન્સી કૃષિ સંબંધિત વિષયો, પ્રદર્શન, એક્સપોઝર વિઝીટ અને કૃષિમેળા પર તાલીમ આપે છે ?
 4. પ્રાકૃતિક તત્ત્વો જેમ કે પ્રાણીઓ, છોડ, બેક્ટેરિયા અને અમુક ખનિજોમાંથી મેળવેલા જંતુનાશકોને શું કહેવામાં આવે છે?
 5. ગુજરાતના કયા જિલ્લાને ૧૦૦% પ્રાકૃતિક ખેતી આધારિત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે?
 6. ‘વાદળી ક્રાંતિ’ શું છે?
 7. ભારત સરકારના કયા પોર્ટલ પર ધોરણ 9થી લઈને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે વિવિધ ઓનલાઇન અભ્યાસક્રમો વિનામૂલ્યે ઉપલબ્ધ છે?
 8. નવી શિક્ષણ નીતિ 2020માં કયા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને તેમની માતૃભાષામાં ભણાવવાની દરખાસ્ત છે?
 9. GCERTનું સૌપ્રથમ વડું મથક ક્યાં હતું ?
 10. ધોરણ-9 માં અભ્યાસ કરતી અનુ.જનજાતિની ક્ન્યાઓને શિક્ષણમાં પ્રોત્સાહન માટે શું આપવામાં આવે છે ?
 11. ગુજરાતમાં MBBSમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ- 12 પછી કઈ પ્રવેશ પરીક્ષા આપવાની હોય છે ?
 12. IIM અમદાવાદમાં સુરક્ષિત પ્રવેશ મેળવવા માટે ગ્રેજ્યુએશન પછી કઈ પ્રવેશ પરીક્ષા આપવાની હોય છે??
 13. શૈક્ષણિક ક્ષેત્રે સેવા આપનાર પ્રથમ ભારતીય ઉપગ્રહ ક્યો છે ?
 14. અટલ ઈનોવેશન મિશન શાળાના વિદ્યાર્થીઓ માટે AI–આધારિત મોડ્યુલ શરૂ કરવા માટે કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી છે?
 15. ગુજરાતમાં આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (NIT)નું નામ શું છે ?
 16. PGVCLનું પૂરું નામ શું છે ?
 17. ‘સોલાર રૂફટોપ સ્કીમ’નો સૌથી મહત્ત્વનો ફાયદો શું છે ?
 18. સોલાર કૂકરમાં કઈ ઊર્જાનો ઉપયોગ થાય છે?
 19. ભારતમાં પવન-ઊર્જા ઉત્પાદનમાં કયું રાજ્ય બીજા ક્રમે છે ?
 20. નયારા એનર્જી દ્વારા નિર્મિત પેટ્રોકેમિકલ પ્રોજેક્ટનો શિલાન્યાસ ગુજરાતના કયા જિલ્લામાં થયો ?
 21. અકોટા સોલાર બ્રિજ પ્રોજેક્ટ થકી ઉત્પાદન થતી વીજળીની વહેંચણી કઈ વીજ કંપની કરે છે ?
 22. ગુજરાતમાં પ્રથમ પવનઊર્જા પ્રોજેક્ટ ક્યાં સ્થાપિત થયો ?
 23. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત કયાં વાહનોમાં સબસિડીની જાહેરાત કરવામાં આવી છે ?
 24. વિશ્વ ગ્રામ પ્રોજેક્ટ બીજા કયા નામથી પણ ઓળખાય છે ?
 25. DBTનું પૂરું નામ શું છે ?
 26. જી.એસ.ટી. કાઉન્સિલની અધ્યક્ષતા કોના દ્વારા કરવામાં આવે છે ?
 27. ગુજરાત પછાતવર્ગ વિકાસ નિગમ કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ?
 28. વિશ્વધરોહર (World Heritage) સ્થળોને કઈ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવે છે ?
 29. વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલ ચાંપાનેર ઇ.સ. 1405માં કયા વંશની રાજધાની હતું ?
 30. કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે ?
 31. ચિત્ર-વિચિત્ર મેળામાં મુખ્યત્વે કોણ ભાગ લે છે ?
 32. ‘માધવ ક્યાંય નથી’ નવલકથાના સર્જકનું નામ શું છે ?
 33. ભારતમાં રથયાત્રા વિક્રમસંવત મુજબ કયા દિવસે ઉજવવામાં આવે છે ?
 34. રામનારાયણ વિ. પાઠકનું તખલ્લુસ શું છે ?
 35. સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું ?
 36. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ક્યાં થયો હતો ?
 37. ગુજરાત રાજ્ય માટે 12 માર્ચનું ઐતિહાસિક મહત્ત્વ શું છે ?
 38. ‘ગોવિંદ ગુરુ સ્મૃતિવન’ ક્યાં આવેલું છે ?
 39. વિકેન્દ્રિત પ્રજા નર્સરી યોજનાનો લાભ કઈ કચેરીમાંથી મેળવી શકાય છે ?
 40. વાહન પ્રદૂષણ ઘટાડવા માટે ભારત સરકાર દ્વારા તાજેતરમાં કયું ધોરણ અપનાવવામાં આવેલ છે ?
 41. મહેસાણામાં ONGCનો વિસ્તાર કેટલો છે ?
 42. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
 43. સિંહ, દીપડા, ચિત્તલ, ઝરખ, સાંભર, ચિંકારા, નીલગાય વગેરે મુખ્ય વન્યપ્રાણીઓ ગુજરાતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે ?
 44. રતનમહાલ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
 45. ક્લાઈમેટ ચેન્જ માટે GIM યોજનાનું પૂરું નામ આપો.
 46. નીચેનામાંથી કયું ઓઝોન સ્તર અવક્ષય માટે જવાબદાર છે ?
 47. અવકાશમાં જનારા પ્રથમ ભારતીય અવકાશયાત્રી કોણ હતા?
 48. ભારતનું સૌથી ગરમ સ્થળ કયું છે ?
 49. 2019થી વિશ્વ કયા રોગચાળાનો સામનો કરી રહ્યું છે ?
 50. કેન્દ્ર સરકાર દ્વારા ‘પી.એમ.એસ.એસ.વાય.યોજના’ હેઠળ પ્રથમ નવી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ કયા શહેરમાં બનાવવામાં આવી છે ?
 51. કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં 108 સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો?
 52. રાષ્ટ્રીય આયુષ મિશન (એનએએમ) હેઠળ આયુષ દ્વારા શાળાઓમાં કયા આરોગ્ય કાર્યક્રમો કરવામાં આવે છે ?
 53. ખાદ્ય સુરક્ષાના નિયમન અને નિરીક્ષણ દ્વારા જાહેર આરોગ્યના રક્ષણ અને તેને પ્રોત્સાહન આપવા માટે કોણ જવાબદાર છે?
 54. ગુજરાત સરકાર દ્વારા ગરીબીરેખા નીચે જીવતા દર્દીઓને તબીબી સારવાર સાથે મદદરૂપ થવા નીચેનામાંથી કઈ સમિતીની સ્થાપના કરવામાં આવી છે ?
 55. શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત શાળા આરોગ્ય કાર્યક્રમનો લાભ કોને મળશે ?
 56. દૂધમાં કયું વિટામિન હોતું નથી ?
 57. રક્તદાન માટે વજનની લઘુત્તમ મર્યાદા કેટલી છે?
 58. માંદગી અને ઈજાથી મુક્ત થવાની સ્થિતિને શું કહેવામાં આવે છે ?
 59. માનવ શરીરના કયા ભાગમાં પાયોરિયા રોગ થાય છે ?
 60. ક્રેડિટ ગેરંટી સ્કીમ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ યોજનાના લાભાર્થી કોણ છે?
 61. ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક રોકાણ વિસ્તાર કયો છે?
 62. ભારતમાં મોટામાં મોટું ટેક્સટાઇલ માર્કેટ ક્યાં આવેલું છે ?
 63. કયા મંત્રાલય દ્વારા UDAN (ઉડે દેશ કા આમ આદમી) યોજના શરૂ કરવામાં આવેલ છે ?
 64. હાથશાળ મહિલા કારીગરને આપવામાં આવતા વિશિષ્ટ એવોર્ડનું નામ શું છે?
 65. આવાસ એકમો, ટ્રાવેલ એજન્ટ્સ, ટૂર ઓપરેટર્સ વગેરે જેવા હોસ્પિટાલિટી ક્ષેત્રનાં ઘટકોનો ડેટાબેઝ સપ્ટેમ્બર 2021માં શરૂ કરવામાં આવેલ કઈ યોજના અંતર્ગત જાળવી રાખવામાં આવશે ?
 66. NER અને સિક્કિમમાં MSMEના પ્રમોશન માટે કોણ અરજી કરી શકે છે ?
 67. નીચેનામાંથી કઈ રાષ્ટ્રીય SC-ST હબ યોજનાની પેટા યોજના છે ?
 68. ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની ઓફિસ અમદાવાદ ખાતે કયા વિસ્તારમાં આવેલી છે ?
 69. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની ગો ગ્રીન યોજનાની શરૂઆત ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામા આવી હતી ?
 70. ભારત સરકારના ઇ-શ્રમ પોર્ટલ અન્વયે કયા રાજ્યએ સૌથી વધુ નોંધણી કરાવી છે ?
 71. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ માનવગરિમા યોજના અંતર્ગત કુટુંબના કેટલાં વ્યક્તિઓને લાભ મળવા પાત્ર છે ?
 72. સ્થળાંતરિત શ્રમિકોનાં બાળકોનું શિક્ષણ અવરોધાય નહીં તે માટે શી જોગવાઈ કરવામાં આવેલ છે ?
 73. ગુજરાત સરકાર દ્વારા ‘વ્યાવસાયિક રોગોને કારણેને થતી બીમારીઓમાં સહાય યોજના ‘ હેઠળ વ્યવસાયિક બીમારીથી પીડાતા બાંધકામ કામદારોને કયા પ્રકારની સહાય આપવામાં આવે છે ?
 74. ગુજરાત સરકારની યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે ઉપયોગી પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન કઈ છે ?
 75. ‘કૌશલ ભારત કુશળ ભારત’ સૂત્ર નીચેનામાંથી કઈ યોજના સાથે સંકળાયેલું છે ?
 76. કોરોનાકાળ સમયે વિશ્વના અન્ય દેશોમાં ફસાઈ ગયેલાં લોકોને ભારત સરકારની કઈ યોજના હેઠળ સ્વદેશ લાવવામાં આવ્યા ?
 77. એક શ્રમિક એક વર્ષમાં કેટલી વખત સંપૂર્ણ શરીર તપાસ યોજનાનો લાભ મેળવી શકે છે ?
 78. વિધાન પરિષદના સભ્ય પોતાનું રાજીનામું કોને સુપરત કરે છે ?
 79. કયા વર્ષમાં બોમ્બે રાજ્યનું ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિભાજન થયું ?
 80. અખંડ ભારતની નીતિઓમાં મહાત્મા ગાંધીનું પ્રથમ સાહસ કયું હતું ?
 81. 21મા કાયદાપંચની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
 82. નીચેનામાંથી કયો વિકલ્પ ભારતમાં નાણાકીય વર્ષ માટે સાચો છે ?
 83. ‘એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ’ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો?
 84. ગુજરાતનો કડાણા પ્રોજેક્ટ કઈ નદી પર છે ?
 85. દિલ્હી શહેરમાંથી વહેતી ગંગા નદીની ઉપનદીનું નામ શું છે ?
 86. નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે ?
 87. ધરોઈ બંધ કયા જિલ્લામાં આવેલો છે ?
 88. કયા પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર જેવી માળખાકીય સુવિધા પૂરી પાડવામાં આવે છે ?
 89. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાનો હેતુ શું છે ?
 90. ભારતમાં જન્મ કે મરણની નોંધણી કેટલા દિવસમાં કરાવવી ફરજિયાત છે ?
 91. ‘આત્મા ગામડાનો અને સુવિધા શહેરની’ આ મંત્ર કઈ યોજના સાથે જોડાયેલો છે ?
 92. કઈ યોજનાનો ઉદ્દેશ ગામડાઓને સ્વનિર્ભર, સ્વચ્છ અને આરોગ્યપ્રદ બનાવવાનો છે?
 93. ગુજરાતમાં બી.પી.એલ સિવાયના કાચા આવાસ ધરાવતાં કુટુંબોને મકાન સહાય આપવા સરદાર આવાસ યોજના – 2 તરીકે પંચાયતી વિભાગના કયા વર્ષના ઠરાવથી અમલમાં આવી ?
 94. ગુજરાતમાં પાવનગામ યોજનાનો સમાવેશ તીર્થગામમાં ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો?
 95. સરકાર દ્વારા નાગરિકોના અભિપ્રાય લેવા માટે કઈ યોજનાના ભાગરૂપે ‘મેરી સડક’ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે ?
 96. શર્મિષ્ઠા તળાવ ક્યાં આવેલું છે?
 97. ઝરવાણી ધોધ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે?
 98. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયની કઈ વેબસાઈટ વાહનોની નોંધણી અને ડ્રાઈવિંગ લાયસન્સ સંબંધિત પ્રવૃત્તિઓ સાથે કામ કરે છે ?
 99. કયું પોર્ટલ સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ મંદિરોના તમામ પ્રસંગો, ઉત્સવો અને લાઇવ દર્શનને પ્રદર્શિત કરવાનો હેતુ ધરાવે છે?
 100. ગુજરાતમાં મોટા અંબાજી ખાતે કયા મહિનાની પૂનમે મેળો ભરાય છે ?
 101. બજરંગદાસબાપાએ કયાં સમાધિ લીધી હતી?
 102. ગુજરાતમાં મહાત્મા મંદિર ક્યાં આવેલું છે ?
 103. PMAY-G યોજના ક્યાં લાગુ પડે છે ?
 104. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?
 105. ગોતા અને સોલા સાયન્સ સિટીને જોડતો ફ્લાયઓવર ક્યાં આવેલો છે ?
 106. ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન’ ક્યાં આવેલી છે ?
 107. મહેસાણામાં કમલપથ રોડનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ?
 108. ‘ચેમ્પિયન’ નામનું ટેક્નોલોજી આધારિત પ્લેટફોર્મ કોણે લોન્ચ કર્યું છે ?
 109. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (પીએમજીકેવાય) કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી?
 110. ભારતના સૌપ્રથમ કમાન્ડર ઈન ચીફ સર સેનાપતિ કોણ હતા?
 111. આંતરરાષ્ટ્રીય કોર્ટના સૌપ્રથમ ન્યાયાધીશ કોણ હતા ?
 112. સૌપ્રથમ ભારતીય ટેસ્ટ ક્રિકેટના કેપ્ટન કોણ હતા?
 113. સરકારશ્રીની કઈ યોજના અંતર્ગત આદિવાસી લોકોનાં ઘરો સુધી પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે ?
 114. વર્ષ 2022ની IPL ક્રિકેટ સિરીઝની વિજેતા ટીમ કઈ છે ?
 115. ‘વિશ્વ હિન્દી દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
 116. જે ગામડાઓમાં 108 એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી તેવા ગામડાઓમાં સગર્ભા માતાને સંસ્થામાં લઈ જવા માટે શું યોજના છે ?
 117. સગર્ભા માતાઓને ‘મિશન ઇન્દ્રધનુષ યોજના’ દ્વારા કઈ રસી આપવામાં આવે છે ?
 118. ‘કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજના’માં પ્રવેશ કોની મારફતે મળે છે ?
 119. રસોઈ બનાવવા માટે વપરાતા હાનિકારક ઇંધણના કારણે મૃત્યુ પામતા લોકોના દરમાં ઘટાડો કરવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કઈ યોજના આરંભી ?
 120. માઉન્ટ એવરેસ્ટ સર કરનાર ગુજરાતની પ્રથમ મહિલા જોડી કઇ છે ?
 121. સૌથી નાની વયના પ્રથમ કોમર્શિયલ ગુજરાતી મહિલા પાયલટ કોણ છે ?
 122. ગુજરાતની પ્રથમ મહિલા કોસ્ટગાર્ડ પાયલટ કોણ છે ?
 123. ગુજરાતની પ્રથમ મહિલા ટ્રેક અને ફિલ્ડ એથ્લીટ કોણ છે ?
 124. સ્કાયડાઇવિંગમાં લાઇસન્સ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે ?
 125. ગુજરાતના પ્રથમ મહિલા નાટ્યવિદ કોણ છે ?

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
Home PageClick Here

FAQ’s of 21 July Gujarat Gyan Guru Quiz Competition Questions 2022

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ કેટલા ક્વિઝ રહેશે ?
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં 20 ક્વિઝ રહેશે.

G3qનો ધ્યેય મંત્ર કયો છે ?
“જાણશે ગુજરાત, જીતશે ગુજરાત”

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ કેટલો સમયગાળો રહેશે ?
પ્રતિ સ્પર્ધક દીઠ ક્વિઝનો સમયગાળો 20 મિનીટનો રહેશે.

1 thought on “21 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 | 21 July Gujarat Gyan Guru Quiz Competition Questions 2022”

Leave a Comment