New Free Drum and Two Plastic Tub Yojana 2022 | ખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિક ટબ વિનામૂલ્યે 2022

Free Drum and Two Plastic Tub Yojana 2022 | ખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિક ટબ વિનામૂલ્યે 2022 : સરકાર ખેડૂતો માટે નવી નવી યોજનાઓ બહાર પડતા હોઈ છે. જેમાં આજે આપણે સરકાર તરફ થી ખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિક ટબ આપવામાં આવશે. જાણો કાયા ખેડૂતોને મળશે આ લાભ, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈશે અને ફોર્મ કેવી રીતે ભરી શકાશે તેની તમામ માહિતીગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ નાગરિકોના હિત માટે ચાલે છે. જેમાં ઘણી યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરવા માટે પોર્ટલ બનાવેલ છે. જેવા કે e samaj kalyan poratl, digital gujarat portal, NSAP Portal તથા ikhedut portal વગેરે ઓનલાઇન પોર્ટલ બનાવવામાં આવેલા છે. જેથી રાજ્યના નાગરિકો Gujarat Government Schemes નો લાભ સરળતાથી મેળવી શકે અને વિવિધ કચેરીઓ સુધી રૂબરૂ જવાથી મુક્તિ મળે.

વધુ વાંચો : Pashu Sanchalit Vavaniyo

Free Drum and Two Plastic Tub Yojana 2022 | ખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિક ટબ વિનામૂલ્યે 2022

Free Drum and Two Plastic Tub Yojana 2022

યોજનાનું નામ : ખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિક વિનામૂલ્યે
ઉદ્દેશ : ખેડૂતોની આવક વધારવા માટે
લાભાર્થી : નાના અને સીમાંત ખેડૂત ભાઈઓ
સહાયની રકમ : મફતમાં 200 ડ્રમ અને 10 લિટરના બે ટબ
માન્ય વેબસાઈટ : https://ikhedut.gujarat.gov.in/
અરજી પ્રક્રિયા ઓનલાઈન અરજી : ikhedut Portal પરથી

ડ્રમ અને બે પ્લાસ્ટિક ટબ યોજના હેઠળ મળવાપાત્ર લાભ

લાભાર્થી ખેડૂત દ્વારા ikhedut portal પર ઓનલાઇન નોંધણી કરાવ્યા બાદ આ સાધન સહાય આપવામાં આવશે. જેમાં ખેડૂતોને વિવિધ ઉપયોગ હેતુથી 200 લિટરનું પ્લાસ્ટિકનું ડ્રમ તેમજ 10 લિટરના બે પ્લાસ્ટિકના ટોકર(ટબ)ની કીટ મફત આપવામાં આવશે

વધુ વાંચો : Mini Tractor Sahay Yojana

ડ્રમ અને બે પ્લાસ્ટિક ટબ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

ikhedut portal 2021 દ્વારા તાજેતરમાં વિવિધ સરકારી યોજનાઓના ઓનલાઇન અરજીઓ સ્વીકારવાનું ચાલુ કરેલ છે. જેમાં આઈ ખેડૂત પોર્ટલ પર આ યોજનાની અરજી માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જોઈશે.

  • આધારકાર્ડની નકલ
  • જમીનના 7/12 અને 8-અ ની નકલ
  • રેશનકાર્ડની નકલ
  • અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
  • દિવ્યાંગ ખાતેદારો માટે દિવ્યાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
  • સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદાર
  • વન અધિકાર પત્રની નકલ (જો લાગુ પડતું હોય તો)

વધુ વાંચો : Potato Digger Machine Scheme

ડ્રમ અને બે પ્લાસ્ટિક ટબમા અરજી કેવી રીતે કરવી

ડ્રમ અને બે પ્લાસ્ટિક ટબ વિનામૂલ્યે મેળવવા માટે ખેડૂત મિત્રોએ ikhedut online application કરવાની રહેશે. આ ઓનલાઈન અરજી વિવિધ જગ્યાએથી કરી શકાય

  • ખેડૂતલક્ષી યોજનાઓની ઓનલાઈન અરજી માટે ગ્રામ કક્ષાએ VCE મારફતે કરી શકાય.
  • આ યોજનાની ઓનલાઈન માટે શહેરમાં કે ગ્રામ વિસ્તારમાં ઓનલાઈનની કામગીરી કરતા હોય એમની પાસેથી પણ કરી શકાય.
  • આ યોજનાની ઓનલાઈન અરજી માટે જો જાણકારી હોય તો ઘરેથી પણ ભરી શકાય છે.

Free Drum and Two Plastic Tub Yojana Registration Step By Step

કિસાનોને વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે. જેના માટે Government of Gujarat દ્વારા i-ખેડૂત – Web Portal બનાવેલ છે. આ પોર્ટલ Agriculture, Farmers Welfare & Co-Operation Department થકી બનાવેલ છે. વિવિધ ખેડૂતોની સરકારી યોજનાઓની ઓનલાઈન એન્‍ટ્રી કેવી રીતે કરવી તેની વિગતો નીચ મુજબ જાણીશું.

  • સૌપ્રથમ Google Search Box માં આઇ ખેડૂત પોર્ટલ સર્ચ કરવું. અથવા આ https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ઓપન કરવી
  • ઉપર મુજબ સ્ક્રીન ખૂલશે જેમાં યોજનાઓ પર ક્લિક કરવું.
  • જેમાં વધારાનું નવું પેજ યોજનાઓ માટે સંપર્ક ખૂલશે જેની નોંધ કરીને close કરવાનું રહેશે.
  • ત્યારબાદ ખેતીવાડી ની યોજનાઓ પર ક્લિક કરવાનું રહેશે
  • જેના પરિણામ સ્વરૂપે પ્રથમ ક્રમાંક પર ડ્રમ તેમજ બે પ્લાસ્ટિકના ટોકર(ટબ) નામની યોજના હશે જેમાં “અરજી કરો” તેના પર ક્લિક કરવું.
  • હવે ડ્રમ અને બે પ્લાસ્ટિકના ટોકર(ટબ)ની યોજના ખૂલશે જ્યાં “તમે રજીસ્ટર અરજદાર છો” તેનો હા કે ના માં જવાબ આપીને આગળની માહિતી ભરવાની રહેશે.
  • તમે રજીસ્ટર અરજદારમાં “હા” સિલેકટ કરતાં આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખીને આગળ અરજીની વિગતો ભરવાની રહેશે. અને જો “ના” પસંદ કરવામાં આવે તો “નવી અરજી કરવા ક્લિક કરો” પર ક્લિક કરો.
  • જેમાં અરજદારનું નામ, સરનામું, બેંક ખાતાની વિગતો, રેશનકાર્ડની વિગતો, ikhedut 7/12 વગેરે તમામ માહિતી ભરીને “અરજી સેવ કરો” પર ક્લિક કરવાનું રહેશે.
  • અરજી સેવા કર્યા બાદ જો અરજીમાં સુધારા-વધારા કરવાના હોય તો “અરજી અપડેટ કરવા ક્લિક કરો” પર જવાનું રહેશે.
  • લાભાર્થી ખેડૂત દ્વારા ઓનલાઈન અરજી ભર્યા બાદ જો સાચી માહિતી હોય તો જ “અરજી કન્‍ફર્મ કરવા ક્લિક કરો” તેના પર ક્લિક કરવાનું રહેશે. એકવાર અરજી કન્ફર્મ થયા બાદ તે અરજી નંબર સુધારા વધારા થશે નહિં તેની નોંધ લેવી
  • અરજી કન્‍ફર્મ થયા બાદ લાભાર્થી ખેડૂત દ્વારા અરજીનિ પ્રિન્‍ટ કાઢવાની રહેશે.
  • અરજીની પ્રિન્‍ટ લેવી ફરજીયાત છે. ઓનલાઈન અરજીની પ્રિન્‍ટ કાઢીને લાભાર્થીએ સહી/અંગૂઠાનું નિશાન કરી અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે અરજી કર્યા તારીખથી દિન-7 માં રજૂ કરવાની રહેશે
  • Ikhedut portal registration કર્યા બાદ જો ખેડૂત લાભાર્થીએ કચેરીમાં રૂબરૂ આપવા ન જવું હોય તો પ્રિન્‍ટ પર લાભાર્થીએ સહી/સિક્કા કરાવ્યા બાદ “અરજી પ્રિન્‍ટની સહી કરેલ નકલ અપલોડ કરવા ક્લિક કરો” પર ક્લિક કરીને અપલોડ કરવાના રહેશે.
  • લાભાર્થીના અન્ય ડોક્યુમેન્‍ટ અપલોડ કરવા ક્લિક કરો પરથી બીજા ડોક્યુમેન્‍ટ Upload કરી શકાશે.
  • Scan કરેલ નકલ PDF ફોર્મેટમાં અપલોડ કરવી તેની સાઈઝ 200 kb થી વધવી જોઈએ નહિ

Free Drum and Two Plastic Tub Yojana બાબતે ખાસ સૂચના

  • આઈ ખેડૂત પોર્ટલમાં વર્ષ-2018-19 થી ખેડૂત નોંધણીની રીત બદલાયેલ છે.
  • નવી રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં ઓનલાઈન અરજી કરતી વખતે આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા આપો આપ નક્કી થઈ જશે.
  • સીધું રજીસ્ટ્રેશન માટે ખેડૂત જમીન ખાતાની વિગતો, બેંક ખાતાની વિગતો, આધારકાર્ડ નંબર તેમજ મોબાઈલ નંબર આપીને રજીસ્ટ્રેશન કરી શકશે. જેની વિગતો નજીકના અધિકારીશ્રીને રજૂ કરવાની રહેશે.
  • ખેડૂત નોંધણી હોય કે ના હોય, તો પણ ikhedut portal પર અરજી કરી શકાય છે.
  • જો તમે khedut registration ધરાવતા હોય અને હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજૂ આપવાનો રહેશે. જેમાં તમારા Mobile Number ઉપર એક OTP આવશે. તે OTP (One Time Password) નાખ્યા બાદ અરજીમાં ખેડૂતની માહિતી આપો આપ ઓનલાઈન આવી જશે.
  • જો તમે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવ્યા વગર વર્ષ 2018-19 થી પ્રથમ વખત અરજી કરતા હશો તો Online અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની લાયકાત નક્કી કરવા માટે નજીકની કચેરીમા આધાર નંબરની ઝેરોક્ષ આપવાની રહેશે.
  • પોતાના નજીક અધિકારીશ્રી દ્વારા તેની ચકાસણી કર્યા બાદ ખેડૂત નોંધણી (Registration) થશે. તે સમયે રજીસ્ટ્રેશનનો મેસેજ આપના મોબાઈલ પર એસ.એમ.એસથી આવશે.
  • Ikhedut portal પર અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ થશે નહી.
  • એકવાર Application Confirm કર્યા બાદ જ અરજીની પ્રિન્ટ લઇ શકાશે.
  • જો Bank List માં નામ ન મળે તો નજીકની ખેતીવાડી ઓફિસનો સંપર્ક કરવો

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

18 thoughts on “New Free Drum and Two Plastic Tub Yojana 2022 | ખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિક ટબ વિનામૂલ્યે 2022”

Leave a Comment