Duplicate Driving Licence ખોવાઇ જાય તો ચિંતા ના કરશો અમે જણાવીશું પાછું મેળવવાની સરળ પ્રોસેસ | Know How To Get Duplicate Driving Licence ?

Know How To Get Duplicate Driving Licence ? | ડ્રાઇવિંગ લાયસન્સ ખોવાઇ જાય તો ચિંતા ના કરશો અમે જણાવીશું પાછું મેળવવાની સરળ પ્રોસેસ : ઘણી વાર વૉલેટ ચોરાઈ જાય તો તેની સાથે ડ્રાઈવિંગ લાઈસન્સ પણ જતુ રહે છે. આ સંજોગોમાં ડ્રાઈવિંગ લાઈસન્સની કોપી પણ ન હોય તેવા કિસ્સામાં નવુ ડ્રાઈવિંગ લાઈસન્સ કેવી રીતે કઢાવવુ તે અંગે ઘણા લોકોને મૂંઝવણ હોય છે. આ સમસ્યાનું સમાધાન બતાવતા આસિસ્ટન્ટ RTO દિલીપ યાદવ જણાવે છે કે ડ્રાઈવિંગ લાઈસન્સની સૌથી અગત્યની વિગત તમારો લાઈસન્સ નંબર હોય છે.

જો કોઈ વ્યક્તિનું લાઈસન્સ ખોવાઈ જાય પણ તેમની પાસે લાઈસન્સ નંબર હોય તો લાયસન્સ મુજબ વ્યક્તિનું નામ અને બર્થ ડેટ લખવાથી પણ રેકોર્ડમાંથી લાઈસન્સની વિગતો મેળવી શકાય છે. જો લાઈસન્સ નંબર કે લાઈસન્સની કોપી ન હોય તો વિગત ચેક કરનાર કર્મચારીએ જે-તે RTOને રેકોર્ડમાંથી લાઈસન્સની ડિટેઈલ્સ કાઢવા એપ્લિકેશન લખવી પડે છે. આ ફક્ત ત્યારે જ શક્ય બને છે જ્યારે વ્યક્તિ પાસે સ્માર્ટ કાર્ડ હોય અને તેમના લાઈસન્સની વિગતો RTOના ડિજિટલ રેકોર્ડમાં દર્જ હોય. જો લાઈસન્સ પેપર પર ઇશ્યુ થયુ હોય અને સ્માર્ટ કાર્ડ ન હોય તો લાઈસન્સ હોલ્ડર પાસે નવા લાઈસન્સ માટે અરજી કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ ખુલ્લો રહેતો નથી

આ પણ વાંચો : Three Wheeler Loan Yojana

ડ્રાઇવિંગ લાયસન્સ ખોવાઇ જાય તો ચિંતા ના કરશો અમે જણાવીશું પાછું મેળવવાની સરળ પ્રોસેસ | Know How To Get Duplicate Driving Licence ?

કેટલીય વખત એવી બને છે કે આપણા જરુરી ડોક્યુમેન્ટ ખોવાઇ જાય, કારણ કે લાયસન્સ એવી વસ્તુ છે ને એ હંમેશા આપણી સાથે રાખવી પડતી હોય છે. ક્યારેક આપણું પર્સ ગુમ થાય તો તેની સાથે જરુરી તમામ દસ્તાવેજ પણ ખોવાઇ જતા હોય છે ત્યારે આપણે મુશ્કેલીમાં મુકાતા હોઇએ છીએ કે હવે શું કરવું,. અહીં સવાલ એ થાય છે કે જો લાયસન્સ ગુમ થઇ જાય તો તેને ફરીથી પાછુ કેવી રીતે મેળવી શકાય છે. જો તમારા મનમાં પણ આ સવાલ છે તો આનો જવાબ અમે આપી રહ્યાં છીએ.

ઓરિજીનલ ડ્રાઇવિંગ લાયસન્સ ખોવાઇ જાયે કે પછી તેનુ ડેમેજ થઇ જવા પર તમે ડુપ્લીકેટ લાયસન્સ માટે એપ્લાય કરી શકો છો. ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સને ઓનલાઇન અને ઓફલાઇન બન્ને રીતે એપ્લાય કરવામાં આવી શકાય છે. તમને બતાવી રહ્યાં છીએ કે કઇ રીતે આને ઓનલાઇને અને ઓફલાઇન એપ્લાય કરી શકો છો

એ જ રીતે ફોર વ્હીલરનું ડ્રાઈવિંગ લાઈસન્સ ખોવાઈ ગયુ હોય તો ડુપ્લિકેટ લાઈસન્સ મેળવવા માટે RTOની એપોઈન્ટમેન્ટ લઈને ડુપ્લિકેટ લાઈસન્સ માટે અરજી કરો. આ પ્રક્રિયામાં થોડો સમય લાગશે અને વ્યક્તિને 7થી 9 દિવસની અંદર અંદર સ્પીડ પોસ્ટ મારફતે લાઈસન્સ મળી જશે. આ માટેની પ્રોસેસિંગ ફી 200 રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે RTOમાંથી લાઈસન્સની વિગતો કઢાવવા માટે કોઈ ચાર્જીસ લાગતા નથી

Driving Licence Highlights

આર્ટીકલનું નામ : ડ્રાઇવિંગ લાયસન્સ ખોવાઇ જાય તો ચિંતા ના કરશો અમે જણાવીશું પાછું મેળવવાની સરળ પ્રોસેસ
વિભાગ : RTO
લેખનો વિષય : ડ્રાઇવિંગ લાયસન્સ
સત્તાવાર સાઈટ : https://sarathi.parivahan.gov.in/

આ પણ વાંચો : Tractor Loan Yojana

How to Apply Duplicate Driving Licence | ડુપ્લીકેટ લાયસન્સ માટે આ રીતે કરો એપ્લાય

  1. સૌથી પહેલા સ્ટેટ પરિવહન વિભાગની વેબસાઇટ પર જાઓ.
  2. અહીં પર માંગવામાં આવેલી ડિટેલ્સ એન્ટર કરો અને LLD ફોર્મને ભરો.
  3. ફોર્મ ભર્યા બાદ આની પ્રિન્ટ લઇ લો.
  4. હવે તમારા તમામ જરૂરી ડૉક્યૂમેન્ટ્સને એટેચ કરી દો.
  5. આટલુ કર્યા બાદ હવે તમારે આ ફોર્મ અને પોતાના ડૉડ્યૂમેન્ટ્સ RTO ઓફિસમાં સબમિટ કરાવવા પડશે. આ ઓનલાઇન પણ સબમીટ કરી શકાય છે.
  6. ડ્રાઇવિંગ લાયસન્સની ઓનલાઇન પ્રક્રિયા પુરી થયાના 30 દિવસ બાદ ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સ પૉસ્ટ મારફતે તમારા એડ્રેસ પર આવી જશે

આ પણ વાંચો : Electric Bike Sahay Yojana

Offline Duplicate Driving Licence apply | ઓફલાઇન ડુપ્લીકેટ લાયસન્સ માટે આ રીતે કરો એપ્લાય

  1. ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સને ઓલાઇન એપ્લાય કર્યા બાદ જે RTOની તરફથી તમારે ઓરિજીનલ ડ્રાઇવિંગ લાયસન્સ ઇશ્યૂ કરવામા આવ્યુ હતુ, તમારે ત્યાં જવુ પડશે.
  2. અહીં તમારે LLD ફોર્મ લઇને આને સબમીટ કરવુ પડશે.
  3. આ ફોર્મની સાથે તમારે નિર્ધારિત ફી આપવી પડશે.
  4. આ આખી પ્રક્રિયા બાદ તમારે 30 દિવસમાં ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સ પૉસ્ટ મારફતે તમારા એડ્રેસ પર આવી જશે

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

FAQ’s of Duplicate Driving Licence

ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સ સત્તાવાર વેબસાઈટ કઈ છે?

ડ્રાઇવિંગ લાયસન્સ ની સત્તાવાર વેબસાઈટ https://sarathi.parivahan.gov.in/

શું ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઇન અને ઓફલાઈન રીતે મેળવી શકાય ?

હા તમે બંને રીતે મેળવી શકો છો

ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સ આવતા કેટલા દિવસનો સમય લાગે છે ?

તમારે 30 દિવસમાં ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સ પૉસ્ટ મારફતે તમારા એડ્રેસ પર આવી જશે

Leave a Comment