New Questions | Gujarat Gyan Guru Quiz Competition Questions 18 August | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 18 ઓગસ્ટ : Read Now

Gujarat Gyan Guru Quiz Competition Questions 18 August | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 18 ઓગસ્ટ : ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા Gujarat Gyan Guru Quiz 2022 આ કોમ્પિટિશન દ્વારા ગુજરાત સરકારનો એક ધ્યેય મંત્ર નક્કી કરવામાં આવેલો છે તે ધ્યેય મંત્ર એ “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત” છે. શરૂઆત એ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શરૂ કરવામાં આવેલી છે જે અમદાવાદના સાયન્સ સિટી ખાતે શરૂ થયેલી છે. ગુજરાતના તમામ અભ્યાસ કરતા નાગરિકો અથવા વિદ્યાર્થીઓ માટે આ ક્વિઝમાં લાભ લઇ શકે છે, અને પોતાના જ્ઞાન પ્રમાણે સવાલના જવાબ આપીને ઇનામ જીતી શકે છે

Also Read : Gujarat Stem Quiz 2022

Gujarat Gyan Guru Quiz Competition Questions 18 August | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 18 ઓગસ્ટ
Gujarat Gyan Guru Quiz Competition Questions 18 August | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 18 ઓગસ્ટ

Gujarat Gyan Guru Quiz Competition – Highlights

પોસ્ટનું નામ : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 18 ઓગસ્ટ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્ર જીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગ : શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? : રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? : રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશન : ઓનલાઇન
સત્તાવાર વેબસાઈટ : https://g3q.co.in/

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા Quiz Bank પ્રશ્નો 18/08/2022

ગુજરાત સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિત્તે એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ક્વિઝ સ્પર્ધામાં 25 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો ભાગ લઈ, 25 કરોડ રૂપિયા સુધીના ઈનામો જીતી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા ઓનલાઈન રહેશે. આ આર્ટિકલમાં ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ અંગેની સંપૂર્ણ માહિતી આપેલ છે. જેવી કે, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?, આ સ્પર્ધામાં કઈ રીતે ભાગ લેવો?, આ ક્વિઝ માટે કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું?, આ સ્પર્ધામાં ભાગ લેનાર કઈ રીતે ઈનામ જીતી શકે છે? વગેરે.

Gujarat Gyan Guru Quiz Competition Questions 18 August | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 18 ઓગસ્ટ

Also Read : Gujarat Gyanguru Quiz Competition

Gujarat Gyan Guru Quiz Questions Bank 18/08/2022

 1. ગુજરાતમાં કયા સ્થળે ‘વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો’ આવેલો છે ?
 2. સુરત મિલ્ક યુનિયન લિમિટેડ ડેરીને કયા નામથી ઓળખવામાં આવે છે?
 3. ઈલેક્ટ્રોનિક મીડિયા દ્વારા પુસ્તકાલયોનું નેટવર્કિંગ શું કહેવાય છે?
 4. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન કઈ પ્રકારની યુનિવર્સિટી છે ?
 5. ડાયરેક્ટર ઓફ ડેવલપિંગ કાસ્ટ્સ વેલ્ફેર હેઠળ મેડિકલ અને એન્જિનિયરિંગ જેવા વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે ‘મેરિટ-કમ-મીન્સ સ્કોલરશિપ સ્કીમ'(લઘુમતી સમુદાયો માટે)માં અરજી કરવાની વાર્ષિક આવક મર્યાદા કેટલી છે ?
 6. ઊર્જા અને પેટ્રોરસાયણ વિભાગની કઈ યોજના હેઠળ LDVSને HVDSમાં રૂપાંતરિત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું ?
 7. ગુજરાતનું સૌથી મોટું હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર સ્ટેશન કયું છે ?
 8. ગુજરાત રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગ માટે નાણાકીય વર્ષ 2020-21માં કેટલી રકમની બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે ?
 9. નીચેનામાંથી કોણ ભારતમાં કેપિટલ માર્કેટનું નિયમનકાર છે?
 10. ભારતમાં સૌથી વધુ હેરિટેજ સાઇટ કયા રાજ્યમાં આવેલી છે ?
 11. સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા આદરેલ બારડોલી સત્યાગ્રહ કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો ?
 12. સામંતશાહી ઉપરાંત વેપારીનીતિનો વિરોધ કરનાર ભીલનેતા કોણ હતા ?
 13. જૂનાગઢના ઉપરકોટમાં કઈ વાવ જોવાલાયક છે ?
 14. ગુજરાતની કઈ નદીનું નામ એક કેન્દ્રશાસિત પ્રદેશના નામ પરથી રાખવામાં આવ્યું છે ?
 15. સૌરાષ્ટ્રનો અત્યંત મહત્ત્વનો વોકર કરાર ક્યારે થયો હતો ?
 16. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કયું અખબાર શરૂ કર્યું હતું ?
 17. સૌરાષ્ટ્રનું લોકકથાસાહિત્ય સૌથી વિશેષ કોના સર્જનમાં ઝળકે છે ?
 18. ‘જૂનું તો થયું રે દેવળ…’ પદ કોનું છે ?
 19. એકલવ્યના ગુરુ કોણ હતા ?
 20. પુરીમાં ‘રથયાત્રા’ કયા ભગવાનના સન્માનમાં ઉજવવામાં આવે છે ?
 21. 1857ના વિપ્લવનો પ્રથમ શહીદ કોણ હતો ?
 22. ‘સત્ય એ જ ઈશ્વર છે’ એ મહાસૂત્ર કોણે આપ્યું છે ?
 23. ‘ગીતાંજલિ’ના રચયિતા કોણ છે?
 24. વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત ક્યારે થઈ હતી ?
 25. સેડ્રસ દેવડારા (દેવદાર) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?
 26. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના Sipuncula જોવા મળે છે ?
 27. દીપડાના સમૂહને કયા નામે ઓળખવામાં આવે છે ?
 28. ગુજરાતમાં આવેલ ગીરનાર વન્યજીવન અભયારણ્ય કેટલા ચોરસ કિ. મીના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
 29. દુનિયાનું સૌથી મોટું ક્ષારીય રણ કયાં આવેલું છે ?
 30. મધ્યપ્રદેશનું રાજ્ય પક્ષી કયું છે ?
 31. રાજ્ય સરકારે GSWANની સ્થાપના ક્યારે કરી છે ?
 32. ડિજિટલ અર્થતંત્રમાં ગ્રામીણ ભાગીદારી માટે સરકાર દ્વારા શરૂ કરેલા મિશનનું નામ શું છે ? .
 33. સમાચાર અને માહિતીનું આંતરરાષ્ટ્રીય પ્રસારણ કરતી રાષ્ટ્રીય ચેનલનું નામ શું છે ?
 34. ગુજરાતના ભૌગોલિક સંકેત (જીઆઇ ટેગ) હેઠળ નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે ?
 35. રસાયણશાસ્ત્રમાં સોનાની સંજ્ઞા શું છે ?
 36. વિદ્યાર્થીઓને પ્રોટોટાઈપ વિકસાવવા માટે કેટલી ગ્રાન્ટ આપવામાં આવે છે ?
 37. ગુજરાતનો વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે ?
 38. ભારતમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક ક્યાં આવેલું છે ?
 39. ભારતના પ્રથમ મહિલા IPS અધિકારી કોણ હતાં?
 40. NFHSનું પૂરું નામ આપો.
 41. સિકલ સેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામનું મુખ્ય લક્ષ્ય શું છે ?
 42. મિલ ગેટ ભાવે તમામ પ્રકારના યાર્ન ઉપલબ્ધ કરવા માટે દેશભરમાં કઈ યોજના લાગુ કરવામાં આવી છે ?
 43. ભારતમાં સૌપ્રથમ સ્ટીમર ખરીદનાર ગુજરાતી કોણ હતું ?
 44. ગુજરાતમાં સૌથી વધુ મગફળી તેલનું ઉત્પાદન ક્યાં થાય છે ?
 45. સ્ટાર્ટઅપ ઈન્ડિયા હેઠળની પહેલો નીચેનામાંથી કયા સરકારી વિભાગ/મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે?
 46. ભારત સરકાર દ્વારા ‘વેપારીઓ અને સ્વ-રોજગાર વ્યક્તિ માટે રાષ્ટ્રીય પેન્શન યોજના’ કયા વર્ગને પોતાના દાયરામાં આવરી લે છે ?
 47. મજૂર અને ઉદ્યોગ એકમોનાં વિવાદોનાં ઝડપી નિકાલની સુવિધા આપતા SAMADHAN પોર્ટલનું પૂરું નામ શું છે?
 48. બંધારણના ભાગ IV માં કયો અનુચ્છેદ રાજ્ય વિધાનસભા સાથે સંબંધિત છે?
 49. વિશ્વનો પહેલો દેશ કયો હતો જેણે પોતાના નાગરિકો માટે RTI તરીકે કાયદો ઘડ્યો હતો?
 50. સંસદ સભ્ય કયા કેસમાંથી પ્રતિરક્ષાનો દાવો કરી શકે છે?
 51. ભારતીય બંધારણમાં ન્યાયિક સમીક્ષા નીચેનામાંથી કયા પર આધારિત છે?
 52. પેમેન્ટ ઓફ બોનસ એક્ટ 1965માં છેલ્લો સુધારો કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો?
 53. ભારતના સૌપ્રથમ સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા?
 54. બંધારણના કયા સુધારાએ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની સત્તામાં ઘટાડો કર્યો હતો?
 55. સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ (SSA) હેઠળ, ખાતામાં વ્યાજ ક્યારે જમા થશે?
 56. કયું પાણી બેક્ટેરિયોલોજિકલ અને રાસાયણિક રીતે શુદ્ધ છે?
 57. પાણીના સંબંધમાં NRDWP નું પૂરૂ નામ શું છે?
 58. ‘સાંસદ આદર્શ ગ્રામ યોજના’ ક્યારે શરૂ કરવામાં આવી હતી?
 59. ભારતનો સૌપ્રથમ હાઇડ્રો ઇલેક્ટ્રીક પાવર પ્લાન્ટ કયા ધોધ પર સ્થાપવામાં આવ્યો હતો?
 60. ગુજરાતમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે વર્ગ-1 અને વર્ગ-2ની જગ્યા ઉપર નિમણૂંક કયા આયોગ દ્વારા કરવામાં આવે છે?
 61. સમગ્ર દેશની પંચાયતી રાજ સંસ્થાઓમાં વિકેન્દ્રિત આયોજન, પ્રગતિ અહેવાલ અને કાર્ય-પદ્ધતિઓમાં પારદર્શિતા લાવવાનો હેતુ કયા પોર્ટલનો છે?
 62. UNESCO એ 2021 માં વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં ગુજરાતના ક્યા સ્થળનો સમાવેશ કર્યો છે?
 63. નેશનલ હાઇવે પ્રોજેક્ટ્સમાં ઇન્ટરશિપ કરી રહેલા અનુસ્નાતક વિદ્યાર્થીઓને દર મહિને કેટલું સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે?
 64. ‘શુકલતીર્થ’ ગુજરાતના કયા જીલ્લામાં આવેલું છે?
 65. ભારતમાં એપ્રિલ 2020 થી 15 જાન્યુઆરી, 2021 સુધી કેટલા કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નિર્માણ થયેલ છે?
 66. ભારતમાં એપ્રિલ 2020 થી 15 જાન્યુઆરી, 2021 સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નિર્માણની પ્રતિ દિવસની ઝડપ કેટલી હતી?
 67. નીચેનામાંથી કયું સંમેલન ભારતીય ડાયસ્પોરા પાસેથી સક્રિય સમર્થન માંગે છે?
 68. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા BCK-47-ફ્રી તબીબી સહાય યોજના હેઠળ ગ્રામીણ વિસ્તાર માટે કેટલી આવક મર્યાદા પાત્ર છે?
 69. પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના માટે કયા વિસ્તારોને પાત્ર લાભાર્થી વિસ્તારો તરીકે ગણવામાં આવે છે?
 70. ગુજરાત સરકારની દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશીપનો કયા વિદ્યાર્થીઓ લાભ લઇ શકે છે?
 71. 21 જૂનને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
 72. અમદાવાદમાં આવેલી ‘AGETA’ કલબનું પૂરું નામ શું છે ?
 73. સ્ત્રી અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા પોષણ અભિયાન માટે તેના મુખ્ય સામાજિક ક્ષેત્રમાંથી વધુ સારી રીતે રોલ આઉટ કરવા માટે માહિતી તકનીકીને એકીકૃત કરવા માટે કયા એક દિવસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ?
 74. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ‘મિશન વાત્સલ્ય’ યોજના મુજબ ‘CNCP’ બાળ સંભાળ યુનિટમાં કેટલા બાળકોને સમાવી શકાય છે?
 75. નીચેનામાંથી કયું બતાવે છે કે પૃથ્વી ચુંબક તરીકે વર્તે છે?
 76. વિનેગર ની અંદર કયુ પ્રાક્રુતીક એસીડ આવેલ છે?
 77. એસિડ વરસાદની pH કેટલી હોય છે?
 78. 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીનો જન્મદિવસ આંતરરાષ્ટ્રીય સ્તરે કયા નામથી ઉજવવામાં આવે છે?
 79. આઝાદી પછી કેટલા સભ્યોએ ભારતીય બંધારણ સભાની રચના કરી ?
 80. ડિજિટલ ઈન્ડિયાના સંદર્ભે સ્વયમનું પૂરું નામ શું છે?
 81. UPI શું છે?
 82. લોથલ અમદાવાદ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે ?
 83. પંચમહાલ જિલ્લામાં આવેલા ગરમ પાણીના કુંડ ક્યાં આવેલા છે ?
 84. પૃથ્વી તેની ધરી પરનું એક ભ્રમણ કેટલા સમયમાં પૂરું કરે છે ?
 85. જૈન ધર્મના અંતિમ તીર્થંકર કોણ ગણાય છે?
 86. માર્તંડ મંદિર કયા રાજયમાં આવેલું છે?
 87. ભારતમાં ગણેશોત્સવની શરૂઆત કોણે કરી હતી?
 88. સૌચીપારા ધોધ કયા રાજ્યમાં આવેલો છે?
 89. દામોદર કુંડ ક્યાં આવેલો છે?
 90. મહેશ ભૂપતિ કઈ રમત સાથે સંકળાયેલ છે?
 91. કતાર ફૂટબોલ વર્લ્ડ કપ 2022 ની મેચો કેટલા સ્ટેડિયમમાં રમાશે?
 92. કબડ્ડીની ટીમમાં __ ખેલાડીઓ હોય છે?
 93. છોડના કયા ભાગમાં સામાન્ય રીતે પ્રકાશસંશ્લેષણ થાય છે?
 94. ‘એમિક્સ ક્યુરી’નો અર્થ શું થાય છે ?
 95. યુનાઇટેડ કિંગડમે સ્વતંત્રતાના 75મા વર્ષમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે કેટલી શિષ્યવૃત્તિની જાહેરાત કરી?
 96. સોડા પાણીમાં કયા વાયુની હાજરી હોય છે?
 97. નીચેનામાંથી કોને બે ખંડવાળું હૃદય હોય છે?
 98. કયા વર્ષ સુધીમાં ભારતે સિંગલ-યુઝ પ્લાસ્ટિકને તબક્કાવાર બંધ કરવાનો નિર્ધાર કર્યો છે?
 99. વર્ષ 2017 માં ભારત સરકાર દ્વારા દિલ્હીના કયા પ્રખ્યાત ક્રિકેટરને રમતગમતના ક્ષેત્રમાં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા?
 100. આ પુરસ્કાર ભારત સરકાર દ્વારા નાગરિકોને “જીવને ખૂબ જ મોટા જોખમના સંજોગોમાં સ્પષ્ટ હિંમતથી બચાવવા માટે” માટે આપવામાં આવે છે?
 101. વર્ષ 1980 માટે 28માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
 102. ‘વિશ્વ પૃથ્વી દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
 103. ‘આફ્રિકન નેશનલ કોંગ્રેસ સ્થાપના દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
 104. ‘વિશ્વ ટુના(માછલી)દિવસ’ ક્યારે હોય છે ?
 105. અમદાવાદ ટેક્સટાઇલ લેબર એસોસિએશનની સ્થાપના કોણે કરી હતી?
 106. દ્વારકાનું મંદિર એ કઈ નદીનાં કાંઠા ઉપર આવેલું છે?
 107. કયા રાજ્ય/યુટીએ 2022માં ‘શાળા શિક્ષણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદ’નું આયોજન કર્યું હતું?
 108. જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ છે?
 109. ભારતમાં સેમિકન્ડક્ટર બનાવવા માટે કઈ ભારતીય કંપનીએ ફોક્સકોન સાથે સંયુક્ત સાહસ (JV) ની રચના કરી છે?
 110. ભારતીય નૌકાદળની આઈ. એન. એસ. કલવારી સબમરીન કયા વર્ગ ની સબમરીન છે?
 111. મહર્ષિ વાલ્મિકીએ કયા ધર્મ ગ્રંથની રચના કરી ?
 112. ભારતમાં સોનાના સિક્કા બહાર પાડનારા પ્રથમ શાસકો કોણ હતા?
 113. હિંદુ ધર્મમાં કયા ભગવાનને સંરક્ષક માનવામાં આવે છે?
 114. માઉન્ટ આબુમાં ગુરુ દત્તાત્રેયનું મંદિર કયા સ્થળે આવેલું છે?
 115. ‘પેરટ ઓફ ઇન્ડિયા’ તરીકે કોણ ઓળખાય છે?
 116. ‘तत् त्वम् असि’ સંસ્કૃત વાક્ય નીચેનામાંથી કયા ઉપનિષદમાંથી અપનાવવામાં આવ્યું છે?
 117. પેટમાં કયા એસિડનો સ્ત્રાવ થાય છે?
 118. નીચેનામાંથી કયું કોમ્પ્યુટરમાં હાર્ડવેર તરીકે ગણવામાં આવતું નથી?
 119. નીચેનામાંથી શામાં બીજી જનરેશનના કોમ્પ્યુટરનું નિર્માણ થયું હતું?
 120. નીચેનામાંથી કયું એપ્લીકેશન સોફ્ટવેર નથી?
 121. કયા કિલ્લાનું મૂળ નામ ‘ગિરિદુર્ગ’ હતુ?
 122. રૂ.50 ની નવી ભારતીય ચલણી નોટ પર કયું ભારતીય સ્મારક દર્શાવવામાં આવેલ છે?
 123. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વૃક્ષારોપણની દેખરેખ રાખવા માટે કઈ મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે ?
 124. માનવ શરીરનું સૌથી મજબૂત હાડકું કયું છે?
 125. ગુજરાતમાં કયા સ્થળે કાળિયાર હરણ જોવા મળે છે?

Also Read : Education Loan Yojana

FAQ’s of Gujarat Gyan Guru Quiz Competition Questions 18 August | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 18 ઓગસ્ટ

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માં પુછાયેલા પ્રશ્નો કઈ તારીખ ના છે ?
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માં પુછાયેલા પ્રશ્નો 18 ઓગષ્ટ 2022ના છે

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?
સ્ટેપ 1- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 પર ગૂગલ પર સર્ચ કરો.
સ્ટેપ 2- “www.g3q.co.in” વેબસાઇટ પર જાઓ.
સ્ટેપ 3- રજીસ્ટ્રેશન ટેબ પર જાઓ.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
Official Website Is g3q.co.in

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
Home PageClick Here

3 thoughts on “New Questions | Gujarat Gyan Guru Quiz Competition Questions 18 August | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 18 ઓગસ્ટ : Read Now”

Leave a Comment