ચાફ કટર સહાય યોજના 2022 | Chaff Cutter Sahay Yojana 2022 : Apply Now

Chaff Cutter Sahay Yojana 2022 | ચાફટ કટર સહાય યોજના 2022 : કૃષિ,ખેડુત ક્લ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતલક્ષી ઘણી બધી યોજનાઓ અમલી બનાવેલ છે. Ikhedut Portal 2022 પર ખેતીવાડીની કુલ 49 યોજનાઓ ચાલુ કરવામાં આવેલ છે. ખેડૂતોને ઉત્પાદન વધારવા તથા ખર્ચ ઘટાડવા માટે ટ્રેક્ટર સહાય આપવામાં આવે છે. Tractor Sahay Yojana નો લાભ મેળવ્યા ઘણા બધા સાધનોની જરૂર રહેતી હોય છે. જેમ કે કલ્ટીવેટર, રોટાવેટર, ગ્રાઉન્‍ડ ડીગર વગેરે ઘણાબધા ખેત ઓજારોની જરૂર પડે છે. પ્રિય વાંચકો, આજે Chaff Cutter Subsidy in Gujarat આર્ટિકલ દ્વારા ખેડૂતોને પોતાની ખેતી અને પશુપાલનમાં ઉપયોગમાં લેવાતા ચાફ કટર વિશે વિગતવાર માહિતી મેળવીશું

ચાફ કટર સહાય યોજના 2022 | Chaff Cutter Sahay Yojana 2022

ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે વિવિધ ઓજારો અને સાધનની મદદ લેવી પડે છે. જેથી સમય અને શક્તિની બચત થાય. આધુનિક ખેત ઓજારો મૂલ્યવાન હોય છે. પરંતુ આવા કિંમતી સાધનોની ખરીદી પર Government of Gujarat દ્વારા સબસીડી આપવામાં આવે છે. ખેડૂતોને ઈલેક્ટ્રીક મોટર ઓપરેટેડ ચાફ કટર અને એંજિન આધારે ચાલતા ચાફકટરની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. ખેડૂતોને Chaff Cutter Subsidy in Gujarat સાધનની ખરીદી પર કેટલી સબસીડી મળે, કેવી રીતે અરજી કરવી તથા કયા-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ તેની માહિતી મેળવીશું.

વધુ વાંચો : Water Pump Sahay Yojana

ચાફ કટર સહાય યોજનાનો હેતુ

ખેતી અને પશુપાલન એકબીજા સાથે જોડાયેલ વ્યવસાય છે. ખેડૂતો ખેતી સાથે પશુપાલન કરતાં હોય છે. ખેતીમાં જુવાર, બાજરી, મકાઈ કે અન્ય પાકોના ઘાસચારો દુધાળા પશુઓને આપવામાં આવે છે. પરંતુ ઘાસચારો કાપવામાં ઘણો બધો સમય વપરાય છે. છતાં પણ મશીન જેવા ટુકડા થતા નથી. જેથી ખેડૂતોને Electric Chaff Cutter Machine ખરીદવું પડે છે. ખેડૂતોને Subsidy On Electric Chaff Cutter Machine આપવામાં આવે છે.

Chaff Cutter Sahay Yojana 2022 – Highlights

યોજનાનું નામ : ચાફ કટર સહાય યોજના 2022 (Chaff Cutter Sahay Yojana)
યોજનાનો મુખ્ય ઉદ્દેશ : ખેડૂતોને પશુપાલન તથા ખેતીમાં ઘાસચારો કાપવા માટેના ચાફ કટરને સબસીડી પર આપવાનો ઉદ્દેશ
લાભાર્થી : ગુજરાતના ખેડૂતોના તમામ
સહાયની રકમ : ખેડૂતોને 3 થી 5 H.P વાળી મોટરના ચાફ કટરની ખરીદી ઉપર સબસીડી મળશે. જેમાં અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, નાના, સીમાંત અને મહિલા ખેડૂતો માટે કુલ ખર્ચના 50% અથવા રૂ.28000/- બે માંથી જે ઓછું હોય તે લાભ આપવામાં આવશે.
અધિકૃત વેબસાઈટ : https://ikhedut.gujarat.gov.in/

વધુ વાંચો : Smart Hand Tool Kit Yojana

Electric Chaff Cutter Sahay Yojana List

Ikhedu પર ખેતીવાડી વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ ચાલે છે. જેમાં અલગ-અલગ પ્રકારની સ્કીમ આધારિત અરજદારોને જુદા-જુદા પ્રકારે લાભ આપવામાં છે. આ આર્ટિકલમાં ચાફ કટર સાધન સહાય જુદી-જુદી સ્કીમ હેઠળ આપવામાં આવે છે. જેની વધુ ખરાઈ માટે ikhedut Portal વેબસાઈટની મુલાકાત લેવી. જેની Scheme List નીચે મુજબ છે.

 • AGR 2 (FM)
 • AGR 3 (FM)
 • AGR 4 (FM)
 • SMAM

Chaff Cutter Sahay Yojana ની પાત્રતા

ગુજરાત ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજના હેઠળ ખેડૂતોને સાધન સહાયનો લાભ આપવામાં આવે છે. આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.

 • ખેડૂત ગુજરાત રાજયનો હોવો જોઈએ.
 • ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.
 • ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
 • જંગલીય વિસ્તારના ખેડૂત લાભાર્થી પાસે ટ્રાઈબલ લેન્‍ડ વન અધિકાર પ્રમાણપત્ર હોવું જોઈએ.
 • ખેડૂતોઓએ ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે

વધુ વાંચો : New Free Drum and Two Plastic Tub Yojana

ઈલેક્ટ્રીક ચાફ કટર સહાય યોજનામાં સહાયનું ધોરણ

ગુજરાત રાજ્યની આ સબસિડી યોજના છે. ખેડૂત મિત્રોને આ સબસીડી યોજના મુજબ લાભ આપવામાં આવશે. જેમાં જુદી-જુદી સ્કીમોનો લાભ આપવામાં આવે છે. ગુજરાતના સામાન્ય જ્ઞાતિના ખેડૂતો, અનામત જ્ઞાતિના ખેડૂતો, મહિલાઓ, નાના, સીમાંત અને મોટા ખેડૂતોને સહાય આપવામાં આવશે. જે નીચે મુજબ છે.

ચાફ કટર યોજનામાં અલગ-અલગ સ્કીમ માટે જુદી-જુદી સહાય આપવામાં આવે છે.

Benefit of SMAM & AGR 2 (FM) Scheme

 • ખેડૂત માટે આ ચાફ કટર યોજના છે.
 • 3 થી ઓછા H.P વાળી મોટરની ખરીદી પર સબસીડી મળશે. જેમાં સામાન્ય વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના 40% અથવા રૂ.16000/- બે માંથી જે ઓછું હોય તે લાભ આપવામાં આવશે.
 • 3 થી 5 H.P વાળી મોટરની ખરીદી ઉપર પણ સબસીડી મળશે. જેમાં સામાન્ય વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના 40% અથવા રૂ.22000/- બે માંથી જે ઓછું હોય તે લાભ આપવામાં આવશે.
 • 3 થી ઓછા H.P વાળી મોટરની ખરીદી પર સબસીડી મળશે. જેમાં અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, નાના, સીમાંત અને મહિલા ખેડૂતો માટે કુલ ખર્ચના 50% અથવા રૂ.20000/- બે માંથી જે ઓછું હોય તે લાભ આપવામાં આવશે.
 • 3 થી 5 H.P વાળી મોટરની ખરીદી ઉપર સબસીડી મળશે. જેમાં અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, નાના, સીમાંત અને મહિલા ખેડૂતો માટે કુલ ખર્ચના 50% અથવા રૂ.28000/- બે માંથી જે ઓછું હોય તે લાભ આપવામાં આવશે.

વધુ વાંચો : One Stop Center Yojana

Benefit of AGR 3 (FM) & AGR 4 (FM) Scheme

સ્કીમનું નામમળવાપાત્ર લાભ
AGR 3 (FM) & AGR 4 (FM) Schemeઅનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિનાં ખેડૂતો માટેની યોજના છે. જેમાં પાવર ઓપરેટેડ ચાફ કટર જેની મોટર 3 થી ઓછા H.P ની હોય તો કુલ ખર્ચ ના 50 % અથવા રૂ.20,000/- હજાર એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે. •ચાફ કટર જેની મોટર 3 થી 5 H.P  કુલ ખર્ચના 50 % અથવા રૂ. 28,000/- હજાર એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે.

Required Document Of Electric Chaff Cutter Sahay Yojana

ખેડૂતો માટે I kisan portal બનાવેલ છે. જેમાં વિવિધ ખેડૂત યોજનાઓના Online Form સ્વીકારવામાં આવે છે. ચાફ કટર યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.

 • લાભાર્થી ખેડૂતની જમીનની નકલ 7-12
 • લાભાર્થી ખેડુતની રેશનકાર્ડની નકલ (Ration Card)
 • ખેડૂત લાભાર્થીના આધારકાર્ડની નકલ
 • અનુસૂચિત જાતિનો હોય તો તેનું પ્રમાણપત્ર
 • અનુસૂચિત જનજાતિનો હોય તો તેનું સર્ટિફિકેટ
 • વિકલાંગ લાભાર્થી માટે વિકલાંગતા હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
 • ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
 • જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
 • ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
 • જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
 • બેંક ખાતાની પાસબુક
 • મોબાઈલ નંબર

વધુ વાંચો : Green House And Tissue Culture Laboratory Scheme

Chaff Cutter Sahay Yojana 2022

ખેડૂત લાભાર્થીઓએ આ Khedut Yojana નું ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતોઓએ ગ્રામ પંચાયતમાંથી VCE પાસેથી Ikhedut Online Arji કરી શકે છે. વિશેષમાં ખેડૂતો કોઈપણ કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે Online Application કરાવી શકે છે. ખેડૂતો જાતે પણ ઓનલાઈન અરજી કરી શકે છે. તો ચાલો ઈ-ખેડૂત પોર્ટલ ઓનલાઈન અરજી કેવી રીતે અરજી કરવી તેની વિગતવાર માહિતી મેળવીશું.

 • સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedutl Portal’ ટાઈપ કરવાનું રહેશે.
 • ગુગલ સર્ચ રિઝલ્ટમાંથી અધિકૃત https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
 • ખેડૂત યોજના વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
 • જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડીની યોજનાઓ” ખોલવીની રહેશે.
 • જેમાં “ખેતીવાડી ની યોજના” ખોલ્યા બાદ વર્ષ-2022-23 ની કુલ 49 યોજનાઓ બતાવશે.
 • જેમાં ક્રમ નંબર-07 પર “ચાફ કટર (એંજિન/ઈલે. મોટર ઓપરેટેડ)” માં પર ક્લિક કરવાની રહેશે.
 • જેમાં ચાફ કટર સહાય યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
 • હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
 • અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
 • જો લાભાર્થીએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.
 • ખેડૂત Online Form માં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
 • લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
 • ઓનલાઈન એપ્લિકેશન કન્‍ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
 • ખેડૂત અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

Ikhedut Portal Empanelled Vendors

Agriculture, Farmers Welfare & Co-Operation Department, Government of Gujarat દ્વારા વિવિધ યોજનાઓની ઓનલાઈન અરજી ચાલુ કરેલ છે. જેમાં યોજનાઓના લાભ બાબતે પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી ઘણી વિશેષ માહિતી આ પોર્ટલ પર આપેલી છે. જેમાં “એમ્પેનલ્ડ વેન્ડર્સ જોવા” માટેની જે સુવિધા છે. ખેડૂતો એમ્પેનલ્ડ વેન્ડર્સમાં Chaff Cutter Machine Price અને Chaff Cutter Machine Dealers માહિતી મેળવી શકે છે. આ માહિતી જોવા નીચેના બટન પર ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

FAQ’s of Chaff Cutter Sahay Yojana

ચાફ કટર સહાય યોજનામાં કેટલો લાભ મળે છે?
ખેડૂતોને 3 થી 5 H.P વાળી મોટરના ચાફ કટરની ખરીદી ઉપર સબસીડી મળશે. જેમાં સામાન્ય વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના 40% અથવા રૂ.22000/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે. અને અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, નાના, સીમાંત અને મહિલા ખેડૂતો માટે કુલ ખર્ચના 50% અથવા રૂ.28000/- બે માંથી જે ઓછું હોય તે લાભ આપવામાં આવશે.

ચાફ કટર સહાય યોજના નો લાભ કયા વિભાગ દ્વારા આપવામાં આવે છે?
ખેડૂતોને Chaff Cutter Scheme યોજનાનો લાભ ગુજરાતના ખેતી વાડી વિભાગ દ્વારા લાભ આપવામાં આવે છે.

ચાફ કટર સહાય યોજનાનો લાભ લેવા માટે કેવી રીતે એપ્લિકેશન કરવાની હોય છે?
ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે Ikhedut પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ચાફ કટર સહાય યોજનાનો લાભ કોણે-કોણે આપવામાં આવે છે?
ગુજરાત રાજ્યના નાના, સીમાંત, મહિલા, અનામત જ્ઞાતિના, સામન્ય અને મોટા ખેડૂતોને ચાફ કટર સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે.

1 thought on “ચાફ કટર સહાય યોજના 2022 | Chaff Cutter Sahay Yojana 2022 : Apply Now”

Leave a Comment