બ્યુટી પાર્લર લોન યોજના 2022 | Beauty Parlour Loan Yojana 2022

બ્યુટી પાર્લર લોન યોજના 2022 | Beauty Parlour Loan Yojana 2022 : આ લેખના માધ્યમથી બ્યુટી પાર્લર કીટ સહાય યોજના 2022 વિષે સંપૂર્ણ માહિતી જેવી કે આ યોજનાના શું શું લાભ મળવાપાત્ર છે ? કેટલો લાભ એટલે કે સહાય મળે ? તે વિશે સંપૂર્ણ ડિટેઇલ મેળવીશું.

નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર રાજ્ય નાં લોકો માટે આર્થિક રીતે અને વ્યવસાયિક રીતે સધ્ધર બનાવવાના હેતુ થી કેટલીય અલગ અલગ સરકારી યોજનાઓ ને અમલ મા મુકેલ છે.જેમાં હાલ જે લોકો બ્યુટી પાર્લરનો વ્યવસાય શરૂ કરવા માંગતા હોઈ તેવા ST વર્ગ ના લોકો ને સરકાર તરફથી રોજગારી માટે તદ્દન ઓછા વ્યાજે લોન મળે છે. આજ આપડે “Beauty Parlour Sahay Yojana Gujarat 2022” વિશે આપ સૌ મિત્રોને માહિતગાર કરવાના છીએ.

અનુસુચિત જનજાતિ માટે અન્ય બીજી અભ્યાસ લોન, Car Loan, Tabela loan અને Loans For Beauty Courses જેવી તમામ યોજનાઓ હાલ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે જે આપ આદિજાતિ નિગમ ની વેબસાઇટ પર જઈ ને વિગતવાર માહિતી મેળવી શકો છો.

Gujarat Tribal Devolopment Corporation Gandhinagar દ્વારા આ યોજના અમલ મા મુકવામાં આવેલ છે. જેમાં રાજ્ય મા વસતા અનુસૂચિત જનજાતિ ની યુવતીઓ અને યુવકો કે જેઓ બ્યુટી પાર્લર નો વ્યવસાય શરૂ કરવા માંગતા હોઈ તેવી યુવતીઓ અને યુવકો ને સરકાર આ વ્યવસાય માટે સાવ નજીવા વ્યાજે લોન આપે છે.જેનાથી તેઓ આ વ્યવસાય શરૂ કરી ને પોતાના પગભર થઈ શકે છે.અને પોતે સ્વમાન ભરી જિંદગી જીવી શકે છે.

આ પણ વાંચો: કુંવરબાઈનું મામેરું યોજના 2022

બ્યુટી પાર્લર લોન યોજના 2022 | Beauty Parlour Loan Yojana 2022

Beauty Parlour Loan Yojana 2022 શું છે

આ યોજના મુખ્યત્વે ગુજરાત રાજ્ય માં વસતા અનુસુચિત જનજાતિ ની યુવતીઓ અને યુવકો માટે છે. આ Loan કોઈ SBI Bank Loan,HDFC Bank Loan, ICICI Bank Loan નથી પરંતુ આ એક સરકાર દ્વારા આપવામાં આવતી Loan Sahay છે.જેમાં રાજ્ય મા વસતા ST વર્ગ ના યુવાઓ કે જેવો બ્યુટી પાર્લર નો વ્યવસાય ચાલુ કરવા માંગતા હોઈ તેમની પાસે સારી આવડત હોઈ તો તમને આ સરકારી લોન રાજ્ય સરકાર આપે છે.જેમાંથી તેઓ આ વ્યવસાય શરૂ કરી શકે છે.અને આગળ વધી શકે છે.

યોજના નું નામ : Beauty Parlour Sahay Yojana 2022
સહાય : 75,000/-
રાજ્ય : ગુજરાત
ઉદ્દેશ : અનુસૂચિત જનજાતિ ની યુવતીઓ અને યુવકો બ્યુટી પાર્લર નો વ્યવસાય કરી ને પોતાના પગભર થઈ શકે અને બેરોજગારી માંથી બચી શકે.
લાભાર્થી : અનુસૂચિત જનજાતિ ના યુવાઓ
અરજી નો પ્રકાર : ઓનલાઈન

સત્તાવાર પોર્ટલ : https://esamajkalyan.gujarat.gov.in/

આ પણ વાંચો: Divyang Bus Pass Yojana 2022

Beauty Parlour Loan Yojana Start Up Loans- લાભ

આ યોજના માં Tribal Devolopment Corporation દ્વારા ST વર્ગ નાં યુવતીઓ અને યુવકો ને બ્યુટી પાર્લર નો ધંધો/વ્યવસાય ચાલું કરવા માટે Sarkari Loan આપવામાં આવે છે.જેના માટે તેઓ ને Aadijati Nigam Gujarat Portal પર Online Application કરવાની હોઈ છે.

જો ST વર્ગ ના યુવાઓ કે જેઓ બેરોજગાર હોઈ અને તેમની પાસે બ્યુટી પાર્લર નો અનુભવ હોઈ તો તેમને બ્યુટી પાર્લર ખોલવા માટે સરકાર તેમને એકદમ ઓછા વ્યાજે Sarkari Bank Loan આપશે. આ લોન ટોટલ 75,000/- રૂપિયા ની હોઈ છે. એટલે કે લાભાર્થીને કુલ 75,000/- રૂપિયા નું ધિરાણ મળે છે જેમાં લાભાર્થી એ ધિરાણ નાં 10% રકમ ની ફાળો આપવાનો હોઈ છે. જેથી અનુસૂચિત જનજાતિ ની યુવતીઓ અને યુવકો તેમના પગભર થઈ શકશે અને પોતે સમાજ માં આગળ આગળ આવી શકશે.

આ પણ વાંચો: Vahan Akasmat Sahay Yojana 2022

Beauty Parlour Loan Yojana – વ્યાજ દર

આ યોજના માં લાભાર્થી અરજદાર ને કુલ 75,000/- રૂપિયા ની ધિરાણ મળે છે અને તે ધિરાણ નું વ્યાજ 4% નાં સાદા વ્યાજે આપવામાં આવે છે. જો લાભાર્થી દ્વારા આ લોન ચૂકવવા માં વિલંબ થશે તો તેને વધારા નું 2% વ્યાજ ચૂકવવું પડશે.

BeautyParlour Sarkari Loan પરત કરવાનો સમયગાળો
આ ધિરાણ મળ્યા બાદ લાભાર્થી બ્યુટી પાર્લર નો સામાન ખરીદી શકે છે અને બ્યુટી પાર્લર નો વ્યવસાય ચાલુ કરી શકે છે.આ લોન ને પરત કરવા માટે અરજદાર ને 20 ત્રિમાસિક નાં સરળ હપ્તે થી અને વ્યાજ સાથે ચૂકવવાની હોઈ છે.

Beauty Parlour Loan Yojana 2022 પાત્રતા

આ યોજના Aadijati Vikas Vibhag દ્વારા ચલાવવામાં આવે છે.આ યોજના રાજ્ય નાં અનુસૂચિત જનજાતિ યુવક યુવતીઓ આ ધિરાણ માટે યોગ્ય ગણાશે જેમાં નીચે મુજબ ની પાત્રતા ધરાવતા અનુસૂચિત જનજાતિ વર્ગ ના યુવાઓ ને લાભ મળવાપાત્ર રહેશે.

 • અરજદાર ગુજરાત રાજ્ય ના વતની હોવા જોઈએ.
 • અરજદાર અનુસૂચિત જનજાતિ ના હોવા જોઈએ.
 • અરજદાર પાસે આધર કાર્ડ અને ચૂંટણી કાર્ડ હોવું જોઈએ.
 • અરજદાર ની ઉમર 18 થી 55 વર્ષ ની વચ્ચે હોવી જોઈએ.
 • અરજદાર પાસે બ્યુટી પાર્લર કોર્સ કરેલ હોઈ તેનું પ્રમાણપત્ર હોવું જોઈએ.
 • અરજદાર પાસે બ્યુટી પાર્લર નું કોઈપણ સંસ્થા મા કામગીરી કરેલ હોઈ તેવું અનુભવ નું પ્રમાણપત્ર.

Beauty Parlour Loan Yojana 2022 – આવક મર્યાદા

 • આ યોજના માં ST વર્ગ ના યુવક અને યુવતીઓ ને આ ધિરાણ મળવાપાત્ર છે
 • જેમાં ગ્રામ્ય વિસ્તાર માં રહેતા લોકો માટે 1,20,00/- રૂપિયા ની વાર્ષિક આવક મર્યાદા રાખેલ છે.
 • શહેરી વિસ્તાર માં રહેતા લોકો માટે 1,50,000/- રૂપિયા ની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ છે.

આ પણ વાંચો: ઘરઘંટી સહાય યોજના 2022 | Flour Mill Sahay Yojana 2022

Document Required For Beauty Parlour Loan Yojana 2022

આ સહાય યોજના Tribal Devolopment Corporation દ્વારા રાજ્ય મા વસતા અનુસૂચિત જનજાતિ ની યુવતીઓ અને યુવકો કે જેઓ હાલ બેરોજગાર છે અને તેમની પાસે બ્યુટી પાર્લર નો અનુભવ છે તેવા અરજદારો આ સહાય માટે અરજી કરી શકે છે.

જેમાં આ યોજના માટે નીચે મુજબ નાં આધાર પુરાવા રજૂ કરવાના રહેશે.

 1. લાભાર્થી અરજદાર નું ચૂંટણી કાર્ડ.
 2. લાભાર્થી અરજદાર નું આધારકાર્ડ.
 3. લાભાર્થી અરજદાર નું રેશનિંગ કાર્ડ.
 4. લાભાર્થી અરજદાર નું અનુસૂચિત જનજાતિ નું પ્રમાણપત્ર.
 5. લાભાર્થી અરજદાર એ બ્યૂટી પાર્લર નો કોર્સ નું પ્રમાણપત્ર.
 6. અરજદાર પાસે બ્યુટી પાર્લર નું કોઈપણ સંસ્થા મા કામગીરી કરેલ હોઈ તેવું અનુભવ નું પ્રમાણપત્ર.
 7. લાભાર્થી અરજદાર એ રજૂ કરેલ મિલ્કત નો પુરાવો.( જમીન નાં 7/12 અને 8/અ અથવા મકાન નાં દસ્તાવેજ અથવા તાજેતર નું પ્રોપર્ટી કાર્ડ)
 8. લાભાર્થી નાં જામીનદાર-1 નાં મિલ્કત નો પુરાવો (જમીન નાં 7/12 અને 8/અ અથવા મકાન નાં દસ્તાવેજ અથવા તાજેતર નું પ્રોપર્ટી કાર્ડ)
 9. લાભાર્થી અરજદાર નાં જામીનદાર-2 નાં મિલ્કત નો પુરાવો (જમીન નાં 7/12 અને 8/અ અથવા મકાન નાં દસ્તાવેજ અથવા તાજેતર નું પ્રોપર્ટી કાર્ડ)
 10. જામીનદાર-1 નું મિલ્કત નું સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ.
 11. જામીનદાર-2 નું મિલ્કત નું સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ.
 12. લાભાર્થી અરજદાર ને વ્યવસાય માટે જો દુકાન પોતાની હોઈ તો તેના આધાર પુરાવા અથવા ભાડે લીધેલ હોઈ તો ભાડા કરાર.
 13. લાભાર્થી અરજદાર નાં બંને જમીનદારો એ 20 રૂપિયા નાં સ્ટેમ્પ પેપર ઉપર એફિડેવિટ કરેલ સોગંધનામુ રજુ કરવાનું રહેશે.
 14. લાભાર્થી અરજદાર નાં બેંક ખાતા ની પાસબુક.

Also Read : કિસાન પરિવહન યોજના ૨૦૨૨ | Kisan Parivahan Yojana 2022

Beauty Parlour Loan Yojana ની મહત્વપૂર્ણ લિંક

Official WebsiteClick Here
HomePageClick Here

FAQ’s Beauty Beauty Parlour Loan Yojana 2022

Beauty Parlour Sahay Yojana Gujarat 2022 કોના માટે છે ?
આ યોજના ગુજરાત રાજ્ય ના અનુસૂચિત જનજાતિ ના યુવાઓ માટે ની છે.

Beauty Parlour Sahay Yojana Gujarat 2022 માં શેના માટે લોન મળે છે ?
આ યોજના માં જે લોકો ને બ્યુટી પાર્લર નો વ્યવસાય ચાલુ કરવો હોઈ તો તેવા લોકો ને આ યોજના નો લાભ મળે છે.

Beauty Parlour Sahay Yojana Gujarat 2022 માં કેટલી લોન આપવામાં આવે છે ?
આ યોજના માં અનુસૂચિત જનજાતિ ના યુવાઓ ને બ્યુટી પાર્લર નો વ્યવસાય ચાલુ કરવા માટે 75,000/- રૂપિયા ની લોન આપવામાં આવે છે.

Beauty Parlour Sahay Yojana Gujarat 2022 માટે ઓનલાઈન અરજી કયાં કરવાની હોઈ છે ?
આ લોન માટે આદિજાતિ નિગમ ની વેબસાઇટ પર જઈ ને ઓનલાઈન અરજી કરવાની હોઈ છે.

Leave a Comment