ડો.આંબેડકર આવાસ યોજના 2022 | Dr.Ambedkar Awas Yojana 2022 : Read Now

Dr.Ambedkar Awas Yojana 2022 | ડો.આંબેડકર આવાસ યોજના 2022 : ગુજરાત સરકાર દ્વારા રાજ્ય મા જરૂરિયાતમંદ વ્યક્તિઓ સારું જીવન જીવી શકે તે માટે સરકાર ઘણા પ્રકાર ની સહાય આપે છે જેમાં Dr.Ambedkar Awas Yojana Gujarat Online Application 2022 દ્વારા રાજ્ય નાં જે ગરીબ લોકો, અનુચુચિત જાતિ ના લોકો, આર્થિક પછાત વર્ગ ને મકાન બનાવવા માટે સરકાર સહાય આપે છે.

આ સહાય માં સરકાર તરફ થી અતિ પછાત વર્ગ,અનુચુચિત જાતિ , આર્થિક પછાત વર્ગ વગેરે જેવા પરિવારો ને સરકાર 1,20,000 રૂપિયા ની સહાય તેઓ ને મકાન બનાવવા માટે આપે છે.જેની વિગતો આપડે આજ ના આર્ટિકલ માં સમજશું.

વધુ વાંચો : Khedut Mobile Phone Sahay Yojana 2022

ડો.આંબેડકર આવાસ યોજના 2022 | Dr.Ambedkar Awas Yojana 2022
ડો.આંબેડકર આવાસ યોજના 2022 | Dr.Ambedkar Awas Yojana 2022

Dr.Ambedkar Awas Yojana 2022

રાજ્ય સરકાર નાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ( SJED) દ્વારા ઘણી શાખાઓ કાર્યરત છે જેમાં અનુસુચિત કલ્યાણ શાખા અને નિયામક વિકસતી જાતિ કલ્યાણ શાખા દ્વારા ઘણી યોજનાઓ ચાલી રહી છે. જેમાંની આ એક યોજના છે.

ગુજરાત રાજ્ય નાં અતિ પછાત લોકો, અનુસૂચિત જાતિના લોકો, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ,વિચરતી અને વિમુક્ત જાતિ નાં લોકો અને આર્થિક રીતે પછાત વર્ગ નાં લોકો પાસે રહેવા મકાન પણ હોય નથી માટે સરકાર તેવા બધાજ લોકો ને જો તેઓ રહેવા માટે મકાન બનાવે તો સરકાર તેમને મકાન બનાવવા માટે સહાય કરે છે.જેમાં લાભાર્થી ને ટોટલ 1,20,000/- રૂપિયા ની સહાય મળે છે.જેમાં તેઓ ને રહેવા લાયક મકાન બનાવવા મા ઘણી મદદ મળે છે.

વધુ વાંચો : તાડપત્રી સહાય યોજના 2022

ડો.આંબેડકર આવાસ યોજના લાભ

આ યોજના ગુજરાત સરકાર નાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા તેમની અનુસૂચિત જાતિ કલ્યાણ શાખા દ્વારા યોજના નો અમલ થયેલ છે જેમાં અનુસૂચિત જાતિના ઘર વિહોણા લોકો, આર્થીક અને સામજિક પછાત વર્ગ, વિચરતી અને વિમુક્ત જાતિ નાં લોકો કે જેઓ ઘર વિહોણા હોઈ, ખુલ્લા પ્લોટ ધરાવતા હોઈ,રહેવા લાયક મકાન ન હોઈ કે પછી કાચું ગાર નું મકાન હોઈ અને ખાલી એકજ માળ હોઈ ને બીજો માળ બાંધવાનો હોઈ તેવા તમામ જરૂરિયાતમંદ લોકો ને સરકાર તરફ થી 1,20,000 રૂપિયા ની સહાય મળે છે.

જેમાં આ સહાય ટોટલ 3 હપ્તા માં લાભાર્થી ને ચૂકવવા માં આવે છે.1,20,000 રૂપિયા પૈકી તેઓને પ્રથમ હપ્તો 40,000 રૂપિયા નો અને બીજો હપ્તો 60,000 રૂપિયા નો અને ત્રીજો હપ્તો 20,000 રૂપિયા નો એમ કુલ 1,20,000 રૂપિયા ની સહાય આપવામાં આવે છે.

વધુ વાંચો : Mahila Swavalamban Yojana 2022

Dr.Ambedkar Awas Yojana 2022

યોજના નું નામ : ડો.આંબેડકર આવાસ યોજના
સહાય : આંબેડકર આવાસ યોજના હેઠળ કુલ ત્રણ હપ્તામાં 1,20,000/- ની સહાય આપવામા આવે છે. તથા અન્ય બે યોજનાના લાભ પણ મળે છે.
રાજ્ય :ગુજરાત
ઉદ્દેશ : ગુજરાત રાજ્ય નાં ગરીબ લોકો ને પોતાનું ઘર બને અને તેઓ પકા મકાન માં રહી શકે.
લાભાર્થી : ગુજરાત રાજ્ય નાં અતિ પછાત લોકો, અનુસૂચિત જાતિના લોકો, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ,વિચરતી અને વિમુક્ત જાતિ નાં લોકો અને આર્થિક રીતે પછાત વર્ગ

અરજી નો પ્રકાર : ઓનલાઈન અરજી
સંપર્ક ગ્રામ્ય તલાટી કમ મંત્રી,તાલુકા પંચાયત,જિલ્લા પંચાયત.
Official Website : https://esamajkalyan.gujarat.gov.in/

વધુ વાંચો : Education Loan Yojana 2022

Dr.Ambedkar Awas Yojana Eligibility

આ યોજનાનો લાભ લેવા માટે સામજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા લાભાર્થીઓ માટે પાત્રતા નક્કી કરવામાં આવેલ છે જે પાત્રતા ધરાવતા લોકો ને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

 • લાભાર્થી ગુજરાત રાજ્ય નાં વતની હોવા જોઈએ.
 • લાભાર્થી અનુસૂચિત જાતિ, વિચરતી વિમુક્ત જાતિ, અતિ પછાત વર્ગ, સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ નાં લોકો ને મળવાપાત્ર છે.
 • લાભાર્થી અથવા લાભાર્થી નાં કુટુંબ નાં સભ્યો એ સરકાર ની અન્ય કોઈ આવાસ યોજના નો લાભ મેળવેલ ન હોવો જોઈએ.
 • ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ મળેલ સહાયથી મકાનનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થાય નહી તેથી બાકીની રકમ લાભાર્થીને પોતે ઉમેરીને મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે.

વધુ વાંચો : Namo Tablet Yojana 2022

ડો.આંબેડકર આવાસ યોજનાના નિયમો

 • આવાસ સહાય ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં મહાત્મા ગાંધી નરેગા (MGNREGA) યોજના હેઠળ આવાસ બાંધકામ માટે ૯૦ દિવસની બિનકુશળ રોજગારી માટે 17,910/- રૂપિયા તે યોજનાના નિયમો મુજબ તાલુકા પંચાયતની નરેગા બ્રાંચ તરફથી મેળવી શકાશે.
 • સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય માટે 12,000/- રૂપિયા ની સહાયગ્રામ્ય વિસ્તારમાં તાલુકા પંચાયતની અને શહેરી વિસ્તારમાં નગરપાલીકા/મહાનગરપાલિકા તરફથી મેળવી શકાશે.
 • 1,20,000 રૂપિયા ની પૂરેપૂરી સહાય મેળવવા માટે લાભાર્થી એ મકાન નું કામ આખું પૂર્ણ કરવાનું રહેશે.અધૂરા મકાન મા સહાય મળવા

વધુ વાંચો : Laptop Sahay Yojana 2022

Dr.Ambedkar Awas Yojana Documents

 1. લાભાર્થી નું આધાર કાર્ડ
 2. લાભાર્થી નું ચૂંટણી કાર્ડ
 3. લાભાર્થી નું રેશનીંગ કાર્ડ
 4. લાભાર્થી નો જાતિ નો દાખલો
 5. લાભાર્થી નો વાર્ષિક આવક નો દાખલો
 6. લાભાર્થી નુ રહેઠાણ નો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
 7. લાભાર્થી ની જમીન માલિકી ની છે તેનો આધાર/આકારણી પત્રક/દસ્તાવેજ/સનદ પત્રક/હક પત્રક(જે લાગુ પડતું હોય તે)
 8. લાભાર્થી નાં બેંક પાસ બુક ની નકલ
 9. જો લાભાર્થી વિધવા મહિલા હોઈ તો તેમને તેમના પતિ નાં મરણ નો દાખલો
 10. જે પ્લોટ માં મકાન બાંધવાનું હોઈ તે પ્લોટ ની ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ તલાટી મંત્રી પાસે થી સહી સિકા વાળી
 11. મકાન બાંધકામ ની રજા ચિઠ્ઠી અને લાભાર્થી એ ભૂતકાળ મા આ યોજના નો લાભ મેળવેલ નથી તે અંગે નું સોગાંધનામુ વકીલ પાસેથી

Dr.Ambedkar Awas Yojana Income Limit

આ સહાય યોજના રાજ્ય નાં ગરીબ અને પછાત વર્ગ ને તેમને રહેવા માટે મકાન બાંધકામ ની યોજના છે જેમાં સરકાર દ્વારા લાભાર્થી ને વાર્ષિક આવક મર્યાદા રાખેલ છે જે નીચે મુજબ નું છે.

ગ્રામ્ય વિસ્તાર માટે લાભાર્થી ને આ યોજના નો લાભ મેળવવા માટે વાર્ષિક આવક મર્યાદા 1,20,000/- કરતા ઓછી હોવી જરૂરી છે

શહેરી વિસ્તાર માટે લાભાર્થી ને આ યોજના નો લાભ મેળવવા માટે વાર્ષિક આવક મર્યાદા 1,50,000/- કરતા ઓછી હોવી જરૂરી છે.

Dr.Ambedkar Awas Yojana ઓનલાઇન અરજી

રાજ્ય સરકારે હવે આ યોજના ને Online મૂકેલ છે જેમાં લાભાર્થી જાતે આ યોજનાની અરજી કરી શકે છે.જેમાં તેમને સરકાર ની Official Website E-Samaj Kalyan Portal પર Login થવાનું રહેશે.અને જાતે અરજી કરવાની રહશે.જેમાં લાભાર્થી પોતાના ગામ ના ગ્રામ પંચાયત નાં ઓપરેટર મારફતે અરજી કરી શકે છે.અથવા તો CSC સેન્ટર પર જઈને Online અરજી કરી શકે છે.

અહીંયા અમે E-Samaj Kalyan Online Apply કરવાની પ્રક્રિયા બતાવેલ છે જે અનુસરી ને લાભાર્થી Online અરજી કરી શકે છે.જે નીચે મુજબ ની છે.

 1. સૌપ્રથમ આપને esamaj kalyan ની Website પર જવાનું રહેશે.જ્યાં આપને વેબસાઈટ નાં મેનુ માં Director Of Schedule Cast મા જવાનુ રહશે.
 2. જ્યાં આપને બધી યોજના દેખાશે.જેમાંથી આપને Dr.Ambedkar Awas Yojana પર જઈ ને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
 3. જો પહેલે થી જ તમે Id અને Password બનાવેલ છે તો લાભાર્થી એ સીધું લોગીન થવાનું રહેશે. અને જો આપે Id અને Password ના બનાવ્યું હોઈ તો પહેલા ID અને Password બનાવવા પડશે અને પછી જ ઓનલાઈન અરજી કરી શકાશે.
 4. જ્યાં આપની બધી માહિતી માંગશે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રહેઠાણ સરનામું, મોબાઈલ નંબર વગેરે. ત્યારબાદ જરૂરી આધરપુરવાઓ ને Online અપલોડ કરવામાં રહેશે.જે ઉપર આપેલ છે તે બધા પુરાવાઓ. બાદ માં આપની અરજી સબમિટ કરવાની રહેશે.

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

Dr.Ambedkar Awas Yojana Contact Number

ગુજરાત સરકાર નાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આ સહાય રાજ્ય નાં અતિ પછાત અને ગરીબ લોકો ને પોતાનું ઘર બનાવવા માટે આપવામાં આવે છે.જેમના નો આપને આ સહાય વિશે વધુ જાણકારી મેળવવી હોઈ તો આપ ગ્રામ્ય વિસ્તાર માં તલાટી કમ મંત્રી ની સંપર્ક કરી શકો છો.અને તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત કચેરી નો સંપર્ક કરી શકો છો.અને જિલ્લા કક્ષા એ જિલ્લા પંચાયત કચેરી ખાતે સંપર્ક કરી ને માહિતી મેળવી શકો છો વધુ માં આપ Esamaj kalyan Portal પર જઈ ને વધુ માહિતી મેળવી શકો છો.

FAQ’s of Dr.Ambedkar Awas Yojana

ડૉ.આંબેડકર આવાસ યોજનાનો લાભ કયા વિભાગ દ્વારા મળે છે?
આ યોજનાનો લાભ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવે છે.

Dr.Ambedkar Awas Yojana નો લાભ કોણે મળે?
ગુજરાતના અનુસૂચિત જાતિ જ્ઞાતિના ઘરવિહોણા અથવા રહેવાલાયક મકાન ન હોય એમને આંબેડકર આવાસ યોજનાનો લાભ મળે.

ડૉ.આંબેડકર આવાસ યોજનામાં કેટલો લાભ મળે?
આ આવાસ યોજનામાં લાભાર્થીને કુલ ત્રણ હપ્તામાં 1,20,000/- નો લાભ મળે. આ ઉપરાંત લાભાર્થીને મનરેગા યોજના હેઠળ 17910/- ની સહાય તથા સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ 12,000/- નો પણ લાભ મળે છે.

ડૉ.આંબેડકર આવાસ યોજનાની અરજી કેવી રીતે કરવાની?
આ યોજનાનો લાભ મેળવવા માટે e samaj kalyan portal પરથી ઓનલાઈન કરવાની હોય છે.

22 thoughts on “ડો.આંબેડકર આવાસ યોજના 2022 | Dr.Ambedkar Awas Yojana 2022 : Read Now”

Leave a Comment